બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ એચયુએફ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 20, 2015 પર 08:33  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

આપણે વર્ષોથી એચયુએફ વિશે સાંભળતા આવીએ છીએ, લોકો એચયુએફનો ટેક્સ બચતમાં પણ ઉપયોગ કરતા હોય છે, તો આજે મની મૅનેજરમાં આપણે જાણીશું કે આ એચયુએફ એટલે કે hindu undivided family છે શું. તેમજ આજના સમયમાં જ્યારે પરિવારો વિભક્ત થતાં હોય છે ત્યારે કેટલું ઉપયોગી છે. અને કેવી રીતે કામ કરે છે. આ દરેક માહિતી આપશે આપણે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

એચયુએફ એવું માદ્યમ છે જેનાથી પરિવારની આજની જઝ્રરીયત પુરી થઈ શકે છે. આનાથી પરિવારની મિલકતને એકઠી રાખી શકાય છે. એચયુએફને સમયજતાં ટેક્સ પ્લાનિંગમાં વપરાવા લાગ્યું. 60 થી 90ના દસકા બાદ એચયુએફનું મહત્વ ઘટી ગયું છે. એચયુએફનું નાનું ડિડ બનાવવાની છે, જેનાથી પેનકાર્ડ મળે છે.

એચયુએફની ઉપયોગીતા -
એચયુએફમાં 5 માદ્યમથી નાણાં મળે છે. એચયુએફમાં નાણાં રોકી નફો એકઠો થતો તેનાથી અથવા વેપારથી કામ થતું હતું. આજે જેમણે એક ફિક્સમાં રોકાણ કરવું હોય તેના માટે ફાયદાકારક. મોટો પરિવાર હોય, એક કરતાં વધારે લોકો કમાતા હોય તેવા સમયે એચયુએફ કરાય. જ્યારે તમારી સંપત્તીની વહેચણી કરવી છે ત્યારે એચયુએફ કરી શકાય.


વેપારમાં જેને શિષ્તતા રાખવી હોય ત્યારે એચયુએફ કરી શકાય છે. જે લોકો પગારદાર છે તેના માટે એચયુએફ એટલું અસરકારક નથી. જે લોકો પગારદાર છે તેને પરિવાર માટે નાણાં રાખવા હોય તો કરી શકાય. એવી કોઈ મિલકત બનાવવી હોય જેનાથી તમને ફાયદો થઈ શકે તો એચયુએફ વપરાય. દરેક પરિસ્થિતીમાં બચત કરવી હોય તો એચયુએફ શ્રેષ્ઠ માદ્યમ. એચયુએફ સતત ચાલી શકે છે.

એચયુએફ પરિવારના સભ્યોને વારસાગત મળી શકે છે. એચયુએફ બંધ પણ થઈ શકે છે. એચયુએફ બંધ પણ થતા સમયે પરિવારના દરેક સભ્યને નાણાંની સરખી વહેચણી થાય. પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો સમસ્યા સર્જાય છે. દરેક ટેસ્કમાં ફાયદા સામાન્ય માણસ જેટલા જ એચયુએફમાં મળે છે. એચયુએફએ અન્ય રોકાણ થી તદ્દન અલગ છે.

એચયુએફ બનાવવાનો ઉદ્દેશ્ય ખુબ સારો છે. પરિવારના વિભાજનથી એચયુએફનું વિભાજન થાય છે. એચયુએફમાં નાણાંનું માદ્યમ પરિવાર થકી મળતી ભેટથી વિલ દ્વારા એચયુએફના કર્તા દ્વારા ભેટ આગળના એકાઉન્ટથી.