બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Tue, 27, 2015 પર 17:31  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર.

અને ત્યારે જ આજે ફરીથી દર્શકોના અવનવા સવાલોનું નિરાકરણ કરવાનો સમય આવી ગયો છે. આજે દર્શકોના સવાલોને સંબોધશે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

સવાલઃ મયુરભાઈ પટેલ હિંમતનગરથી લખે છે કે મારે મારા સમગ્ર પરિવાર માટે મેડિક્લેમ લેવો છે, મારા પરિવારમાં મારા પત્ની અને માઝ્ર બાળક છે, મારી ઉંમર 30 વર્ષ છે મારા પત્નીની ઉંમર 24 વર્ષ છે અને મારા બાળકની ઉંમર 10 મહિના છે, તો શું ઓનલાઈન મેડિક્લેમ લઈ શકાય કે કોઈ એજન્ટ પાસેથી લેવું સલાહ ભર્યુ રહેશે? મે પોલિસી બાઝાર પરથી માહિતી મેળવી છે અને તેના આધારે તેઓ જણાવે છે કે એજન્ટની કોઈ જરૂરત નથી, તેઓ જણાવે છે કે એજન્ટ પ્રિમીયમને કમીશન દ્વારા વધારતા હોય છે, તો શું કરવું જોઈએ? યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ મયુરભાઇને સલાહ છે કે એજન્ટ પાસેથી મેડિક્લેમ લેવો સલાહ ભર્યુ છે. એજન્ટપાસે માહિતી પુરતી હોય છે.

સવાલઃ મારી ઉંમર 24 વર્ષ છે. એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાં ઈન્વેસ્ટ કર્યુ છે. 10 વર્ષ માટે ઈનવેસ્ટ કર્યુ છે. આનું ભવિષ્ય કેવુ હશે?

જવાબઃ રાહુલભાઇને સલાહ છે કે લાઈફ ઈન્શ્યોરન્સ લીધેલુ છે માટે વધારે વિકલ્પ નથી. ભવિષ્યમાં ધ્યાન રાખવું ઈન્શ્યોરન્સ રોકાણ નથી. રોકાણ માટે અન્ય ઘણા વિકલ્પ મળી રહેશે.

સવાલઃ  મારી ઉંમર 41 વર્ષ છે અને મારો દિકરો 11 માં ઘોરણમાં છે. એટલે મારે બીજા 5 વર્ષ હાયર એજ્યુકેશન માટે એબરોડ મોકલવો હોય તો લમસમ 50-60 લાખ રૂપિયાની અરેજમેન્ટ કરવી પડે. અત્યારે મારી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલી રહી છે રૂપિયા 20000 ની. અને મારે બીજી 10-15000 નું રોકાણ દર મહીને કરી શકુ એમ છુ. તો મને કંઈ સલાહ આપશો.

જવાબઃ મનીષભાઇને સલાહ છેલ્લી ઘડી સુધી ઈક્વિટીમાં રોકાણ ન રાખવું. તમારે ઈચ્છીત રકમ મોટી છે તો સંપૂર્ણ રકમ ત્યાંથી ન મળે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી શકાય.

સવાલઃ રોહિત નાઈ લખે છે ઈમેઈલ દ્વારા, હું સરકારી કર્મચારી છું, હાલ હું ફિક્સ આવક ધરાવું છું, મારી ગ્રોસ સેલેરી રૂપિયા 13,500 છે અને મારા પર એક પર્સનલ લોન પણ છે રૂપિયા 25,000ની જેનું માસિક પ્રિમીયમ રૂપિયા 3500 આવે છે, જેથી મારી નેટ સેલેરી રૂપિયા 10,000 બને છે, તો શું મારે એક રૂપિયા 1 લાખની પર્સનલ લોન લેવી છે તે લઈ શકાય?

જવાબઃ રોહિતભાઇને સલાહ છે કે પહેલાથી એક લોન છે, તો લોન લેવાનું ટાળી શકાય તો ટાળો. લોન તમારે શા ધ્યેય માટે લેવી છે તે ઉદ્દેશ્ય વાળી લોન લેવી.

સવાલઃ ત્યારબાદનો ઈમેલ આવ્યો છે જીજ્ઞેશભાઈ રાવલનો કડી મહેસાણાથી. તેઓ પુછી રહ્યાં છે કે શું લકી ડ્રોની સ્કીમમાં રોકાણ કરી શકાય?

જવાબઃ જીજ્ઞેશભાઇને સલાહ લકી ડ્રો કોઈ રોકાણ નથી. તમાઝ્ર રોકાણ તમારા ધ્યેયને અનુલક્ષીને કરો. સોનામાં પણ રોકાણ કરી શકાય.

સવાલઃ મારી પાસે 15 લાખ રૂપિયા છે તેમાંથી મે 10 લાખ રૂપિયાની ડિપોઝિટ બનાવી છે. તેનું વર્ષે મને 3 લાખ રૂપિયા પેનશન આવે છે. હું 5 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકુ?

જવાબઃ ધીમંતભાઇને સલાહ રોકાણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ થતું હોય છેે. તમારી જઝ્રરીયાતને ધ્યાનમાં રાખી પોર્ટફોલિયો બનાવવો. તમારો ખર્ચ પેન્શન કરતા ઓછો છે તો મંથલી ઈનકમ પ્લાન જરૂરી નથી. સિનીયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકાય.

સવાલઃ ચિરાગ ઠક્કર પુછે છે ઈમેલ દ્વારા, હું પગારદાર નોકરિયાત છું, આજ સુધીના મારા રોકાણમાં રૂપિયા 5 લાખની બેન્ક એફડી છે, તો શું હું આગળ પણ બેન્ક એફડીમાં જ રોકણ કરૂ કે અન્ય કોઈ સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય? મારુ અન્ય રોકાણ એલઆઈસી અને ટાટા એઆઈએમાં પણ છે, તો યોગ્ય સલાહ આપશો.

જવાબઃ ચિરાગભાઇને સલાહ બને ત્યાં સુધી રોકાણ ઈન્શ્યોરન્સમાં ન કરવું. તમારા નાણાંકિય ધ્યેયને ધ્યાનમાં રાખી રોકાણ કરવું. એસઆઈપી દ્વારા રોકાણ કરી શકાય. ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકાય. ડેટ પ્રોડક્ટમાં પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકાય.