બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ખુબ સરળ

આજે આપણે વાત કરીશું એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે આજે આપણે ચર્ચા કરીશું.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2015 પર 08:41  |  સ્ત્રોત : Moneycontrol.com

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આજે આપણે વાત કરીશું એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે આજે આપણે ચર્ચા કરીશું ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, કેટલું સુરક્ષિત અને શું સાવચેતી રાખવી. અંગે. શું છે આ સમસ્યા અને શું બની શકે તેનું સમાધાન. જાણીએ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.

જ્યારે પર્સનલ ફાઈનાન્સની વાત આવે અને તેમા આપણે કોઈ સરળ રોકાણ કરવું હોય તો આપણે એક જ જવાબ મળે તે છે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ. લોકો ઓછા રિસ્ક સાથે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકતા હોય છે અને જેનું વળતર પણ પ્રમાણમાં સાઝ્ર મળે છે. ત્યારે હાલ ઘણા લોકોના વિચારમાં સમસ્યા સર્જાઈ છે ડેટમાં નાણાં રોકવા .

મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ઘણા ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી વસ્તુઓનો સમાવેશ મ્યુચ્યુઅલ ફંડમાં તમારા સમયના આધારે રોકાણ કરી શકાય. ઓછા સમય માટે રોકાણ લિકવીડ ફંડમાં કરી શકાય. થોડા મહિના માટે રોકાણ કરવું હોય તો શોર્ટ ટર્મ ફંડમાં રોકાણ કરી શકાય. ક્રેડિટ રેટિંગ ઓછુ થાય તો વળતર ઓછુ મળે. ડેટ ફંડ ઘણા પ્રકારના હોય છે જેની ટાઈમ ફ્રેમ પ્રમાણે કામ થાય છે.

લોકોને એવુ લાગે છે કે ડેટમાં રોકાણથી જોખમ નથી, તે સાચુ નથી ડેટ ફંડમાં રોકાણથી ક્રેડિટ રિસ્ક રહે છે. દરેક ફંડમાં અલગ પ્રકારના રિસ્ક હોય છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી એફડી કરતા વધારે વળતર મળે છે. ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં ક્રેડિટ રીસ્ક નથી. પ્રાઈવેટ કંપનીઓમાં ક્રેડિટ રીસ્ક રહે છે..