બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ નવરાત્રીની 9 ટિપ્સ તમારા નાણાંને કરશે સુરક્ષિત

ના રોજ પ્રકાશિત Tue, 13, 2015 પર 17:34  |  સ્ત્રોત : Moneycontrol.com

ટીપે - ટીપે સરોવર ભરાય. અને એ સરોવરનો જ્યારે યોગ્ય ઉપયોગ થાય ત્યારે તે મહેનત સાર્થક કરી ગણાય.. આવી જ રીતે આપણે નાની - નાની રકમ એકઠી કરી આપણાં નાણાંનું આયોજન કરતા હોઈએ છીએ. પણ એ યોગ્ય રીતે ન થયું હોય તો બધી જ મહેનત નિરર્થક જાય છે. પણ સીએનબીસી બજારનો મની મૅનેજર શૉ તમારી કોઈ પણ નાણાંકિય આયોજનમાં કરેલી મહેનતને નિષ્ફળ નહિં થવા દે.


અમારી પાસે દરેક તહેવારને ઉજવવાની અલગ રીત હોય છે, જેવી રીતે મા દૂર્ગાના 9 રૂપ છે જેના થકી તેમણે તેમના ભક્તોની રક્ષા કરી છે, તેમ મની મૅનેજર પાસે આજના સમયમાં તમારા નાણાંની રક્ષા કરવાના 9 રસ્તાઓ છે. ક્યાં છે આ 9 રસ્તા!!! જાણીએ આજે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નવરાત્રીની નવ ટીપ્સ પર. કંઈ 9 વાતો રાખી શકે તમારા નાણાંને સુરક્ષિત. ક્યાં કરવું જોઈએ રોકાણ.

નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ચારે દિશામાં ઢોલ - નગારાના તાલ સાથે જૂમતા ખેલૈયાઓ નજરે ચડી રહ્યાં હોય અને આદ્યશક્તિની આરાધનાનો આ પર્વ આપણે ઉજવીએ છીએ ત્યારે, મની મૅનેજર પાસે પણ એક અલગ રીત છે આ પર્વને ઉજવવાની. તમે પણ વિચારતા હશો કે મની મૅનેજરમાં નવરાત્રી, આવી કેવી રીતે?

દરેક વ્યક્તિને નાણાંકિય આયોજનની જરૂર પડે છે. દરેક પરિસ્સ્થિતી પર નાણાંકિય આયોજનની જરૂર પડે છે. બિઝનેસમાં જેમ જેમ નાણાં મળે તેમ - તેમ તેને બચાવવા જોઈએ. એક ટાર્ગેટ રાખી નાણાં એકઠા કરવા જોઈએ. નાણાંનું રોકાણ કરી જરૂરીયાતો પુરી કરી શકાય છે. 3 સરળ રસ્તાઓ છે.