બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ આર્થિક આયોજનની જરૂરીયાત

ના રોજ પ્રકાશિત Tue, 22, 2015 પર 09:55  |  સ્ત્રોત : Moneycontrol.com

આપણા જીવનની ઘણી બધી ચિંતાઓ નાણાં સાથે જોડાયેલી હોય છે. આજે જો આપણા નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપો-આપ દૂર થઈ જતું હોય છે. તમારા નાણાંકીય આયોજનમાં મદદરૂપ થઈ શકે છે તેવા એક નવા વિષય પર ચર્ચા કરીશું. આજે નાણાંની આર્થિક આયોજનની જરૂરિયાત, સામાન્ય રીતે થતી ભૂલો અને ધ્યાનમાં રાખવાના મુદ્દા પર ચર્ચા કરીશું. આ અંગે માહિતી મેળવશુ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર કલ્પેશ આસરની પાસેથી..

કલ્પેશ આસરના મતે દરેકને આર્થિક આયોજનની જરૂર હોય છે. આર્થિક આયોજન ઘણી ખોટી માન્યતાઓને કારણે નિષ્ફળ જાય છે. ઘણી વાર ભૂલો પર પુરતું ધ્યાન નથી અપાતું. આર્થિક આયોજન ન થવાનું એક કારણ આળસ પણ છે. ફાઈનાન્શિયલ પ્લાનરના અનુભવનો લાભ લઈ શકાય છે. સમયનો અભાવ એ મુખ્ય કારણ છે આયોજનનું અભાવનું.

કલ્પેશ આસરના મુજબ 25 થી 30 વર્ષમાં નાણાં બચતની અને રોકાણની ક્ષમતા વધુ હોય છે. 30 થી 40 વર્ષમાં આવક વધે છે પરંતુ જરૂરિયાત પણ વધે છે. 40 થી 50 વર્ષમાં આવક સૌથી વધુ હોય છે. આ સમયે બાળકોના લ્ગન, નિવૃત્તી જેવા ઘણા સવાલો હોય છે. 25 થી 30 વર્ષમાં રોકાણની શરૂઆત થવી જોઈએ. 30 વર્ષે શરૂ કરે તો માસિક 14,165 રૂપિયાનું રોકાણ કરવુ પડે. 40 વર્ષે શરૂ કરે તો માસિક 50 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે. 50 વર્ષે શરૂ કરે તો માસિક 2 લાખ 15 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આજમા જીવો, કાલનું કાલ પર આ ખોટી માન્યતા છે.

કલ્પેશ આસરનું કહેવું છે કે આર્થિક આયોજનથી ઈચ્છાઓને યોગ્ય સમયે પુરી થઈ શકે છે. મને બધુ આવડે આ પણ એક ખોટી માન્યતા છે. ફાઈનાન્શિયલ પ્લાનરની સલાહ લેવી જોઈએ. ભવિષ્ય આજ જેવું જ છે એવુ માની લઈ ન ચાલી શકાય. આર્થિક આયોજનમાં રિસ્ક મેનેજમેન્ટ પણ થતું હોય છે. જાણકારીનો અભાવએ આયોજન નિષ્ફળ થવાનું એક કારણ હોય છે.


ફાઈનાન્શિયલ પ્લાનરની ફી આપવા ઘણા લોકો પસંદ કરતા નથી. ફાઈનાન્શિયલ પ્લાનર તમારા ફાઈનાન્શિયલ ડૉક્ટર છે. માસિક 10 હજાર રૂપિયાનું રોકાણ લાંબા ગાળા સુધી થાય તો 7 કરોડ રૂપિયાનું ભંડોળ બની શકે છે.