ટેક્સ પ્લાનિંગઃ વસિયતનામું કેટલુ મહત્વપૂર્ણ

ના રોજ પ્રકાશિત Sat, 29, 2015 પર 12:55  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના ટેક્સ પ્લાનિંગમાં જાણીશું વસિયતનામું કેટલું મહત્વપૂર્ણ છે. વસિયતનામું ન હોવાથી કેટલી સમસ્યા અને ક્યા પરિબળ વસિયતમાં અસરકારક કરે છે. વસિયતનામું કઈ રીતે બનાવવું, વસિયતનામામાં સાક્ષીની ભૂમિકા એના પર ચર્ચા કરીશું વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ સાથે.

મૂકેશ પટેલનું કહેવું છે કે કૌટુંબિક ક્લેશથી બચવા વસિયતનામું ખૂબ જરૂરી છે. મિલકતની વહેંચણીમાં મુશ્કેલીઓ થતી હોય છે. માતા, પત્ની અને બાળકો વચ્ચે વહેંચણી કરવાની હોય છે. દિકરીને હિસ્સો આપવાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે. પુરક વસિયતનામું બનાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. સાદા કાગળ પર કાયદાકીય ભાષા વિના વસિયતનામું બની શકે છે.

સવાલઃ મારે મારૂં વસિયતનામું બનાવવું છે તો એ માટે કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર ખરીદવો જરૂરી છે? મારા વિલનું રજિસ્ટ્રેશન કે નોટરાઇઝેશન જરૂરી ગણાય?

જવાબઃ મિલકત-કુટુંબીજનની યાદી બનાવી કોને શું આપવું એની સ્પષ્ટતા કરવી. બે સાક્ષીની જરૂર હોય છે, સ્ટૅમ્પ પેપર કે નોટરાઇઝેશન જરૂરી નહીં. વિલ બનાવનાર અને સાક્ષી સહી કરે અને અટેસ્ટેશન થાય એટલે વસિયતનામું બની ગયું છે. વસિયતનામું બનાવ્યા બાદ ક્લેશ ઊભા થાય તો સાક્ષી સૌથી મહત્વપૂર્ણ છે.

મૂકેશ પટેલનું કહેવું છે કે તમારી મિલ્કત અને કોને શું આપવું છે એની યોગ્ય સ્પષ્ટતા જરૂરી છે. વસિયતના વહિવટકર્તાની નિમણૂંક અને નિર્દેશ વસિયતમાં કરવું ખૂબ જરૂરી છે. એક કે તેથી વધુ વહિવટકર્તા હોઈ તો વધુ સારૂં હોય. વહિવટકર્તા નિષ્પક્ષ અને જવાબદાર હોવા જોઈએ. મિલ્કત જ્યારે ખરેખર વહેંચણી કરવાની આવે ત્યારે જવાબદારી વહિવટકર્તાની હોય છે. એકમાત્ર વ્યક્તિના નામે રોકાણ કરવું સલાહપાત્ર નહીં. નૉમિનેશન અને જોઇન્ટ અકાઉન્ટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

સવાલઃ વસિયતનામા હેઠળ વહિવટકર્તાની નિમણૂંક કરવાના સંદર્ભમાં મારો પ્રશ્ન એ છે કે મારા વીલ હેઠળ મારા પુત્રને લાભાર્થે હું મિલકત આપવાનો હોઉં તો મારો પુત્ર વિલનો વહિવટકર્તા રહી શકે?

જવાબઃ સમયસર વિલ બનાવી લેવું ખૂબ જરૂરી હોય છે. વહિવટકર્તા તરીકે પત્ની કે દીકરાને પણ નોમિનેટ કરી શકાય છે. બહારની વ્યક્તિ જ રાખવી જરૂરી નથી.

સવાલઃ વસિયતકારે બનાવેલા વીલને કોણ પરકારી શકે છે. અને આ સંદર્ભમાં જો વારસદાર વચ્ચે ઝઘડા ન થાય તે મામલે તેમણે કઈ બાબતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ?

જવાબઃ વારસદારો વચ્ચે વસિયતનામાને લીધે ઝઘડા ન થવા જોઈએ. જો વસિયતમાં વાંધાજનક બાબત હોય તો એને પડકારવાની શક્યતા હોય છે. સાક્ષી ઉપરાંત ડૉક્ટરની સહી લેવાથી પણ ફાયદો થાય છે. વિલ બનાવતી વખતે માનસિક-શારીરિક સ્વ્સ્થતાનું સર્ટિફિકેટ મળે છે. જો સંકટ આવી શકે એમ હોય તો નોટરાઇઝેશન કે રજિસ્ટ્રેશન કરી શકાય.

સવાલઃ વિલ બનાવવાની સાથે-સાથે મારા રોકાણના સંદર્ભમાં કઈ બાબતનો ખ્યાલ રાખવો જરૂરી?

જવાબઃ તમામ રોકાણ જોઇન્ટ અકાઉન્ટમાં હોવા ખૂબ જ જરૂરી છે. જો સમયસૂચકતા વાપરી તો કોઈ મુશ્કેલી નહીં થાય.

મૂકેશ પટેલનું કહેવું છે કે સુખી કુટુંબ માટે પણ વસિયતનામું બનાવવું એક સારી વાત જ છે. ટેક્સ કપાતની બચતને ધ્યાનમાં રાખીને વસિયત બનાવવું જોઈએ. વસિયતમાં બક્ષિશવેરો કે બક્ષિશને લગતી કપાતથી પણ લાભ મળે છે. દિકરાને જો લાભ આપી શકાય એમ ન હોય તો પણ વિકલ્પ રહેલા છે. દીકરાની વહુ, દીકરાના સંતાનના નામે મિલકત કરી શકો. સૂઝ પૂર્વકનું કરવેરા આયોજન કરવામાં વિલ ખૂબ મહત્વપૂર્ણ છે.

સવાલઃ મેં ક્યાંક વાંચ્યું હતું કે વસિયતનામા હેઠળ ડિસ્ક્રિશ્નરી ટ્રસ્ટની રચના દ્વારા આવકવેરા આયોજનના વિશેષ લાભ મળી શકે છે. આ અંગે યોગ્ય સમજ આપશો

જવાબઃ ઘરના બધા સભ્યો સૌથી ઊંચા દરના ટેક્સ ભરતા હોય તો ડિસ્ક્રિશ્નરી ટ્રસ્ટથી ફાયદો થાય. વસિયતનામા હેઠળ શરૂ કરવામાં આવેલું ટ્રસ્ટ આવકવેરામાંથી લાભ આપશે. આ ટ્રસ્ટ શરૂ કરનારા કુટુંબીજનને પણ નોમિનેટ કરી શકે છે. વિલ હેઠળ જ ડિસ્ક્રિશ્નરી ટ્રસ્ટ બનાવી શકાય છે.