બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દાનોત્સવ સપ્તાહની ઉજવણી

ના રોજ પ્રકાશિત Tue, 06, 2015 પર 08:01  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું joy of giving week એટલે કે દાનોત્સવ સપ્તાહ વિશે શું છે દાનોત્સવ અને તેના ઉદ્દેશ્ય વિશે.

આપવું એ એક ગુણ છે, ઈચ્છાથી આપો કે મજબુરી થી. પ્રેમથી આપો કે દ્વેષથી. દરેક આપવા પાછળ તેની ભાવના જોવામાં આવે છે, અને આવી જ શ્રેષ્ઠ ભાવના સાથે ભારતમાં 2009થી તેના માટેનો સપ્તાહ ઉજવવામાં આવે છે. 2 Oct to 8th octને joy of giving week એટલે કે દાનોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અને આજે આ જ મુદ્દા પર આપણે જાણીશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે સાથે મળીને દાન કરે એટલે દાનોત્સવ. જે વ્યક્તિ સક્ષમ નથી તેને પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવી. આજ કાલ લોકોને મદદ કરવાની ભાવના ખુબ વ્યાપી રહી છે. મોટા માટો લોકોએ પોતાની સંપત્તીમાંથી 80 થી 90% સપત્તી દાન કરે છે.

ફિલેથ્રોફિસ્ટ એટલે પરોપકારી, જે વ્યક્તિ નિયમીત અન્ય લોકોને મદદ કરે તે. ચેરિટી કરવાના માદ્યમો ઘણાં છે. કુદરતી આપત્તીના સમયે લોકોને મદ કરી ચેરિટી થાય છે. એનજીઓ, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ વગેરે જેવી જગ્યાએ મદદ કરવી.

લોકોને વિના મુલ્યે ભોજન, દવા, વગેરે જેવી વસ્તુઓ આપવી તે દાનોત્સવ. મદદ કરવી તે નૈતિક, સામાજિક અને આદ્યાત્મિક પ્રવૃતી છે. તમે પૈસાદાર હોવ તો જ મદદ કરવી તેવું નથી, તમારી ભાવના જોવાય છે. દાનની તુલના નાણાં સાથે નથી થતી. તમે જે કંઈ વસ્તુ આપો છે તે કોઈ સંસ્થાને આપ્યું તો જ આપ્યું ન કહેવાય.

તમારા ઘરે કામ કરનાર વ્યક્તિને મદદ કરો તે પણ દાન કર્યુ જ કહેવાય. જ્યાં નાણાં વધારે પ્રમાણમાં એકઠા થશે ત્યાં તેનો દૂરઉપયોગ થઈ શકે છે. તમે નાણાં ક્યાં કોને અને ક્યા ઉદ્દેશ્ય માટે આપો છો તેની પુરતી તપાસ કરવી. નાણાંકિય આયોજનમાં પણ ચેરિટી માટે નાણાં ફાળવવામાં આવે છે. તમારી નાણાંકિય સ્થિતી સ્થિર છે કે નહિં તે ચકાસવામાં આવે છે.