બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતના જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2015 પર 17:34  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર.

મની મૅનેજરના આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ અમારા અને તમારા favourite segment પર અને તે છે તમારા સવાલ અને અમારા જવાબ. વધારે વાતો ન કરતા આપણે સ્વાગત કરીએ આપણા આજના સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશરનું.

સવાલઃ નિમેષભાઈ જોષી પુછે છે રાજકોટથી, મારી ઉંમર 23 વર્ષની છે, મારા પત્નીની ઉંમર 24 વર્ષની છે, અમારે એક 3 મહિનાની દિકરી છે, મારી માસિક આવક રૂપિયા 20,000 છે, મારા માસિક ખર્ચાઓ બાદ થતાં મારી બચત રૂપિયા 5 હજાર છે, જેમાંથી મારે મારા પરિવારનો મેડિકલ ઈન્શ્યોરન્સ કરાવવો છે, તેમજ રૂપિયા 30 લાખ સુધીનો ટર્મ પ્લાન લેવો છે, તો મારે ક્યાં પ્લાનમાં રોકાણ કરવું જોઈએ?

જવાબઃ નિમેષભાઇને સલાહ ટર્મ ઇન્શ્યોરન્સ ની પસંદગી યાોગ્ય છે. ઇન્શ્યોરન્સનાં બધા ફોર્મ યોગ્ય ભરવા.

સવાલઃ અનુપ પંચાલ હિમ્મતનગરથી, તેઓ પુછે છે, મારી ઉંમર 20 વર્ષની છે, મેં પોકેટમની માંથી બચત કરી રૂપિયા 12,000 બચાવ્યા છે, તો મારે એફડી કે મ્યુચ્યુઅલ ફંડ શું કરવું?

જવાબઃ અનુપભાઇને સલાહ ઇક્વિટીફંડમાં રોકાણ કરી શકાય. રૂપિયા 1000 થી પણ રોકાણની શરૂઆત કરી શકાય. 30 વર્ષ બાદ 30 લાખની બચત થઇ શકે. બ્લુચીપ ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલઃ સંગીતા જાની સુરેન્દ્ર નગરથી લખે છે, મારી પાસે એલઆઈસી જીવન સરલ પ્લાન છે, આ પ્લાન મારે સરંડર કરવો છે, જેમાં અમુક રૂપિયા કરાયા બાદ રૂપિયા 75,000 મળી શકે છે, જેનાથી મારે હોમલોન પ્રિપેમેન્ટ કરવાની છે, પરંતુ મને એવી માહિતી મળી છે કે એલઆઈસી પર લોન લઈએ તો, મારે રૂપિયા 65,000 મળશે, અને મારી પોલિસી પણ ચાલુ રહેશે તો શું આ કરવું યોગ્ય રહેશે?

જવાબઃ સંગીતાને સલાહ જીવન સરલને સરન્ડર કરવાનો નિર્ણય સાચો છે. આવી પોલિસી રોકાણ અને સુરક્ષાનું મિશ્રણ છે. નવી લોન ન લેવી જોઇએ.

સવાલઃ અમદાવાદથી દિક્ષિતકુમાર છાસઠિયા પુછે છે, હાલ હું એમએનસી કંપનીમાં કામ કર્ઝ છું અમદાવાદ ખાતે, અને હું મની મૅનેજર દરરોજ જોવ છું, મને એસઆઈપી વિશે વધારે જાણવું છે હાલની મારી આવક રૂપિયા 51,000 છે, જેમાંથી હોમલોનની ઈએમઆઈ કપાય છે, ઉપરાંત મેં પીપીએફમાં રોકાણ કર્યું છે, તેમજ મ્યુચ્યુઅલ ફંડ ની એસઆઈપી સ્કિમમાં પણ રોકાણ કરવાની ઈચ્છા છે, તો કંઈ સ્કિમમાં રોકાણ કરી શકાય? અને રોકાણ કેટલા ગાળા માટે કરવું જોઈએ? આઈસીઆઈસીઆઈ ફોકસ્ડ બ્લુચિપ ફંડ, એચડીએફસી ટોપ 200, યુટીઆઈ ઈક્વિટી ફંડ માંથી ક્યા ફંડમાં રોકાણ કરવું જોઈએ? અને કયાં સુધીમાં શ્રેષ્ઠ વળતર મળી શકે.

જવાબઃ દિક્ષિતભાઇને સલાહ રોકાણ નાણાંકિય ધ્યેયને આધારે કરવું. 20%નું રોકાણ એસઆઈપીમાં કરવુ જોઇએ. ઇક્વિટીમાં જોખમ વધુ છે તેમાં હાલ રોકાણ ન કરવું. લાર્જકેપ, મિડકેપ અને બૅલેન્સફંડમાં રોકાણ કરવું.

સવાલઃ થોડા સમય પહેલા સમાચાર જોયા કે બેન્કની લોન પરનું વ્યાજ ઓછું થયું છે, તો મારી પાસે એચડીએફસીની હોમ લોન છે, તો શું મને ઘટાડાનો લાભ મળી શકે? તેમજ આ લાભ મેળવવા શું કરવું જોઈએ?

જવાબઃ કમલભાઇને સલાહ હાલ લોનનાં વ્યાજ દર ઘટ્યા છે. બૅન્કએ આપોઆપ જ વ્યાજદર ઘટાડવા જોઇએ. બૅન્કની શાખામાં જઇ પુછપરછ કરી શકાય છે. ફ્ક્સિ રેટ લોન હશે તો ઘટાડાનો લાભ મળશે નહિ. ફ્લોટિંગ રેટ લોન હશે તો તમને ઘટાડાનો લાભ મળશે.

સવાલઃ મારે જાણવુ છે આપણે જ્યારે લોન લઈએ ત્યારે જે સિબિલસ્કૉર જે કાઉન્ટ કરે છે તે કઈ રીતે કરે છે અને તેની લોન પર શું અસર પડે છે?

જવાબઃ અમિતભાઇને સલાહ સિબિલએ ક્રેડિટ માહિતી આપતી કંપની છે. સિબિલએ ક્રેડિટ સ્કોર આપે છે. ક્રેડિટ સ્કોર 750 જેટલો હોયતો લોન સરળતાથી મળે છે. જો ક્રેડિટસ્કોર ઓછો લાગે તો સુધારવાના પ્રયાસો કરવા. બિલની ચુકવણી યોગ્ય સમયે ન થાય તો ક્રેડિટ સ્કોર બગડે છે. બૅન્કમાં ફોનનંબર ધ્યાન રાખી સાચા જ આપવા. ઈએમઆઈ પણ યોગ્ય સમયે ભરવા જોઇએ.