બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ તમારા નાણાં પર નિષ્ણાંતના મત

ના રોજ પ્રકાશિત Thu, 08, 2015 પર 09:09  |  સ્ત્રોત : Moneycontrol.com

સતત ઉપર નીચે જતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય છે હેલ્થી અને તમે હંમેશા રહો વેલ્થી અને તેની સાથે તમારી કમાણીની પૂરી ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટે તમને તમારા તમામ વિગત પૂર્વ માહિતા આપીશું માત્ર આ શો મની મેનેજરમાં દર્શકોના તમામ સવાલોના જવાબ અને એનો સમાધાન મેળવશુ અને તમારી મૂંઝવણો દૂર કરવાના પ્રયત્નો કરીશુ એના પર વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલઃ મારી સેલેરી 50,000 રૂપિયા છે તો મારે એસઆઈપીમાં વધારે રોકાણ કરવું છે તો અત્યારે માર્કેટના પ્રમાણે કયા એસઆઈપી ફંડ સારા રહેશે અને ભવિષ્યમાં મને એનો કેટલો ફાયદો મળી શકે છે?

જવાબઃ રોકાણ લાંબાગાળા માટે કરો. આ રોકાણમાં ઘણો નફો છે અને મૂંઝવણો પણ હોય છે. 2 થી 3 સાયકલ આપો તો સારૂં વળતર મળી શકે છે. જેટલી મોટી રકમ રોકીએ એટલું વઘુ વળતર મેળવી શકાય છે. 25 હજાર રૂપિયા 20 વર્ષ સુધી રોકી શકાય છે. રોકાણ અલગ અલગ ફંડમાં રોકી એને જોતા રહેવું. 4 થી 5 વર્ષ પછી જરૂર જણાય તો બદલાવ કરવા.

સવાલઃ મે એચડીએફસીનો ટર્મ પ્લાન માટે અરજી કરેલ છે, પણ એનો કોઈ જવાબ રીજેક્ટ પણ નથી. પ્રિમિયમ ભરેલું છે. શું કરી શકાય?

જવાબઃ એજન્ટ કે બેન્કર સાથે વાત કરવી જોઈએ. કોલ સેન્ટરમાં ફોન કરી શકાય. નજીકની બ્રાન્ચમાં પુછપરછ કરી શકાય. જ્યારે અરજી કરીએ ત્યારે બધી વિગત લખવી.

સવાલઃ બેન્ક વ્યાજ દર વધારે તો લાગુ થઈ જાય, ઘટાડે તો અરજી કરવી પડે અને અમુક રકમ પણ ચુકવવી પડે આવું શા માટે? માહિતી આપશો?

જવાબઃ આબીઆઈએ બેઝ રેટ નક્કી કર્યો છે. બેઝરેટ પ્રમાણે તમારી લોનમાં ફેરફાર થાય છે. વ્યાજદર ઘટાડવા માટે ફી આપવી પડે એ યોગ્ય પ્રક્રિયા છે.

સવાલઃ સામાન્ય વ્યક્તિ જેની પાસે એક ઘર છે અને થોડુ ઘણુ રોકાણ છે તેણે વસીયત એટલેકે વીલ બનાવવું જોઈએ?

જવાબઃ વસીયત તમારી સંપત્તિ યોગ્ય વ્યક્તિને મળે એ માટે આવશ્યક છે. સંપત્તિ કેટલી છે એ એટલું મહત્વનું નથી પણ વારસદારને સરળતાથી મળે એ જરૂરી છે. સંતાનોમાં સમસ્યા ન આવે એ માટે વસીયત જરૂરી છે. ઘણી વખત સંપત્તિની કિંમત સમય સાથે વધી જાય છે.