બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ક્રેડિટકાર્ડ લાભ-ગેરલાભ

ના રોજ પ્રકાશિત Tue, 29, 2015 પર 10:42  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મેનેજરમાં આજે ક્રેડિટકાર્ડનો યોગ્ય ઉપયોગ. ક્રેડિટકાર્ડ વાપરતી વખતે રાખવાની કાળજીઓ. શું છે ક્રેડિટ કાર્ડનાં ફાયદા.

આજના જમાનામાં ક્રેડિટ કાર્ડથી કોઇ અજાણ નથી. મોટાભાગનાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક ક્રેડિટ કાર્ડને નાણાંકિય વ્યવહારનો સૌથી સરળ માર્ગ માને છે તો કેટલાક લોકો ક્રેડિટ કાર્ડથી દુર રહેવાનું પસંદ કરે છે. તેમના મતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એટલે ઉધારીનું જોખમ. પણ જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ ખરેખર ખૂબ લાભદાયક છે પણ જો તેનો ઉપયોગ, વગર વિચારે બેફામ રીતે થાય તો એ નુકસાન કારક છે. માટે જ ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરતા પહેલા, એના વિશેની માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. તો આજે આ જ ટોપિક પર ચર્ચા કરવા આપણી સાથે છે, ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.

ક્રેડિટકાર્ડ એક પ્રકારની લોન છે, તમારા નાણાંકિય વ્યવહાર પહેલા થાય છે. અને લગભગ 30 દિવસમાં તમારે આ રકમ ચુકવવાની હોય છે. 30 દિવસ પછી તમને વ્યાજ ભરવું પડે છે. ડેબિટકાર્ડના ઉપયોગથી તમારા ખાતામાંથી નાણાં કપાય છે. ક્રેડિટ કાર્ડની લિમિટ ઈન્શ્યુઅર નક્કી કરે છે. ડેબિટકાર્ડ બૅન્ક ખાતા સાથે જોડાયેલ છે. ક્રેડિટ કાર્ડનું બીલ ન ચુક્વાયતો ભરવાની થતી રકમ પર વ્યાજ લાગે છે. ડેબિટકાર્ડ પર કોઈ વ્યાજ નથી લાગતુ કારણ કે અહિ ઉધારની સ્થિતી નથી. તમારી ક્રેડિટ હિસ્ટરીથી તમને ક્રેડિટકાર્ડ મળશે કે નહિ તે નક્કી થાય છે. સારી ક્રેડિટ હિસ્ટરીથી તમારૂ ક્રેડિટ રેટિંગ સુધરે છે.


ક્રેડિટકાર્ડની ઓવરડ્રો ફી ડેબિટકાર્ડની સરખામણીએ ઓછી હોય છે. ક્રેડિટકાર્ડનાં ઉપયોગથી દેશ કે વિદેશમાં મોટી રકમ સાથે રાખવાની જરૂર નથી. ક્રેડિટકાર્ડથી ખરીદી ખૂબ સરળ બની છે. ક્રેડિટકાર્ડ ઈમરજન્સીનાં સંજોગોમાં ખૂબ ઉપયોગી થઈ શકે. ક્રેડિટકાર્ડથી તમારા ખર્ચનો હિસાબ તમે નિયમિત જાણી શકો છો. ક્રેડિટકાર્ડ ખૂબ સુરક્ષિત છે, ખોવાવાનાં સંજોગોમાં તેને બ્લોક કરાવી શકાય. ક્રેડિટકાર્ડનાં વપરાશ પર ઘણી સ્કીમ અને ડિસ્કાઉન્ટનો લાભ મળે છે.


ક્રેડિટ કાર્ડના વપરાશથી તમે કોઈ પણ સમયે અને કોઈપણ જગ્યાથી ખરીદી કરી શકો છો. ક્રેડિટ કાર્ડનો ઊપયોગ સમજીને કરવો અને ચુકવણી યોગ્ય સમયે કરવી. તમારી જરૂરિયાત અને ખર્ચની આદતને સમજી, આયોજન કરી ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરો. જો તમે વધુ પ્રવાસ કરતા હો તો એરફેર પર ડિસ્કાઉન્ટ આપતા ક્રેડિટકાર્ડ પસંદ કરો. તમે વધુ ખરીદી કરતા હો તો એકથી વધુ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરો. ક્રેડિટકાર્ડનાં ઉપયોગથી તમે દરેક ખર્ચની નોંઘણી રાખી શકો છો.


ક્રેડિટકાર્ડને બેન્ક સાથે લિન્ક કરી નાણાંક્યિ વ્યવહાર સરળ બનાવી શકાય છે. ક્રેડિટકાર્ડથી ખર્ચ કરી સેવિંગખાતાનાં નાણાં પર વ્યાજ લાભ લઈ શકાય. ક્રેડિટકાર્ડ સાથે હોમલોન અને બિઝનેસલોન લિન્ક કરી વ્યાજ ઘટાડી શકાય. ક્રેડિટકાર્ડનાં ઉપયોગ પર પોઇન્ટ મેળવી અને જરૂર મુજબ લાભ મેળવી શકાય. ક્રેડિટકાર્ડનાં ઉપયોગથી ઘણા ડિસ્કાઉન્ટ અને ઑફરનો લાભ લઈ શકાય. ક્રેડિટકાર્ડનાં ઈએમઆઈ વિકલ્પનો લાભ લઈ મોટી ચુકવણી સરળતાથી થઈ શકે.


ક્રેડિટકાર્ડથી ખર્ચ કરી સેવિંગખાતાનાં નાણાં પર વ્યાજનો લાભ લઈ શકાય. ક્રેડિટકાર્ડ સાથે હોમલોન અને બિઝનેસલોન લિન્ક કરી વ્યાજ ઘટાડી શકાય. જો તમે એક સાથે આખી રકમ ચુકવી શક્તા હો તો ઈએમઆઈ વિકલ્પ ન લેવો જોઈએ. ઈન્કમટેક્સ માટે અથવા અન્ય કોઈ સંજોગોમાં ખર્ચ પુરવાર કરી શકાય છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગથી દરેક વ્યવહારની નોંધ રહે છે.


ક્રેડિટકાર્ડનાં ઘણા પ્રકાર છે જે જુદા જુદા લાભ આપે છે. દરેક દેશમાં અલગ કાર્ડ હોય છે. ક્રેડિટકાર્ડ દ્વારા વધુ પડતી ખરીદી ન કરવી જોઈએ. ક્રેડિટકાર્ડની લિમિટથી વધુ ખરીદી ન કરવી જોઈએ. ક્રેડિટકાર્ડની લિમિટથી વધુ ખરીદી થશે તો કાર્ડ બ્લોક થઈ શકે. ક્રેડિટકાર્ડનાં પોઈન્ટ જલ્દી વાપરવાં. ક્રેડિટકાર્ડથી એટીએમ માંથી નાણાં ન કાઢવા. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે કાર્ડની માહિતી ન આપવી.