બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ જન્માષ્ટમી સ્પેશલ

ના રોજ પ્રકાશિત Sat, 05, 2015 પર 14:35  |  સ્ત્રોત : Moneycontrol.com

મનીમૅનેજર શૉ માં આપણે દરરોજ પર્સનલ ફાયનાન્સને મેનેજ કરવાની વાતો આપણે દરરોજ કરીએ છીએ, બચત, રોકાણ, વળતર અને ઘણા બધા મુદ્દાઓની વાત આપણે કરતા હોઇએ છીએ. આ દરેક બાબતો ખૂબ જરૂરી છે, પણ સાથે એ જાણવુ પણ જરૂરી છે, કે નાણાંનું જીવનમાં કેટલુ મહત્વ હોવું જોઇએ.

મની મેનેજરમાં આજે જન્માષ્ટમિ નિમ્મતે કરીશું યોગિક વેલ્થ પર ચર્ચા, જાણીશુ સાચી સમૃદ્ધિની પરિભાષા અને. કેળવીશું નાણાં માટેનો નવો દ્રષ્ટિકોણ.

મની-મૅનેજર અને સીએનબીસી બજાર તરફથી જન્માષ્ટમીની આપ સૌને શુંભકામનોઓ. જન્માષ્ટમિ એટલે શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. શ્રી કૃષ્ણ પોતે ઘણા મોટા યોગી હતા. એમણે ગીતા દ્વારા આપણને કર્મયોગ સમાજાવ્યો છે તો આજે જન્માષ્ટમીનાં પ્રસંગે આપણે પણ વાત કરીશું યોગિક વેલ્થની. અને આ અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

કૃષ્ણએ ગીતામાં 3 યોગની વાત કરી છે. યોગિક વેલ્થ એટલે મનને શાંતિ આપે એવી સંપત્તિ. વગેરે લાગણીઓ ઉદભવે છે. આવી લાગણીઓથી પર સમ્દ્ઘિને માણી શકાય એને કહેવાય યોગિક વેલ્થ. જ્યારે મન સ્થિર હશે ત્યારેજ નાણાં કો સમ્દ્ધિને માણી શકાય છે. નાનમ,અહંમ, ઇર્ષા,લાલષા જેવી લાગણીઓને કારણે મનને શાંતિ મળતી નથી. આપણે માનીએ છીએ કે પૈસાથી નાણાંકિય સ્વત્રંતા મળે છે.

આપણે નાણાં દ્વારા સુરક્ષા શોધીએ છીએ. યોગ વિચારોમાં સ્થિરતા લાવે છે. ઘણી અસ્થિરતાઓ વિવિધ લાગણીઓને કારણે હોય છે. આપણે નાણાં દ્વારા સુરક્ષા શોધીએ છીએ. ભય, અસુરક્ષા, વ્યગ્રતા, લાલચ, નાનમ, અહંમ, ઇર્ષા, લાલષા, એકલતા. નાણાંને કારણે માનવ વ્યગ્રતા અનુભવે છે અને સંપત્તિને માણી નથી શકતા. નાણાં ન હોવોનો ડર સૌથી મોટો ડર છે.

જીવવાની પદ્ઘતિ અને જીવનની ગુણવત્તાનું સમીકરણ પોતે નક્કી કરવું જોઇએ. દિવસના 8 કલાક કામ કરવું જોઇએ, 8 કલાક ગમતી પ્રવ્તિ અને 8 કલાક આરામ કરવુ. તણાવમાંથી મુક્ત થવા નાણાં પાછળ દોડ મુકીએ છીએ. નાણાં ક્યારેય કોઇને ચિંતા મુક્ત કરી શકતા નથી.

નાણાંથી આપણે આપણી વાર્ષિક પ્રગતિનું માપ માનીએ છીએ. મનની શાંતિ અંદરથી મળે છે નાણાંથી નહિ. આપણા ખર્ચ આપણા આનંદ અને જરૂર મુજબ હોવું જોઇએ. નાણાં સામાજીક દરજ્જાનો માપદંડ બની ગયા છે. સમ્દ્ધિની ગણતરી નાણાંમાં થતી હોય છે જે ગુણોથી થવી જોઇએ.

શારીરિક સંપત્તિ, સામાજીક સંપત્તિ,નાણાંકિય અને ભાવનાત્મક સંપત્તિ. સંપત્તિનાં 4 પ્રકાર છે. આપણી પાસે જેટલુ છે તેનો આનંદ લેવો જોઇએ.