બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજારઃ વડોદરાએ ગુજરાતની સંસ્કારી નગરી

ના રોજ પ્રકાશિત Sat, 12, 2015 પર 14:01  |  સ્ત્રોત : Moneycontrol.com

વડોદરાએ ગુજરાતની સંસ્કારી નગરી છે, તેને એજ્યુકેશન સીટી તરીકે પણ ઓળખલામાં આવે છે. સયાજીની નગરી છે વડોદરા તો પ્રોપર્ટીનું સારૂં માર્કેટ પણ છે વડોદરા. વડોદરા એ ગુજરાતની એવી જગ્યા છે જેની પ્પોપ્રટીની માંગ અને કિંમત બન્ને સ્થીર છે. વડોદરામાં ઘણા બધા બાંધકામ ચાલી રહ્યાં છે, તેની સામે લોકોની 2 અને 3 બીએચકેના ફલેટ અને બંગલોની માંગ પણ છે. હવે વડોદરાની આસપાસનાં વિસ્તારોનો વિકાસ પણ પુર ઝડપે થઇ રહ્યો છે. અને નામાંકિત બિસ્ડરો પોતાના પ્રોજેક્ટ આ વિસ્તારોમાં બનાવી રહ્યાં છે. તો આજે આપણે વાત કરવાનાં છે વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારની. આ વિસ્તાર માં રહેનારને પ્રાકૃતિક વાતાવરણનો લાભ ત ોમળશે જ સાથે સાથે પ્રોપર્ટીની કિંમત પણ વ્યાજબી હશે.

વડોદરમાં પ્રોપર્ટીનાં ઘણા વિકલ્પો છે. ન્યુ અલ્કાપુરી વિસ્તારમાં પ્રથમ બ્લુયેટની મુલાકાત લઈએ. 11 એકરનાં વિસ્તારમાં ફેલાયેલી સ્કીમ ખૂબ સારી સુવિધા ધરાવતી સ્કીમ છે. પ્રથમ બ્લુયેટનાં સેમ્પલ હાઉસની મુલાકાત લીધી. 2 અને 3 બીએચકેનાં વિકલ્પો છે. 3 બીએચકેની સ્કીમ 2022 ચોરસ ફૂટ વિસ્તારમાં છે અને 2 બીએચકેની સ્કીમ 1418 ચોરસ ફૂટ વિસ્તારમાં છે. 12x17 ચોરસ ફૂટનો લિવિંગરૂમ અને 10X3 ચોરસ ફૂટની અટેચ બાલ્કની છે.

આ સ્કીમના દરેક ફ્લેટમાં કિચન વિશાળ છે કિચન, ડાઇનિંગ એરિયા અને લિવિંગ એરિયા જોડાયેલા છે. 7X10 ચોરસ ફૂટનો ડાઇનિંગ એરિયા છે. સ્ટોરરૂમ અથવા પુજા રૂમ બનાવવાની જગ્યા છે. વૉશિંગ એરિયાની વ્યવસ્થા છે. 10x12.5 ચોરસ ફૂટનો ચિલ્ડ્રન બેડરૂમ છે. બેડ અને સ્ટડી ટેબલની જગ્યા પણ છે. વૉર્ડ રોબ બનાવવની પુરતી જગ્યા આપી છે. સારૂ ઇન્ટિરિઅર બનાવી શકાય. ચિલ્ડ્રન બેડઝ્રમમાં અટેચ વૉશરૂમ પણ છે.

12x13 ચોરસ ફૂટનો બેડરૂમ અને બેડ માટેની પુરતી જગ્યા પણ છે. ટેબલ માટેની પણ યોગ્ય જગ્યા છે. ડ્રેસિંગ ટેબલની વિશેષ જગ્યા આપી છે. ગેસ્ટરૂમ તરીકે ઉપયોગ થઇ શકે છે. આ રૂમમાં 5x7.5 ચોરસ ફૂટનો વૉશરૂમ છે. સુવિધા જનક માસ્ટર બેડરૂમ બનાવવામાં આવ્યો છે. 12x13 ચોરસ ફૂટનો માસ્ટર બેડરૂમ આપવામાં આવ્યો છે.

પ્રથમ ડેવલપર્સના જયંત સંઘવી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ન્યુ અલ્કાપુરી નવો વિકસતો વિસ્તાર છે. કુદરતી વાતાવરણનો લાભ સારો છે અને ખૂબ સારી કનેક્ટિવિટિ છે. શહેરનો વિકાસ આ તરફ છે. વ્યાજબી કિંમતે સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ ડેવલપર્સની હાઇ રાઇઝ સ્કીમ છો. રૂપિયા 33 થી 50 લાખની કિંમત છે. આ સ્કીમમાં આકર્ષક લોકેશન છે. ખૂબ સારી સુવિધાઓ અને પુરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

બાળકો માટે ઘણી પ્રવૃત્તીઓ છે. ક્રિકેટ પિચ અને સ્વિમિંગપુલની સુવિધા આપી છે. વડોદરાનું સૌથી મોટુ ક્લબહાઉસ આપ્યું છે. વડોદરાનું રિયલ ઍસ્ટેટ માર્કેટ સારૂ છે. વડોદરામાં પ્રોપર્ટીની કિંમત વ્યાજબી છે. વડોદરામાં પ્રોપર્ટીની માંગ પણ સારી છે. બાંધકામ ફેઝ પ્રમાણે ચાલે છે. 2 થી 2.5 વર્ષમાં પ્રોજેક્ટ પુરો થશે. બાસ્કેટ બૉલ કોર્ટ અને સ્કેટિંગ રિંગની સુવિધા આપી છે. જીમની સુવિધા બૅડમિન્ટન કોર્ટની સુવિધા છે. મીની થિએટરની વ્યવસ્થા અને મનોરંજન માટેનું સારૂં આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટીમ બાથ અને સ્પાની પણ સુવિધા આપી છે. ગેસ્ટરૂમની વ્યવસ્થા કિડસ રૂમની સુવિધા છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ કર્યા છે. બૅડ મુકવાની જગ્યા અને કબાટ બનાવવાની જગ્યા આપી છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ટીવીની અલગ જગ્યા રાખવામાં આવી છે. હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા આપી છે. મોડ્યુલર કિચન બનાવી શકાય.


વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અને ગ્રેનાઇટ પ્લેટફોર્મ આપ્યું છે. ક્લબ હાઉસની સુવિધા અને લાઇબ્રેરીની સુવિધા આપી છે. ઇનડોર ગેમની વ્યવસ્થા છે. બેંક્વિટ હોલની સુવિધા પણ છે. મીની થિએટરની સુવિધા પણ છે. સુંદર ગાર્ડનની સુવિધા અને સિનીયર સિટિઝન ગાર્ડન આપ્યું છે. સ્કેટિંગ રિંગની સુવિધા અને જોગિંગ ટ્રેકની સુવિધા આપી છે. આઉટ ડોર ગેમ માટે પુરતી જગ્યા આપી છે.

ગુજરાતની સંસ્કારી નગરી તરીકે વડોદરા શહેર પ્રખ્યાત છે. એજ્યુકેશનસિટી વડોદરા અને વડોદરાનું પ્રોપર્ટીનું માર્કેટ સારૂ છે. વડોદરામાં થઇ રહ્યાં છે ઘણા બાંધકામ. ઝડપથી વિકસતા આસપાસનાં વિસ્તાર છે. ઘણા બિલ્ડરોનાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પ્રાકૃતિક વાતાવરણનો લાભ લઈ શકાય અને વ્યાજબી કિંમતમાં પ્રોપર્ટી ઉપલબ્ધ છે.

સુવિધા
પહેલા તબક્કાનું કામ પુર્ણ થયું. ઉત્તમ ક્લબહાઉસ સુવિધા છે. સભ્યોને અપાશે રેડિયોટેગ. આખો વિસ્તાર સીસીટીવી કવરેજ હેઠળ છે. 2 બીએચકેની કિંમત રૂપિયા 33 લાખથી શરૂબીએચકેની કિંમત રૂપિયા 48 લાખથી શરૂ થાય છે.

વડોદરાનું પ્રથમ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે શહેરનું નામાંકિત ગ્રુપ રહ્યું છે. વર્ષ 1997માં શરૂ થયા બાદ પણ ઝડપથી આગળ વધતું રહ્યુ છે. છેલ્લાં બે દાયકામાં ગ્રુપ 1 મિલિયન સ્કેવર ફીટ જગ્યાનો વિકાસ કરવામાં આવ્યું છે. રેસિડેન્શિયલ ક્ષેત્રે તેમના દ્વારા નિર્માણ થયેલાં પ્રોપર્ટીમાં 1500 પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે.


આ ગ્રુપ તરફથી પ્રોપર્ટીના નિર્માણમાં ખાસ ગ્રાહકોની લકઝરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રથમ ગ્રુપનો લક્ષ્યાંક રહ્યો છે કે તેમના ગ્રાહકો તેમના વિકાસમાં ભાગીદાર બને. આ જ ગ્રુપની આજે આપણે પ્રથમ બ્લુયેટ સ્કીમની મુલાકત લઇ રહ્યા છીએ. 11 એકરમાં ફેલાયેલી આ સ્કીમમાં 2 અને 3 બીએચકે ફ્લેટ્સ આપવામાં આવ્યા છે.


સાથે જ પ્રથમ ગ્રુપનો દાવો છે કે ફ્લેટની સ્કીમમાં જે ક્લબ હાઉસની સુવિધા આપવામાં આવી છે. તે પ્રકારની સુવિધા શહેરના અન્ય કોઇ ફ્લેટની સ્કીમમાં પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા આપવામાં આવી નથી. આ ઉપરાંત ટ્રાય એન્ડ બાયનો એક નવીનતમ વિચાર પણ આ ગ્રુપ તરફથી લાવવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકને મકાન ખરીદવું હોય કે નહીં તે પ્રથમ બ્લુયેટમાં આવીને બે દિવસ રહી શકે છે અને જો ત્યારબાદ તેમને પસંદ પડે તો ચોક્કસ ખરીદી કરી શકે તેમ છે. આ ઉપરાંત કિંમત પણ અફોર્ડેબલ રેન્જમાં રહી છે.

પ્રથમ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે શહેરનું નામાંકિત ગ્રુપ છે. પ્રથમ ગ્રુપની શરૂઆત 1997માં થઈ હતી. ગ્રુપ દ્વારા 1 મિલિયન સ્કેવર ફીટ જગ્યાનો વિકાસ થયો. ગ્રાહકોની લકઝરી અને સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું વડોદરાનું સૌથી સારૂ ક્લબહાઉસ છે. ટ્રાય એન્ડ બાયનો નો વિકલ્પ ઉપલબ્ધ છે.