બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજારઃ વાઘોડિયા વડોદરાનો વિકસતો વિસ્તાર

ના રોજ પ્રકાશિત Sat, 24, 2015 પર 13:20  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રૉપર્ટી બજાર ઘર ખરીદવા માટે માર્ગદર્શનની વાત કરીએ તો સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરાની વાત કરીએ તો એનએચ હાઇવે પર ઝડપથી વિકસતો વિસ્તાર છે. હાઇવે પર એલએન્ડટીનું ક્નોલેજ સેન્ટર છે. વાઘોડિયામાં 2, 3 બીએચકેની માંગ વધુ છે. નવી ટીપીને કારણે વાઘોડિયા રોડનો વધુ વિકાસ થયો. ઘણા પ્રોજેક્ટને નવી ટીપીની માન્યતા છે.

હોસ્પિટલ નજીકમાં વાઘોડિયા વડોદરાનો વિકસતો વિસ્તાર છે. 1984થી રૉયલ એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. વડોદરામાં રૉયલ ગ્રુપની ઘણી સ્કીમ છે. વાઘોડિયામાં લગભગ 2 લાખ ચોરસ ફૂટની લેન્ડબેન્ક. રૉયલ ગોલ્ડના 3 બીએચકેના સેમ્પલ હાઉસની મુલાકાત લઈએ તો દરેક ફ્લોર પર 4 ફ્લેટ છે. એક માળ પર 2 લિફ્ટ આપી છે. રૉયલ ગોલ્ડ 2, 3 બીએચકેની સ્કીમ છે. કુલ 5 ટાવરનું આયોજન કરાયું છે. રૉયલ ગોલ્ડનાં બે ટાવર તૈયાર છે. 2 બીએચકે 1100 ચોરસ ફૂટ વિસ્તારમાં છે અને 2, 3 બીએચકે 1400 ચોરસ ફૂટ વિસ્તારમાં છે.

સભ્યો માટે ઘણી સુવિધાઓ આપી છે. જોગીંગ ટ્રેકની સુવિધા અને સીસીટીવી કેમેરાની સુરક્ષા આપી છે. સુવિધા જનક રોયલ ગોલ્ડ સ્કીમ છે. 4.5X6 ચોરસ ફૂટનો વેસ્ટિબ્યુલ એરિયા છે. ટીવી માટેની જગ્યા આપી છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપ્યું છે. 15.5X10 ચોરસ ફૂટનો ડ્રોઇંગરૂમ આપ્યો છે. 8 થી 10 વ્યક્તિની બેઠક વ્યવસ્થા થઇ શકે છે. 10X4 ચોરસ ફૂટની બાલ્કનિ આપી છે. ડ્રોઇંગરૂમ સાથે ડાઇનિંગ એરિયા આપ્યો છે.

13X6 ચોરસ ફૂટનું કિચન મોડ્યુલર કિચન બનાવી શકાય. 5.5X4.5 ચોરસ ફૂટ વૉશિંગ એરિયા આપ્યો છે. 4.5X5.5 ચોરસ ફૂટનો સ્ટોરરૂમ આપ્યો છે. 12X12 ચોરસ ફૂટનો માસ્ટર બૅડરૂમ બનાવી શકાય. ડ્રેસિંગ ટેબલની જગ્યા આપી છે. ડબલ બૅડ રાખવાની પુરતી જગ્યા આપી છે. કબાટ બનાવવાની જગ્યા આપી છે. 7X4 ચોરસ ફૂટનો અટૅચ વૉશરૂમ આપ્યો છે. સેરાનાં સેનેટરિ ફિંટિગ્સ આપી છે. 12X10 ચોરસ ફૂટનો ચિલ્ડ્રનરૂમ બૅડ મુકવાની જગ્યા આપી છે. સ્ટડી ટેબલની જગ્યા આપી છે. 10X10 ચોરસ ફૂટનો બૅડરૂમ આપ્યો છે.

રૉયલ ગ્રુપનાં સંજીવભાઇ પંચોલી સાથે વાતચીતમાં રોયલ ગ્રુપનાં વાઘોડિયામાં ઘણા પ્રોજેક્ટ છે. નવા ઉદ્યોગો નેશનલ હાઈવે-8ની નજીક છે. વાઘોડિયામાં રોકાણકારો વધુ છે. ન્યાયમંદિર અને માંડવીથી નજીકનો વિસ્તાર છે. વાઘોડિયામાં ઘણી વિકાસ યોજનાઓ અમલી બની છે. મુળ વડોદરાનાં લોકો આ વિસ્તાર પસંદ કરે છે. વીજળી, પાણી અને ડ્રેનેજની સુવિધા સારી છે. રિયલ ઍસ્ટેટમાં હાલમાં મંદીનો માહોલ છે. ખરીદનાર માટે સારો સમય છે. 60 થી 70% બુકિંગ થઇ ગયુ છે.

વાઘોડિયા રોડ પર સૌથી ઉંચુ ટાવર રોયલ ગ્રુપનું છે. સામાન્ય માનવીને ધ્યાને રાખી પ્રોજેક્ટ બન્યા છે. 2 બીએચકેનાં ફ્લેટની કિંમત રૂપિયા 2400/ચોરસ ફૂટ છે. હાઇ રાઇઝને કારણે પ્રતિ ચોરસ ફૂટ કિંમત ઘટે છે. હાઇ રાઇઝમાં બાંધકામ ખર્ચ વધે છે. સુવિધા વગર પ્રોજેક્ટ અધુરો છે. જાળવી શકાય એવી સુવિધા આપવોનો પ્રયાસ છે. ક્લબ હાઉસની સુવિધા છે.