ટેક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Sat, 31, 2015 પર 13:09  |  સ્ત્રોત : Moneycontrol.com

સવાલઃ મૂડી બજારમાં રોકાણ કરતાં શેર્સ તેમજ યુનિટના કેસમાં લોંગ ટર્મ તેમજ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સની ગણતરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

જવાબઃ પ્રણવને સલાહ છે કે ડિવિડન્ડની આવક કરમુક્ત છે. લાંબા ગાળાનો મૂડી નફો આવકવેરાની કલમ 10(38) હેઠળ કરમુક્ત છે. લાંબા ગાળાનો મૂડી નફો એટલે તમારી કોઇપણ મિલ્કત 3 વર્ષ સુધી ધારણ કરી હોય તો તેને લાંબા ગાળાની મિલ્કત ગણાય છે. સિક્યોરિટીઝ માર્કેટ માટેની વિશેષ જોગવાઇ 2(42)A હેઠળ લિસ્ટેડ ઇક્વિટી શેર્સ માટે 36 મહિનાને બદલે 12 મહિના ગણવામાં આવે છે. ઇક્વિટી લિન્ક મ્યુચ્યુઅલ ફંડ માટે 12 મહિના ગણાય છે. ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ ન હોય તેવા ડેટ કે મ્યુચ્યુઅલ ફંડ માટે 36 મહિનાની ગણતરી કરાય છે.

સવાલઃ અશ્વિની- મેં એવું સાંભળ્યું છે કે જો કરદાતાને શેર કે યુનિટ બક્ષિસ સ્વરૂપે કે વસિયતનામા હેઠળ મળ્યા હોય તો તેની ગણતરી માટેની વિશેષ જોગવાઇઓ છે?

જવાબઃ ધારો કે 25મી ઓક્ટોબરે બક્ષિસ કે વસિયતમાં શેર્સ મળે તેને જો બક્ષિસ કે વસિયતમાં આપનારે એક વર્ષ પહેલાં ધારણ કર્યા હોય તો તેને લાંબા ગાળાની મિલ્કત ગણાશે. બક્ષિસ કે વસિયતમાં શેર્સ કે યુનિટ મળ્યા હોય તેના સંદર્ભમાં બક્ષિસ આપનારે તે ધારણ કર્યા સમયને આપને મળ્યા પછીના સમયમાં ઉમેરીને તેને ટૂંકા કે લાંબા ગાળાની મિલ્કત ગણાશે. કલમ 49ની વિશેષ જોગવાઇ હેઠળ બક્ષિસ કે વસિયતમાં આપનારની કોસ્ટ ઓફ એક્વિઝીશન જ આપની કોસ્ટ ઓફ એક્વિઝીશન ગણાશે. તેમજ તેના સંદર્ભમાં ઇન્ડેકસેશનનો પણ લાભ મળી શકશે.

સવાલઃ અદિતી- શેર્સ સિક્યોરિટીઝના મૂડી નફા સંબંધી આવકવેરાની જવાબદારી કેવી રીતે નક્કી થાય છે?

જવાબઃ શેર્સ કે યુનિટનો લોંગ ટર્મ ગેઇન હોય અને તેના ઉપર એસટીટી ભરપાઇ કરવામાં આવ્યો હોય તો તેના સંદર્ભમાં કલમ 10(38) હેઠળ સંપૂર્ણ મુક્તિની લાભ મળે ટૂંકાગાળાના મૂડી નફામાં એસટીટી ચૂકવાયેલ હોય તેમાં કલમ 111 Aને ધ્યાનમાં રાખવાની રહેશે. આવા ટૂંકાગાળાના મૂડી નફા ઉપર ફ્લેટ 15.45 ટકા કરપાત્રતા રહેશે. એસટીટી ચૂકેવાયેલ શેર્સ કે યુનિટ્સ સિવાયના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઇક્વિટી સિવાયના લોંગ ટર્મ કેપિટલ ગેઇન કલમ 112 હેઠળની જોગવાઇ અનુસાર ઇન્ડેક્સેશન સાથેનો લાભ લેવા માંગતા હોય તો 20.6 ટકા અને ઇન્ડેક્સેશન વગરના કેસમાં 10.3 ટકાના દરે ટેક્સ લાગશે. ટૂંકા ગાળાના મૂડી નફામાં એસટીટી ચૂકેવાયેલ શેર્સ કે યુનિટ્સ સિવાયના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કેસમાં સામાન્ય આવકવેરાનો દર લાગશે.

સવાલઃ નિખિલ- તમે કહ્યું કલમ 80 હેઠળની કપાતોનો લાભ મળી શકતો નથી, પણ જો મારી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની રકમ બેઝિક લિમિટથી વધતી ન હોય તો પણ મારે 15.45 ટકાના ફ્લેટ રેટ ટેક્સ ભરવાનો થાય?

જવાબઃ મૂડીનફા ઉપર કલમ 80 ફેમિલિની કપાતોનો લાભ મળતો નથી પરંતુ બેઝિક એક્ઝમ્પ્શન લિમિટનો લાભ ટૂંકાગાળાના મૂડી નફાના કેસમાં કરમુક્તિનો લાભ મળી શકે છે. પરંતુ એનઆરઆઇના કેસમાં આ પ્રકારનો લાભ મળવાપાત્ર નથી.

સવાલઃ અદિતી-કેપિટલ લોસની ગણતરી સંબંધી ઇન્કમ ટેક્સ એક્ટની જોગવાઇ શું છે?

જવાબઃ લોંગ ટર્મનો કેપિટલ લોસ એસટીટી ચૂકવાયા બાદનો હોય તો તેના સંબંધિત સેટઓફનો કોઇ લાભ નહીં મળે. શોર્ટ ટર્મનો લોસ લોંગ ટર્મ ગેઇન કે શોર્ટ ટર્મ ગેઇન સામે સેટ ઓફ કરી શકો. પરંતુ લોંગ ટર્મનો લોસ માત્ર લોંગ ટર્મ સામે જ સેટ ઓફ કરી શકીએ. તેમજ આવા લોસનો સેટઓફ 8 નાણાંકીય વર્ષ સુધીમાં આગળ ખેંચીને પણ કરી શકાશે.

સવાલઃ અશ્વિની- શેરના વેચાણમાંથી રોકાણકારોને ઉદ્દભવતા લોગ ટર્મ કેપિટલ લોસના સેટ ઓફ દ્વારા આવકવેરા આયોજન લાભ કેવી રીતે મેળવી શકાય?

જવાબઃ લોંગ ટર્મનો ગેઇન જો કરમુક્ત ગણાતો હોય લોંગ ટર્મનો લોસ પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી. તમે જો આજે લોંગ ટર્મના લોસનું ટ્રાન્ઝેક્શન ઓફ માર્કેટ કરો તો તેને અન્ય લોંગ ટર્મ ગેઇન સામે લોસને સેટ ઓફ કરી શકો.

સવાલઃ નિખિલ- શેરના શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે તેને જમીન-મકાન કે અન્ય એસેટના 30.9 ટકાના દરે પાત્ર એવા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે સેટ ઓફ કરી શકાય?

જવાબઃ બેંગ્લોરની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલનો મેક ચાર્લ્સ ઇન્ડિયા લિમિટેડના કેસમાં આ મુદ્દા પર સીધો લાભકર્તા ચુકાદો છે. આ કેસમાં કરદાતા તરફથી રજૂઆત એમ કરવામાં આવી કે 15.45 ટકાનું નુકસાન છે તેની સામે મારે શોર્ટ ટર્મનો 30.9 ટકાનો ગેઇન છે તેની સામે સેટ ઓફ કરવો છે. પરંતુ આવકવેરા અધિકારીએ કહ્યું કે 15.45 ટકાનો સેટ ઓફ 15.45 ટકાના ગેઇન સામે મળી શકે. આ અંગે સીબીડીટીનો 1955ના સર્ક્યુલર અનુસાર જ્યાં કોઇ સ્પષ્ટતા ન હોય તો એ કેસમાં શું અભિગમ અપનાવવો જોઇએ તે કરદાતાની પસંદગી ઉપર રહેશે. પરિણામે આપના કેસમાં આપ શોર્ટ ટર્મનો કેપિટલ ગેઇન 30.9 ટકાની સામે 15.45 ટકા લોસ સેટ ઓફ કરી શકો.

સવાલઃ પ્રણવ- કેપિટલ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં કરાતા રોકાણ સંબંધિત ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની જવાબદારી શું છે? આને લક્ષમાં રાખતાં કયા પ્રકારના રોકાણોની પસંદગી કરવી જોઇએ?

જવાબઃ ડીડીટીમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધારો કરવામાં આવ્યો છે. ઇક્વિટી ઓરિએન્ટેડ સિવાયના મ્યુચ્યુઅલ ફંડ ઉપર કરપાત્રતા 35થી 49 ટકાના દરે અમલી બનશે. જો તમે ગ્રોથ આધારિત સ્કીમમાં જાવ તો લોંગ ટર્મમાં હોય તો 20 ટકા અને શોર્ટ ટર્મ હોય તો 30.9 ટકાનો ટેક્સ લાગશે જે આપને 35 ટકા કરતાં તો ઓછો રહેશે.