બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને મંજૂરી

ના રોજ પ્રકાશિત Tue, 15, 2015 પર 10:49  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાં કમાવવા જેટલું મુશ્કેલ કામ છે એટલું જ અથવા એથી પણ વધારે મુશ્કેલ છે મહેનતથી કમાયેલા તે નાણાંને બચાવી એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. અને કંઇક એવી જ નાની મોટી આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતું હોય છે.

મની મેનેજરમાં આજે - સોના પર કેબિનેટનો નિર્ણય - ગોલ્ડ મોનેટાઈઝેશન , ગોલ્ડ સ્કીમ - શું છે પર્સનલ ફાઈનાન્સ સાથે સંબંધ. ગયા સપ્તાહમાં ગોલ્ડ સ્કિમ્સમાં ખુબ મોટો નિર્ણય લોવાયો છે, કેબિનેટે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ, ગોલ્ડ ડિપોઝીટ સ્કીમને લીલી ઝંડી આપી છે.

આ ઉપરાંત સરકાર રૂપિયા 15000 કરોડનાં ગોલ્ડ બોન્ડ પણ લાવશે. તેવી પણ જાણકારી મળી છે. આ ઉપરાંત આ સ્કીમમાં જે વ્યક્તિ સોનું જમા કરાવશે તેને 2.5 ટકા વ્યાજ પણ મળશે. ખુબ જ આકર્ષક દેખાતી આ સ્કીમ કેવી છે, તમારા પર્સનલ ફાઈનાન્સ અને ઈનવેસ્ટમેન્ટ પોઈન્ટ ઑફ વ્યુહ, તેના વિશે માહિતી મેળવીશું. ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.

કેબિનેટે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ, ગોલ્ડ ડિપોઝીટ સ્કીમને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત સરકાર રૂપિયા 15000 કરોડનાં ગોલ્ડ બોન્ડ પણ લાવશે. આ સ્કીમમાં સોનું જમા કરાવનારને 2.5 ટકા વ્યાજ મળશે. આ વ્યાજનો દર સમયે સમયે નક્કી કરવામાં આવશે. આ સ્કીમ મુજબ સોનાની ઈંટ, બિસ્કીટ અને સિક્કા જમા કરાવી શકશે. તો ગોલ્ડ બોન્ડ અંગે નાણાં મંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે બેન્ક અને એનબીએફસી ગોલ્ડ બોન્ડ જાહેર કરી શકશે. ગોલ્ડ બોન્ડ પર લોન પણ મળી શકશે.

કેબિનેટનો નિર્ણય નવી ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ વર્તમાન સ્કીમમાં ફેરફાર 30 ગ્રામ સુધી સોનું જમા કરાવી શકાશે. ઘરેણા,સોનાના સિક્કા સહિત અન્ય સોનાનાની આઈટમ જમા કરી શકાશે. યોજના હેઠળ ગ્રાહકનું બચત ખાતુ ખોલવામાં આવશે. ત્રણ અલગ-અલગ સમય સીમા માટે સોનું જમા કરવાની છૂટ. શોર્ટ ટર્મની અવધિ 1-3 વર્ષની મીડિયમ ટર્મ 5-7 વર્ષ. લોન્ગ ટર્મની અવધિ 12-15 વર્ષની. સમય પહેલા સોનું પાછું લેવા પર પેનલ્ટી ચૂકવવી પડશે. શોર્ટ ટર્મ માટે વ્યાજના દર વૈશ્વિક લીઝ રેટના આધારે નક્કી કરાશે. મધ્યમ અને લાંબાગાળાના દર રિઝર્વ બેન્કની સલાહના આધારે નક્કી કરાશે. શોર્ટ ટર્મ ડિપોઝીટમાં ગ્રાહકને સોનું કે કેશ કાઢવાની છૂટ. માધ્યમ અને લાંબાગાળાની ડિપોઝીટ માટે માત્ર કેશ કાઢવાની છૂટ. ગોલ્ડ રિઝર્વ ફંડ બનાવવામાં આવશે. સોનાનો ઉપયોગ લિલામી, આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ, સોનાના સિક્કા માટે થશે.

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ -ઘરમાં પડેલું સોનામાંથી ફાયદો કરવા માટેનો અન્ય વિકલ્પ છે. લોકો આ સ્કીમમાં સોનું રાખી થતાં વ્યાજમાં ટેક્સ વળતર પણ મેળવી શકશે. આજે સોનું આપણા દેશમાં આશરે વાર્ષિક 900થી 1000 ટનની આયાત થાય છે. દેશના એક સાથે વધારે નાણાં સોનામાં ખર્ચ થાય છે. આ મોટા જથ્થા વાળું સોનું લોકોના ઘરમાં જ રહે છે. સરકાર આ સોનું વ્યાજ પર અથવા વેચી સોનાના વેપારીઓને આપે છે. સરકાર આ સોનું વ્યાજ પર અથવા વેચી સોનાના વેપારીઓને આપે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી દેશને ખુબ ફાયદો થશે. આ સ્કીમ માટે એક બૅન્ક એકાઉન્ટ ખોલોવવું પડશે. આ સ્કીમમાં સોનાની ગીની, દાગીના તેમજ બિસ્કીટના ઝ્રપમાં આપી શકાય છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું રાખવું પડશે.

આ એકાઉન્ટમાં KYC પ્રોસેસ થાય છે. સોનું રોકતા પહેલા તેની ચકાસણી કરવામાં આવશે. આ સોનું ટર્મ પ્રમાણે રોકી શકો છો. આ સ્કીમમાં જે એકાઉન્ટ ખોલવામાં આવશે તેને મેટલ એકાઉન્ટ કહેવામાં આવશે. આ સ્કીમમાં રોકાયેલું સોનું ગાળી લેવામાં આવે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું રોકાણ 1 વર્ષનું કરવામાં આવે છે. આ રોકાણને ટેક્સ ફ્રિ રોકાણ કહી શકાય.


હાલના નિયમો અને જાહેરાતો અનુસાર આ સ્કીમમાં કોઈ ટેક્સ નહિં લાગે. આ સ્કીમમાં KYC થશે માટે દરેક માહિતી મળી જશે. માત્ર ભારતીય નાગરિકો જ આ સ્કીમમાં રોકાણ કરી શકશે. માત્ર ભારતીય નાગરિકો જ આ સ્કીમમાં રોકાણ કરી શકશે.

સોનાના બોન્ડમાં રોકાણ કરી શકાય છે. બૅન્ક, એનબીએફસીએસ અને એનએસસી પાસેથી આ બોન્ડ લઈ શકાશે. આ બોન્ડની સામે લોન પણ મળી શકશે. આ બોન્ડ માર્કેટમાં ટ્રેડ પણ કરી શકાશે.