ટૅક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 16, 2015 પર 17:58  |  સ્ત્રોત : Moneycontrol.com

બોનસ કેશ કે ચેકથી આપવામાં આવે તો પણ કરપાત્ર ગણાય.પરંતુ તહેવારોના પ્રસંગે માલિક તરફથી જે ગિફ્ટ-બક્ષિસ આપવામાં આવે તે કરમુક્ત રહે છે. માલિક તરફથી કર્મચારીઓને આપવામાં આવતાં ભથ્થા ખર્ચ તરીકે ગણાય છે. તેથી માલિકને કર કપાતનો લાભ મળે છે. પરંતુ આ ભથ્થા ઉપર કર્મચારીઓને કર છૂટ મળે તો. તે બંને માટે વિન-વિન સ્થિતિ રહે છે.

તહેવારોમાં આપવામાં આવતી બક્ષિસ રૂપિયા 5000 સુધીની રકમ ગિફ્ટ વાઉચર કે. ટોકન તરીકે આપવામાં આવે તો તે કર્મચારી માટે કરમુક્ત રહે છે. માલિક રૂપિયા 5 હજારની અંદર આપવામાં બક્ષિસમાં સોના-ચાંદીનો સિક્કો પણ આપી શકે. આ બક્ષિસ આપવામાં કોઇ તહેવાર મહત્ત્વનો નથી. માલિક વર્ષમાં એકવાર ગમે તે પ્રસંગ ઉપર આ ગિફ્ટ આપી શકે છે.

લીવ ટ્રાવેલ કન્સેશન અંગેની જોગવાઇની જાણ કર્મચારીઓને હોવી જરૂરી છે. લીવ ટ્રાવેલ કન્સેશન આવકવેરાના કાયદાની કલમ 10-પેટાકલમ 5 હેઠળ કરમુક્ત ગણવાની જોગવાઇ છે. આવકવેરા કાયદામાં એલટીસી માટે કેલેન્ડર વર્ષ પ્રમાણે 4 વર્ષના બ્લોક બનાવ્યા છે. પ્રવર્તમાન બ્લોક જાન્યુઆરી 2014થી ડિસેમ્બર 2017 સુધીનો છે. કર્મચારી 4 વર્ષના બે બ્લોકમાં એલટીસી માટે પસંદ કરી શકે છે. આ કલમ હેઠળ કર્મચારી તેના પત્ની અને તેના પર આશ્રિત પરિવારજનોના ટ્રાવેલિંગ ખર્ચ કરમુક્ત છે.

એલઆઈસી અંતર્ગત આવકવેરા કાયદા અનુસાર વાસ્તવિક મુસાફરીનો ખર્ચ જ કરમુક્ત રહી શકે છે. આ કર છૂટ ભારતમાં પ્રવાસ માટે વાસ્તવિક મુસાફરી ખર્ચ ઉપર જ મળશે. જો કે આ ખર્ચ રાષ્ટ્રીય વિમાન કંપની કે ટ્રેનની મુસાફરીમાં શક્ય ટૂંકોમાર્ગ પસંદ કરો અને તેનું વાસ્તવિક ભાડું કરમુક્ત રહેશે. આ મુસાફરીમાં તમને ફર્સ્ટ ક્લાસ ટ્રેનનું ભાડું અને જો વિમાન પ્રવાસ કરો. તો એર ઇન્ડિયાના ઇકોનોમિ ક્લાસના ભાડા અનુસાર ભાડાની ગણતરી થશે.


ટ્રેનની મુસાફરીમાં ભાડાની ગણતરીમાં ધારો કે દાર્જિલિંગ ફરવા ગયા હોવ અને વચ્ચે તેમાં બીજા સ્થળોની પણ મુલાકાત લેતાં પહોંચ્યા હોવ તો પણ તમને સીધા દાર્જિલિંગના ભાડાની જ કર કપાત મળશે. આ નિયત નિયમ આધારિત તમારા ખર્ચ ઉપર કર કપાત મળશે, પરંતુ તેના માટે વાસ્તવિક અર્થમાં પ્રવાસ કરવો પડશે. 4 વર્ષના બ્લોકમાં બે વર્ષની પસંદગી કરો પરંતુ જે આગળના બ્લોકમાં તમે એક લાભ ઓછો લીધો છે તો તેને તમે આગામી બ્લોકમાં ઉમેરી શકો છો.

મેડિકલ ફેસેલિટી આવકવેરા કાયદાની કલમ 17 હેઠળ કર પાત્ર ગણવાની જોગવાઇ છે. પરંતુ આવકવેરા કાયદાની કલમ 17(2)ના પ્રોવિઝો હેઠળ અમુક નિયત તબીબી સેવા કરમુક્ત ગણવાની જોગવાઇ છે. નાણાંકીય વર્ષ દરમિયાન રૂપિયા 15 હજાર સુધીની રકમ કરમુક્ત છે જેમાં કરદાતા, તેના પત્ની, સંતાન અને આશ્રિત માટે દવાઓના કે તબીબી ખર્ચ ઉપર મળી શકે છે. 1997માં આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ આપણે માંગ કરીએ આ મર્યાદા હવે વધારવામાં આવે. તમારા માલિકે જો તમારા માટે મેડિકલ ઇન્સ્યોરન્સ લીધો હોય તો તેના પ્રિમિયમની ચૂકવણી કરપાત્ર સવલત ગણવામાં આવતી નથી.

કેટલાંક મોટા સંસ્થાનમાં સંસ્થાની પોતાની હોસ્પિટલ હોય છે તેમાં જો કર્મચારીને કોઇ સારવાર આપવામાં આવે છે તો તે પણ કરમુક્ત રહેશે. પગારદારના માતા-પિતાને કોઇપણ રોગ કે બીમારીના સંદર્ભમાં સર્જરી કરાવી પડે તો તેના માટેની ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આ અંગેની જોગવાઇ અનુસાર કોઇપણ કોર્પોરેશન, સરકારી કે સ્થાનિક સંસ્થાની હોસ્પિટલમાં કરવામાં આવેલો ખર્ચ અથવા કોઇ પ્રાઇવેટ હોસ્પિટલ હોય પરંતુ તેને આવકવેરાના ચીફ કમિશ્નર દ્વારા માન્ય કરવામાં આવી હોય.

આ પ્રકારનો ખર્ચ કોઇપણ મર્યાદા વિના સંપૂર્ણ રીતે જો તમારા માલિક તરફથી રિએમ્બર્સ કરવામાં આવે તો તે સંપૂર્ણ કરમુક્ત રહેશે. જો બે લાખ રૂપિયા કરતાં ઓછો વાર્ષિક પગાર હોય તો તેમના માટે સારવાર સહિત આવવા-જવાનો ખર્ચ પણ બાદ મળશે.

ચિલ્ડ્રન હોસ્ટેલ અને એજ્યુકેશન એલાઉન્સ 90ના દાયકામાં નિયત કરવામાં આવી છે. આ અંતર્ગત એજ્યુકેશન માટે વાર્ષિક બે બાળકો માટે રૂપિયા 2400 બાદ મળે છે. જ્યારે બાળકોના હોસ્ટેલ માટે વાર્ષિક બે બાળકો માટે રૂપિયા 4800 બાદ મળે છે. બાળકોના શિક્ષણ અંગેના ભથ્થા આવકવેરા કાયદાની કલમ 10 પેટા કલમ 14 હેઠળ કરમુક્તિ મળે છે.


બાળકોના ટ્યુશન ફીનો જે ખર્ચ થાય છે. તે કલમ 80સી હેઠળ રૂપિયા 1.5 લાખની મર્યાદામાં બાદ મળે છે. બાળકોની ટ્યુશન ફીની રકમ જ કપાત તરીકે બાદ લઇ શકો છો, ટ્રાન્સપોર્ટેશન, સ્ટેશનરી ખર્ચની રકમ બાદ મળી શકતી નથી. આ શિક્ષણ ભથ્થું પગારદાર વર્ગ સિવાયના વર્ગ પણ તેના ઉપર કર કપાતનો લાભ મેળવી શકે છે.