બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ક્રેડિટ સ્કોર અંગેની જાણકારી

ના રોજ પ્રકાશિત Wed, 02, 2015 પર 12:06  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. પંરતુ આપની સાથે આવું ક્યારેય ન બને અને તમે તમારા નાણાંકિય આયોજનમાં સતત સજાગ રહો. આજે આપણે જાણીશુ ક્રેડિટ સ્કોર એટલે શું? શા માટે જરૂરી છે ક્રેડિટ સ્કોર? ક્રેડિટ સ્કોર જાળવવાના ફાયદા.

જીવનમાં ઘણી વખત એવા સંજોગો આવે છે કે આપણે લોન લેવાની જરૂર પડે છે કોઈક વાર ટૂંકાગાળા માટે, કોઈક વાર લાંબાગાળા માટે, ઘણી વખત કોઈક વાર ખર્ચને પોચી વડવા, કોઈક વાર સંપતિ ખરીદવા તો કોઈક વાર બાળકના અભ્યાસ માટે નાની-મોટી લોન લેવી પડતી હોય છે. કોઈક લોન આપણને બેન્ક અથવા ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન પાસેથી લેતા હોય છે તો કોઈક વાર આપણે આપણા ખર્ચાઓ ક્રેડિટ કાર્ડ મારફતે કરતાં હોય છે.


તો આવી બધી જ ક્રેડિટ સુવિધાઓથી આપણા નાણાંકીય વ્યવહારો સરળ તો થતા હોય છે પરંતુ શું આપણે ક્રેડિટનો લાભ લેતી વખતે આપણે આપણા ક્રેડિટ સ્કોરને જાણીએ છીએ કે એ શું છે કે આપણે એ પણ જાણીએ છીએ. તેને જાળવવાની યોગ્ય કાળજી લઈએ છીએ. ક્રેડિટ સ્કોર જાળવીએ તો શું લાભ મળી શકે એ તમામ માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટીફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

આપણી કોઈપણ પ્રકારની જે લોન છે આપણી જે હિસ્ટ્રી હોય તેના પરથી દરેક વ્યક્તિ માટે આજે એક ક્રેડિટ સ્કોર જનરેટ થાય છે એટલે આ સ્કોર એક એવો આંકડો છે જે એક 3 ડિઝિટનો આંકડો છે એના પરથી એ ખબર પડે છે કે આ વ્યક્તિને લોન મળવાની કેટલી શક્યતા છે.


એટલે કે દાત. કોઈ વ્યક્તિ હોય એ નવી લોન લેવા જાય કે નવુ કોઈ ક્રેડિટ કાર્ડ લેવા જાય તો ત્યારે તેને આ નવી લોન કે ક્રેડિટ કાર્ડ આપવુ કે નહીં એની જે પાછળ થતી કામગીરી હોય કે જેના હિસાબે બેન્ક નક્કી કરે કે આ વ્યક્તિને આપણે નવી લોન કે નવુ ક્રેડિટ કાર્ડ આપવુ છે કે નહીં તે આ ક્રેડિટ સ્કોરના માધ્યમથી થતો હોય છે. એટલે ક્રેડિટ સ્કોર સરળ રીતે આપણે કહીએ તો એ એક એવો આંકડો છે જેને જોઈને કોઈપણ વ્યક્તિની આગળ જતાં લોનની નવી જે ડિસબર્મેન્ટ હોય કે સેન્સેનિંગ હોય એના પર આધારીતરે છે. અને આ જે ક્રેડિટ સ્કોર ઊભો થતો હોય છે તેને માટે સ્પેસિફીક કંપનીઓ હોય છે કે જેને માટે દરેક વ્યક્તિની પાસ્ટ ફાઈનાન્શિયલ રેકૉર્ડ અને હિસ્ટ્રી જોયને તેમના વર્કિંગ પ્રમાણે ક્રેડિટ સ્કોર જનરેટ કરતા હોય છે.

લોનના ઈતિહાસ પરથી ક્રેડિટ સ્કોર બને છે. ક્રેડિટ સ્કોર 3 અંકનો આંકડો છે જે લોન કેટલી મળશે એ જણાવે છે. ક્રેડિટ સ્કોરએ તમારૂ નાણાંકીય સ્વાસ્થય છે. ક્રેડિટ સ્કોર 300 અને 900 વચ્ચે હોય છે. ક્રેડિટ સ્કોર 750 વેન્ચમાર્ક છે. ઉંચો ક્રેડિટ સ્કોર સારો કહેવાય. તમે કેટલી લોન લીધી છે અને કઈ રીતે ભરો છો તે ક્રેડિટ સ્કોર પર અસર કરે છે. અલગ અલગ લોનની બધી વિગતોને ક્રેડિટ રિપોર્ટ કહેવાય. ક્રેડિટ રિપોર્ટ પરથી નક્કી થતો એક આંકડો તે છે ક્રેડિટ સ્કોર.

ક્રેડિટ સ્કોર જાણી લોન લેવા ઈચ્છીએ તો લોન લેવામાં સરળતા રહે છે. વધુ પડતા ક્રેડિટ કાર્ડ ક્રેડિટ સ્કોર માટે સારા નથી. તમે કેટલી લોન લીધી છે અને કઈ રીતે ભરો છો તે ક્રેડિટ સ્કોર પર અસર કરે છે. જરૂર હોય એટલા જ ક્રેડિટ કાર્ડ લેવા જોઈએ. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર કરવું જોઈએ. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ડ્યુ ડેટના 3 થી 4 દિવસ પહેલા જ કરી દેવું જોઈએ. ડ્યુ ડેટ પછી કરવામાં આવતા પેમેન્ટથી ક્રેડિટ સ્કોર બગડે છે. ક્રેડિટ રોલ ઓવરથી ક્રેડિટ સ્કોર બગડે છે. ક્રેડિટનું આઉટ સ્ટેન્ડિંગ ઓછુ રાખવું જોઈએ.

ક્રેડિટ કાર્ડ પર જરૂરી ખર્ચ જ કરવા અને સમયસર પેમેન્ટ કરવું. સમયસર પેમેન્ટથી વધુ પડતા વ્યાજથી પણ બચી શકાય છે. લોન ક્યાં પ્રકારની છે તેની અસર ક્રેડિટ સ્કોર પર પડે છે. ક્રેડિટ સ્કોર બગડે તો એને સુધારવા લાંબો સમય લાગે છે. હોમલોન ક્રેડિટ સ્કોર માટે સારી છે પરંતુ પર્સનલ લોન નહિં.