બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ મેળવો તમારી સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Wed, 23, 2015 પર 08:28  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર અને સુરક્ષા આ તમામ પાસાઓ એટલે પર્સનલ ફાઈનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપનાર મની મેનેજરમાં દર્શકોના પ્રશ્નોને નિવારવા મદદ કરીશું અને સતત નવા વિષયની માહિતી સાથે તમામ પ્રશ્નોના જવાબ મેળવતા આવ્યા છો. અને આજે પણ તામારા સવાલના જવાબ આપવા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

સવાલઃ એસઆઈપીમાં રોકાણ કરવા માટે સલાહ આપશો અને આઈસીઆઈસીઆઈ બેંકમાં અકાઉન્ટ છે તો મારે ઈક્વિટીની અંદર 2000 રૂપિયાનું રોકાણ કરવું છે. તો કયો પ્લાન લેવો જોઈએ?

જવાબઃ રોકાણ ધ્યેયને આધારે કરવું જોઈએ. 10 વર્ષના લાંબા ગાળા માટે ઈક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય છે. લાર્જકેપ ફંડમાં રોકાણ કરી શકાય છે. ફંડ વિશે દરેક માહિતી મેળવી લેવી.

સવાલઃ હાલમાં તેમની માસિક આવક 26 હાજર રૂપિયા છે. 6 મહિના પછી લગ્ન માટે 1 લાખ રૂપિયા જોઈએ છે. 3 વર્ષ પછી ઘર લેવું છે. કઈ રીતે કરવું રોકાણ?

જવાબઃ ડેટ બેઈઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. ઘર માટે ડેટ અને ઈક્વિટીના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. ઘર માટે હોમલોન લઈ શકાશે.

સવાલઃ મે 2012માં રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ કેશફ્લોમાં પૉલિસી લીધેલી છે. અને વાર્ષિક 20,000 રૂપિયા છે અને 2025માં ડ્યૂ થાય છે તો બહાર નીકળવું હોય તો શું કરવું?

જવાબઃ પૉલિસી લેતા પહેલા ટર્મસ વાંચવા ખુબ જ જરૂરી છે. ઈન્શ્યોરન્સમાં ટર્મ પ્લાન લેવું જોઈએ. ટર્મ પ્લાન સારી સુરક્ષા આપે છે. ટર્મ પ્લાનનું પ્રિમિયમ ઓછું હોય છે.

સવાલઃ મારી ઉંમર 26 વર્ષ, નિવૃત્તી સમયે 1 કરોડ રૂપિયાનું ધ્યેય છે. પીએફથી તેમને 30 લાખ રૂપિયા મળશે. પીપીએફમાં માસિક 500 રૂપિયા રોકી રહ્યા છે. આરડીમાં 3 વર્ષ માટે 1500 રૂપિયા રોકે છે. તો 1 કરોડ રૂપિયાનો ધ્યેય પુરો કરવા કેટલું અને ક્યાં રોકાણ કરવું?

જવાબઃ નાની ઉંમરે રોકાણ શરૂ કરવું ખૂબ જ સારૂં છે. આરડી સિવાયના રોકાણ ચાલું રાખો. ઈક્વિટીમાં રોકાણ કરી શકાય છે.

સવાલઃ ટેક્સ સેવિંગ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. 96 હજાર રૂપિયા ઈએલએસએસમાં રોકવા માંગુ છું તો આ અંગે સલાહ આપશો?

જવાબઃ ટેક્સ માટેનું રોકાણ પણ ધ્યેય પ્રમાણે કરવું જોઈએ. ધ્યેય લાંબા ગાળાના હોય તો ઈક્વિટી લીંક સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકાય છે. ઈએલએસએસ લેતા પહેલા પુરતી જાણકારી મેળવવી. મોટી રકમ રોકવી નહીં.