બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો ક્યાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 16, 2015 પર 10:46  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કેર્ન ઇન્ડિયા/વેદાન્તા
એનએસઈ અને બીએસઈએ વેદાંતા અને કેર્ન ઇન્ડિયાના મર્જરને મંજૂરી આપી.

સન ફાર્મા
યુએસની કંપની ઈનસાઈટ વિઝન ખરીદવાની દોડમાં સામિલ. યુએસની કંપની ઈનસાઈટ વિઝને રૂપિયા 300 કરોડમાં ખરીદી શકે છે. 2014માં ઈનસાઈટ વિઝનની આવક રૂપિયા 55 કરોડ રહી હતી.

નેટ્કો ફાર્મા
ક્યૂઆઈપી માટે ઈશ્યૂ પ્રાઈસ રૂપિયા 2,130.55 પ્રતિ શેર નક્કી કર્યો. ક્યૂઆઈપી ઈશ્યૂ પ્રાઈસ 5%ના ડિસ્કાઉન્ટ પર.


સદભાવ ઈન્ફ્રા લિસ્ટિંગ
આઈપીઓ 2.22 ગણો સબ્સક્રાઈબ થયો હતો, ઈશ્યૂ પ્રાઈસ રૂપિયા 103 પ્રતિશેર. સદભાવ એન્જિનિયરિંગની સબ્સિડિયરી કંપની છે.

મણપ્પુરમ ફાઈનાન્સ 
ડબ્લ્યુએફ એશિયન ફંડે રૂપિયા 24.61 પ્રતિ શેર પર 1.47 કરોડ શૅર્સ ખરીદ્યા.

ઓએનજીસી
બંગાળની ખાડીમાં આવેલા કેજી-ડી5 બ્લોકમાં 13મા ઓઇલ ફીલ્ડની શોધ કરી. ઓએનજીસી વિદેશે ઇરાનના ફરઝાદ-બી ઓઇલફીલ્ડ માટે ડૉલર 10 બીએનનો પ્રસ્તાવ મૂક્યો.