બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી ગુરૂઃ દર્શકોના કાયદાને લગતા સવાલના જવાબ

ના રોજ પ્રકાશિત Sat, 17, 2015 પર 13:22  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રોપર્ટી નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રોપર્ટી બનાવવી, જાળવવી, વેચવી , ભાડે આપવી કે લેવી બધી જ બાબતોનાં નિર્ણય વિચાર માંગી લે છે.

આજે આપણે વાત કરીશું, પ્રોપર્ટીની લગતા ટેક્સ અંગેની જાણકારી અને મેળવીશુ દર્શકોના કાયદાને લગતા સવાલના જવાબ. આજે આપણી સાથે જોડાયા છે હરિયાણી એન્ડ કંપનીનાં ઍડવોકેટ અને મૅનેજિંગ પાર્ટનર અમિત હરિયાણી.

પ્રોપટી પરના ટેક્સ અંગે કેપિટલ અસેટ વેચવાથી થતા કેપીટલ ગેઇન્સ બેન્કમા મુક્વા. ત્યારબાદ 2 વર્ષમાં જો નવી પ્રોપર્ટી ખરીદો તો ટેક્સ નહિ લાગે. યોગ્ય આયોજન સાથે 33% ટેક્સ બચાવી શકાય. પતિ-પત્ની બન્નેનાં નામે લોન લેવાથી ટેક્સ બચાવી શકાય. પ્રોપર્ટીનો કરાર થાય એ તારિખથી પ્રોપર્ટીમાં રોકાણની તારિખ ગણાશે. વેચાણબાદ કેપિટલ ગેન્સ થાય ત્યારે લગભગ 22% ટેક્સ ભરવાનો થાય.

પ્રોપર્ટી લોન પર લીધી હોય તો ટેક્સ બાદ મળે છે. તહેવારો દરમિયાન પ્રોપર્ટી વધુ વેચાય છે. વારસાના ઘરો વેચાય ત્યારે તેની કિંમતનાં ફેરફાર પ્રમાણે ટેક્સ લાગી શકે. એક ઘર વેચી બીજુ તરત જ લેશો તો ટેક્સ બચી શકે છે. ઇન કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી પર ટેક્સ પર 30% નો લાભ મળે છે.

સવાલઃ 12 વર્ષ જુની પ્રોપર્ટી લેવી છે? આને માટે ક્યા દસ્તાવેજો જરૂરી છે?


જવાબઃ ગૌંરાગભાઈને સલાહ છે કે જ્ગ્યાના ટાઇટલ ડોક્યુમેન્ટસ જોવા. જો કોઇ ક્લેમ હોય તો 3 વર્ષમાં થઇ શકે. 30 વર્ષ ચકાષવા જરૂરી છે.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે મુંબઇથી ભરતનો..તેઓ પુથી રહ્યાં છે કે મારા ઘરની ભાડા રસિદ મારે નામે છે. ઘર માલિકે 40 વર્ષ પહેલા મારી પાસે રૂપિયા 40 હજાર કોઇ પણ દસ્તાવેજ વગર લીધા હતા. મને હંમેશા પોતાની સહી કરી ભાડા રસિદ આપી છે. મારૂ ઘર 1996થી ઘણા લોકોને વેચાયુ છે. 2003-4માં કાયદો અમલમાં આવ્યો. હવે હું મારૂ ઘર કઇ રીતે ક્લેમ કરી શકું?


જવાબઃ ભરતભાઈને સલાહ છે કે જો ભાડા રસિદ અપાઇ હોય અને ભાડુઆત દ્વારા કબજો છોડવામાં ન આવ્યો હોય તો. ભાડુઆત પાસે કબજો જાળવી રાખવાનો અધિકાર છે . ભાડુઆત પાસે ઘરનો કબજો હાલમાં છે કે નહિ તે મહત્વની બાબત છે. ભાડુઆત સ્પેસિફિક રિલિફ એક્ટનાં સેક્શન 8 હેઠળ દાવો માંડી શકે. જો કેશની હકિકતો યોગ્ય હોય તો. સ્પેસિફિક રિલિફ એક્ટનાં સેક્શન 34 હેઠળ ટાઇટલ ડિકલેરેશન માટે પણ દાવો માંડી શકે.

સવાલઃ


જવાબઃ રાજેશભાઈને સલાહ છે કે સ્ટેમ્પ ડ્યુટી - પ્રોપર્ટીના કિંમતના 3.5%.  રજીસ્ટ્રેશન ચાર્જ - સેલ ડીડ પ્રમાણે પ્રોપર્ટીની કિંમતનો 1%.  સર્વિસ ટેક્સ - રૂપિયા 1 કરોડ થી ઓછી કિંમતની પ્રોપર્ટી માટે 3.50%. સર્વિસ ટેક્સ - રૂપિયા 1 કરોડ થી વધુ કિંમતની પ્રોપર્ટી માટે 4.2%.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે રણછોડભાઇનો વિરમગામથી. મારે મારા પોતાના ભાઇ પાસે ઘર ખરિદવું છે જે તેને મારા પિતા દ્વારા વારસામાં મળેલ છે. આને માટે મારે ક્યા દસ્તાવેજ કરાવવા પડે?


જવાબઃ રણછોડભાઈને સલાહ છે કે અસ્થાળાતરિત સંપત્તિનાં કિસ્સામાં સામાન્ય સેલ ડીડ કરી શકાય છે. આ ડીડ સબ-રજીસ્ટારની ઓફિસમાં યોગ્ય રીતે રજીસ્ટર કરાવવી જોઇએ. આ માટે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ આપવાના રહે છે. તમે કૌટુંબીક ગોઠવણ અથવા ગિફ્ટ ડીડ પણ કરી શકો છો.

સવાલઃ મારા પિતા પાસે પોરબંદરમાં રોડ ઉપક એક રહેણાક સોસાયટીમાં 25 વર્ષથી એક પ્લોટ છે. ત્યાં બધા ઘર બની ગયા છે. ત્યાના બધા ઘરનો પ્લાન પાસ થઇ ગયો છે અને મારા પિતા પાસે આ પ્લોટનુ શૅર સર્ટિફિકેટ છે. જો કે બાકીના પેપર્સ 25 વર્ષ જુના હોવાથી ખોવાયા છે. પંરતુ સોસાયટીના દરેક સભ્યો જાણે છે કે આ મારા પિતાનો પ્લોટ છે. મારો સવાલ છે કે શું આ પ્લોટ પર બાંધકામ કરવું અનિવાર્ય છે? સોસાયટાના અમુક સભ્યોનુ કહેવુ છે કે બાંધકામ કરવું જરૂરી છે નહિતર કોઇક લિગલ મેટર જેમકે ખાલસા જેવી મુશ્કેલી આવી શકે, શુ આ સાચુ છે?


જવાબઃ વિરલભાઈને સલાહ છે કે જો તમારા પિતાના નામના બધા ટાઇટલ ક્લિયર હશે અને. કોઇ ડિસપ્યુટ નહિ હોયતો આ પ્લોટ પર બાંધકામ કરવું ફરજીયાત નથી. એક માત્ર ચિંતાનો વિષયએ છેકે જો બાંધકામ ન થયુ હોય તે સંજોગોમાં. કન્સટ્રક્શન પ્લાન લેપ્સ થઇ શકે છે. સોસાયટિ દ્વારા બનાવવામાં આવેલા નિયમ કે કરાર પત્ર વાંચી ચકાસી લેવુ કે. ત્યા કોઇ એવો કરાર ન હોય જેના દ્વારા બાંધકામ કરવું ફરજીયાત બની જતુ હોય.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે મેહુલ પંડ્યાનો. તેઓની પાસે બારડોલીમાં મકાન છે સીટી સર્વે પ્લાન પ્રમાણે તેમને 3.1 મીટરની જગ્યા પ્રવેશ માટે મળેલ છે, પંરતુ તેમને લાગે છે કે તેમની જમીન પર પડોશી દ્વારા બાંધકામ થયેલ છે. તો ગર્વેમેન્ટ અપર્વુડ ડિપાટ્મેન્ટ પાસેથી તેમનો પ્લોટ એરિયા જાણવા શું કરવુ પડે? અને એમનો બીજો સવાલ છે કે રેસિડન્શિયલ પ્રોપર્ટીને કમર્શિયલ પ્રોપર્ટીમાં કઇ રીતે ફેરવી શકાય?


જવાબઃ મેહુલભાઇને સલાહ છે કે તમને પ્લાન કોપીની જરૂર છે, ઓફિશિયલ સર્વે કરાવવો જોઇએ. લૅન્ડ રેકોર્ડ ડિપાટમેન્ટમાં તપાસ કરાવી વિસ્તારની માહિતી મેળવી શકાય. રેસિડન્શિયલ પ્રોપર્ટીને કમર્શિયલ કરવા હાઉસિંગ સોસોયટીની મંજુરી જરૂરી. સ્થાનિક ઓથરીટીની મંજુરી પણ જરૂરી. મ્યુનિસિપાલિટી દ્વારા મંજૂરી છતા સોસાયટી ન મળે તો કોર્ટમાં જઇ શકાય.