બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ બદલતા ઈન્ટરેસ્ટ રેટ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 27, 2015 પર 10:31  |  સ્ત્રોત : Moneycontrol.com

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ.

મની મેનેજરમાં આજે બદલતા ઈન્ટરેસ્ટ રેટ વિશે જાણીશું. કેવી રીતે કરવું આયોજન? શું ધ્યાનમાં રાખી શકાય?

પર્સનલ ફાઈનાન્સમાં ઘણા મહત્વના મુદ્દા હોય છે, અને એક અવિભાજ્ય અંગ કહીએ તો એ છે યોગ્ય રોકાણ. તમે તમારા કેટલા નાણાં રોક્યા છે? તેના કરતા પણ વધારે મહત્વનો પ્રશ્ન હોય છે તમારા નાણાં ક્યાં રોક્યા છે? હાલ જ્યારે ઈન્ટરેસ્ટ રેટમાં પરિવર્તન આવી રહયાં છે ત્યારે ક્યું રોકાણ યોગ્ય રહેશે તેના વિશે આપણને માહિતી આપશે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્પ્લાનર અર્ણવ પંડ્યા.

ઈન્ટરેસ્ટ રેટની અસર ડિપોઝીટ રેટમાં એક વર્ષમાં 1% જેટલો ઘટાડો થયો છે. ફિક્સ્ડ ડિપોઝીટ સામાન્ય રોકાણમાં ખુબ પ્રખ્યાત છે. છેલ્લા અમુક સમયથી બેન્ક એફડીમાં ઘટાડો થયો છે. કંપની એફડીમાં ઈન્ટરેસ્ટમાં ફેરફાર આવશે. કંપની એફડીમાં જોખમ વધારે રહે છે. કંપની એફડી લેતા સમયે કંપની રેટિંગને જોવામાં આવે છે.


ડેટ પોર્ટફોલિયોની યોગ્ય વહેચણી કરવામાં આવે તો ફાયદો થાય. ડેટ ફંડની ટોટલ આવકમાં વ્યાજની આવક અને કેપિટલ ગેઈન એમ 2 ઓપ્શન છે. ઘટતા વ્યાજદરનો લાભ લેવા માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.

ટેક્સ ફ્રિ બોન્ડનો ગાળો લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ. ટેક્સ ફ્રિ બોન્ડમાં પણ ઈન્ટરેસ્ટ રેટના ઘટાડાને જોવામાં આવે છે. જ્યારે ઓછા ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીનું ફંડ હોય ત્યારે જોખમ વધે છે. ડેટ પોર્ટફોલિયો માટે એનસીડી એક સારો ઓપ્શન છે. એનસીડીમાં લાંબા ગાળા માટે રોકાણ ન કરવું જોઈએ.

હાઈ રિસ્કમાં એક્સપોઝર પર ધ્યાન રાખવું આવશ્યક. ઘટતા વ્યાજદરનો લાભ લેવા માટે મિડીયમ ટુ લોંગટર્મમાં રોકાણ કરી શકાય. જ્યારે વ્યાજદર ઘટે તેમ બોન્ડના ભાવ વધે. ક્રેડિટ ઓપોર્ચ્યુનિટી ફંડમાં જોખમ વધારે હોય છે.


જે થોડું જોખમ લેવા તૈયાર હોય તેઓ ક્રેડિટ ઓપોર્ચ્યૂનિટી ફંડમાં રોકી શકે. તમારે રોકાણ ધ્યેયને ધ્યાનમાં રાખી કરવું નહિંકે બજારને અનુરૂપ રહી. રેગ્યુલર ઈનકમ માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકાય.