ટૅક્સ પ્લાનિંગઃ પીપીએફ અંગેની જાણકારી

ના રોજ પ્રકાશિત Fri, 18, 2015 પર 17:44  |  સ્ત્રોત : Moneycontrol.com

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રોકાણોનો બેતાજ બાદશાહ છે.કોઇપણ કરદાતાં કે રોકાણકારે શ્રીગણેશ કરવા જોઇએ પીપીએફની સાથે. પીપીએફ આમ તો 15 વર્ષ સુધીની રોકાણ યોજના છે. જેમાં આપે નિયમિત રોકાણ કરતાં રહેવું જોઇએ. નાણાંકીય વર્ષ દરમિયાન ઓછામાં રૂપિયા 500 થી રૂપિયા 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો. કોઇપણ વ્યક્તિ પોતાનું પીપીએફનું ખાતુ પોતાના નામે ખોલાવી શકે.


તેમજ તેમના સગીર સંતાનના વાલી તરીકે પણ ખાતુ ખોલાવી શકાય છે. નાણાંકીય વર્ષ દરમિયાન 1થી 12 સુધીના હપ્તામાં રોકાણ કરી શકો છો. પીપીએફમાં રોકાણ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની માન્ય બેન્ક અને. તમામ રાષ્ટ્રીયકૃત બેન્ક અને પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકો છો. એક વ્યક્તિ કે એક સગીર વયના સંતાનના નામે એક જ ખાતુ ખોલાવી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઉપર મળતું વ્યાજ પ્રથમ દ્રષ્ટ્રીએ આકર્ષક નહીં લાગે હાલ 8.7 ટકા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે નાણાંકીય વર્ષની શરૂઆતમાં વ્યાજનો દર. તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ માસિક ધોરણે ચૂકવવામાં આવે છે.


પીપીએફ ઉપર મળવાપાત્ર વ્યાજ તમારૂ રોકાણ મહિનાની જો 1થી 5 તારીખ સુધીમાં. રોકાણ કરો તો આખા મહિનાનું વ્યાજ મળે છે. જો આ તારીખ પછી રોકાણ જમા કરાવો છો તો તમને વ્યાજ આગામી મહિનાથી મળશે. ચેક દ્વારા જો પીપીએફમાં રોકાણ કરો તો તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે. મહિનાની 1થી 5 તારીખમાં ચેકનું રિયલાઇઝેશન થઇ જાય.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રોકાણ સાથે આવકવેરાની કપાતનો લાભ આકર્ષક રહે છે. પીપીએફ ઉપર મળતું વ્યાજ આવકવેરા કાયદાની કલમ 10 પેટા કલમ 11 હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણવામાં આવે છે. પીપીએફમાં જે રોકાણ કરો છો તે આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ બાદ મળે છે. પીપીએફમાં જો લગ્નસાથી માટે રોકાણ કરવામાં આવે છે તો તેને પણ કલમ 80સી હેઠળ બાદ મેળવી શકાય છે.


સગીર ઉપરાંત પુખ્ત વયના સંતાનના પીપીએફ ખાતામાં રોકાણ કરો તો પણ તેના પર રોકાણ કરનારને આવકવેરા કપાતનો લાભ મળી શકે છે. હિન્દુ અવિભક્ત કુંટુંબ કે એનઆરઆઇ માટે પીપીએફમાં રોકાણ કરવાની છૂટ હતી પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી આ બંનેને નવું રોકાણ કરવાની છૂટ નથી. આવકવેરા કાયદા અનુસાર એચયુએફ જો તેમના સભ્યના ખાતામાં જો પીપીએફનું. રોકાણ કરે તો તેને આવકવેરા કપાતનો લાભ મળી શકે છે.

એક ઉદાહરણ દ્વારા આપણે આ પ્રશ્નનો જવાબ લઇશું. ધારો કે આપ આવકવેરાના 30.9 ટકાનો ઇન્કમટેક્સ રેટ છે. જેમાં આપે રૂપિયા 1.5 લાખનું રોકાણ કર્યું છે. આ રોકાણ પર 8.7 ટકાનું વ્યાજ લેખે 13,050 મળે છે જે આપને માટે કરમુક્ત રહેશે. જો તેના પર કરવેરો લાગે તો રિટર્ન ઓછું થાય છે એટલે કરમુક્તિને બાદ કરતાં આપને 12.59 ટકા લેખે વ્યાજ મળ્યું ગણાય.


પીપીએફમાં રૂપિયા 1.5 લાખનું રોકાણ કર્યુ હોય અને 30.9 ટકાના ટેક્સ સ્લેબમાં રૂપિયા 46 હજારની તમારી કર બચત થાય છે. અર્થાત બચત બાદ કરો તો રૂપિયા 1.5 લાખમાં આપનું વાસ્તિક રોકાણ રૂપિયા 1.03 લાખ થાય. જો વ્યાજની કરમુક્તિ અને રોકાણની કરમુક્તિની ગણતરી કરો તો 18.22 ટકા ઇફેક્ટીવ ટેક્સ રિટર્ન ગણી શકાય.

આપને ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે જેમ બર્થ સર્ટીફિકેટ નોંઘવવો છો તેની સાથે જ પીપીએફનું ખાતુ ખોલાવી દો. બાળકના જન્મ સમયે પીપીએફનું ખાતુ ખોલાવવા માટે ફક્ત બર્થ સર્ટિફિકેટ જ રજૂ કરવાનું રહે છે. આ બાળકના ખાતામાં વાર્ષિક રૂપિયા 1.5 લાખનું રોકાણ કરો તો તેના ઉપર વધતું વ્યાજ અને તેના ઉપર કોઇ કર ચૂકવ્યા વગર 18 વર્ષે રૂપિયા 65.38 લાખની મૂડી તમારા સંતાન માટે ઉભી કરી શકશો. આ ગણતરીમાં વ્યાજનો દર 8.7 ટકા છે જો આમાં વ્યાજનો દર વધે છે તો રકમ વધી શકે છે.પીપીએફ કેપિટલ ઉભી કરવા અને કરવેરા આયોજન માટે મહત્ત્વની યોજના છે.

6 વર્ષ સુધી પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 3થી 6 વર્ષ દરમિયાન તમે લોન લઇ શકો. જેમાં લોન લેવાના પહેલાના બે નાણાંકીય વર્ષના અંત સુધીમાં જે રકમ જમા હોય તેની 25 ટકા એમાઉન્ટ લોન તરીકે મળે. આ લોન પર તમને જે વ્યાજ મળવાપાત્ર છે તેના ઉપર બે ટકાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિફરન્ટ તરીકે આપવો પડે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 4 વર્ષ પછી જમા રકમનો 50 ટકા ઉપાડ કરી શકો છો. પીપીએફમાં 15 વર્ષ પછી પણ જો તમારૂ રોકાણ ચાલુ રાખવું હોય તો રાખી શકો છો. જો કે 15 વર્ષ બાદ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 5-5 વર્ષના બ્લોકમાં રોકાણ કરી શકો છો.