બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ બદલાતા માર્કેટની નાણાં પર અસર

ના રોજ પ્રકાશિત Tue, 08, 2015 પર 12:02  |  સ્ત્રોત : Moneycontrol.com

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. તમારા મનપસંદ શૉ માં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે તુટતા માર્કેટની આપણા પર્સનલ ફાયનાન્સ પર અસર. આ સમયે કેવું હોવુ જોઇએ નાણાંકિય આયોજન? અને આ સંજોગને રોકાણની તક માનવી કે રોકાણ કરતા બચવું? એ જાણીશું.

મની મૅનેજરમાં આજે આપણે વાત કરી જઈ રહ્યાં છીએ એવી પરીસ્થિતી પર જેનાથી ભારતીય અર્થતંત્ર પણ ચિંતીત છે, તો તમારા અને મારા જેવા સામાન્ય માણસની તો વાત જ અલગ છે, બજાર જ્યારે સતત નબળું પડી રહ્યું છે, લોકોના વર્ષો જૂના રોકાણ મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે, ત્યારે અમે આજે તમને જણાવીશું કે આ પરિસ્થિતી પર તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે તમારા નાણાંને બચાવી અને વધારી શકો છો, આજે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

આ સમયે તૈયારી કરવી જરૂરી છે ધારણાઓ કરતાં. નાણાંકિય ધ્યેય પર ધ્યાન આપવું. લાંબાગાળાના રોકાણમાં ચિંતા ન કરવી. ટુંકાગાળાના રોકાણકારે શીખ લેવી કે રોકાણ લાંબાગાળા માટે કરવું. ક્યા નાણાં ક્યા ધ્યેય માટે રોકેલા હતા તેના આધારે નિર્ણય લેવો. હાલ રિબૅલેન્સિંગની ચિંતા ન કરવી. લાંબાગાળાનાં રોકાણકાર હાલ ઇક્વિટીમાં રોકાણ કરી શકે. રિબૅલેન્સિંગ કરતી વખતે આપણા નાણાંકિય ધ્યેય પર ધ્યાન આપવું.

ટુંકાગાળાના રોકાણકારોએ રોકાણ હટાવી દેવું જોઇએ. શૅર-બજારને ઝડપથી નાણાં બનાવવાના માર્ગ તરીકે ન જોવુ જોઇએ. નાણાંકિય ધ્યેય નક્કી કર્યા હોય ત્યારે પડતા માર્કેટથી વધુ ડરવાની જરૂર નથી. શૅર લેવા એટલે જે તે કંપનીના લાંબા ગાળા માટે ભાગીદાર બનવું. હાલ જ લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તેમણે કોઇ ચિંતા કરવી નહિ. ટુંકા ગાળાના રોકાણમાં તેજી-મંદીની અસર થાય છે.

7 થી 9 વર્ષ સુધીના ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકાય. શૅર-બજારમાં વધ ઘટને કારણે જ વળતર મળે છે. લાંબા ગાળાનું રોકાણ કરનાર વ્યક્તિ ક્યારે પણ બજારમાં આવી શકે છે. મ્યુચ્યુઅલફંડમાં લાંબાગાળાનું રોકાણ સૌથી સારૂ છે. નાણાંકિય આયોજનના પગલા અનુસર્યા હોય તો ચિંતા ન કરવી પડે.

ઇમરજન્સીફંડ, મેડિકલ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજવું. ઇમરજન્સીફંડ, મેડિકલ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજવું. ઈએમઆઈનો ભાર બને એટલો જલ્દી પતાવી દેવો જોઇએ.

સવાલઃ હાલ માં માર્કેટ નીચે પડી રહ્યાં છે, તો શું આ રોકાણ કરવા માટેની તક છે? કે પછી સામાન્ય વ્યક્તિએ હાલમાં માર્કેટથી દુર રહેવું જોઇએ? મારી પાસે રૂપિયા 2 લાખની રકમ બૅન્કમાં છે. શું મારે હાલ આ રકમનું રોકાણ શૅર કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઇએ કે નહિ?

જવાબઃ જો તમારી પાસે રોકડ હોય અને તમારે રોકાણ કરવું હોય તો લાબાંગાળા માટે કરવું જોઈએ. જો રોકાણ લાંબાગાળાનું હોય તો રોકાણ કરવું.

સવાલઃ માર્કેટ તુટી રહ્યુ છે ત્યારે મારે ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવુ જોઇએ?

જવાબઃ રોકાણ 7 થી 8 વર્ષનું છે જે લાંબાગાળાનું છે. હાલનાં બજારના સ્તરે પરિસ્થિતી ફાયદાકારક હશે.

સવાલઃ મારી ઉંમર 24 વર્ષ છે મને હાલ જ નોકરી મળી છે,હું માસિક રૂપિયા 6 થી 7 હજાર બચાવી શકુ છુ, હું રોકાણ શરૂ કરવા માંગુ છુ હું પહેલી વાર રોકાણ કરવાનો છું અને હાલ માર્કેટ તુટી રહ્યાં છે તો મારે શું કરવું જોઇએ? હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વિચારૂ છુ પણ માર્કેટની સ્થિતીથી ડરૂ છું, મારે શું કરવું જોઇએ?

જવાબઃ માર્કેટની તેજી-મંદીથી ડરવું નહિ. ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરી શકાય. ટુંકાગાળાનું રોકાણ આરડીમાં કરવું જોઈએ.