બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

નાણાકીય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના 10 મુદ્દા

ના રોજ પ્રકાશિત Wed, 12, 2014 પર 13:53  |  સ્ત્રોત : Moneycontrol.com

Rohit Shah


સાર:તમારા નાણાકીય આયોજકને નક્કી કરતા પહેલા તેની કાબેલિયત, લાયકાત, તેનીકામગીરી અને તેના ખર્ચ ને લગતું માળખું ચકાસો. તેની ફી અને તેને ચુકવવાઅંગેની શરતો વિશે સ્પષ્ટતા મેળવો. ખાતરી કરો કે તમામ ચર્ચા સારી રીતેલખાણબદ્ધ થઈ છે કે કેમ. એક વાર તમે શરૂઆત કરો ત્યારે નિશ્ચય કરો કે તમે એનીચકાસણી માટે તમારો સારો એવો સમય આપવાના છો. ભારપૂર્વક કહેવાની હોય એવી ખાસબાબતો અંગે ખુબ જ સક્રિય રહો અને એમાં ઢીલાશ ન કરો. તમારા નક્કી થયેલાઆયોજનને લાગુ કરવા માટે તમારા આયોજક સાથે નિકટતા કેળવીને કામ કરો અનેઆયોજનની સમીક્ષા કરવામાં સંપૂર્ણ રીતે ભાગ લો.


તમારા માટે નાણાકીય આયોજન કરવાનું વિચારી રહ્યા છો ? એ એક સારો વિચારછે. વધુ ને વધુ ધંધાદારીઓ પોતાના ભવિષ્યને નાણાકીય દૃષ્ટિએ સુરક્ષિત કરવામાટે વધુ ને વધુ સંખ્યામાં નાણાકીય આયોજન કરી રહ્યા છે. અમે નોંધ્યું છે કેકેટલાક ગ્રાહકો રોકાણ પર વળતર મેળવવાનો ઈરાદો મજબૂત કરી રહ્યા છે અનેતેઓના આયોજનનો ખુબ ઝડપથી તેમજ વધુ સારુ પરિણામ મેળવવાના હેતુથી એના પર  અમલકરી રહ્યા છે. આપણે જોઈએ કે એવા કયા મુદ્દા છે, જે તમારા નક્કી થયેલાનાણાકીય આયોજનમાંથી તમને ઉત્તમ કિંમત અપાવવામાં મદદ કરે છે.


આયોજકની પસંદગી :આયોજકની કાબેલિયત તેમજ તેની લાયકાતની સાથે - સાથે તેની ભૂતપૂર્વ કામગીરીનીગુણવત્તાની પણ ચકાસણી કરો.  નિયત કરારમાં કિંમતને લગતું સમગ્ર માળખું જુઓઅને તપાસો કે માત્ર એ આયોજક દ્વારા બનાવેલા આયોજનનો અમલ કરવાની જરૂરિયાત છેકે કેમ. જુઓ શું તમારા માટેવધુ અનુકૂળ છે. જો તમે અંગત સેવા પસંદ કરો છો તો તમારા માટે સ્થાનિકનાણાકીય આયોજક વધુ બંધબેસતો બને છે. હમણાં જ સેબીએ રોકાણ અંગે સલાહકારોનેસેબી સાથે પોતાની અને નોંધણી કરાવવાનું અને તેઓના કરાર મુજબ નિયમાનુસારવર્તવાનો આદેશ બહાર પાડ્યો છે. ખાતરી કરો કે કાં તો તમારા આયોજકે નોંધણીકરાવેલી છે અથવા તો સેબી સાથે જોડાવા અંગેની અરજી કરી છે ખરી.


ફી :તમારે તમારા નાણાકીય આયોજકને કેટલી ફી ચુકવવી જોઈએ ? આ બાબત તમે લેવાના છોએ સેવાઓના સ્તર, તમારી સંપત્તિનું કદ ઉપરાંત આયોજકનો અનુભવ તેમજ તેનીપ્રતિષ્ઠા પર આધારિત છે. અમે નોંધ્યું છે કે સુંદર ગુણવત્તા ધરાવતા વિસ્તૃતનાણાકીય આયોજનની શરૂઆતની ઓછામા ઓછી 15,000 રૂપિયાની કિંમત હોઈ શકે. તમેતમારા આયોજક તમને વાર્ષિક રીન્યૂ થનારા મોડેલને પસંદ કરવા અંગે ઓફર કરે એવીસ્પષ્ટતા કરી શકો. આ અંગે નિષ્ણાત શું કહે છે એ યાદ રાખો. તમે જે ચુકવો છોએ કિંમત છે અને તમે જે મેળવો છો એ મૂલ્ય છે. અમે આપને સુચવીએ છીએકે તમે આયોજક સાથે જે કરારથી જોડાયા છો એની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો અનેતમારા આયોજક જે બાબતો તમારી સમક્ષ પ્રદર્શિત કરે એનું મૂલ્ય સમજો.પ્રમાણિકતા, પારદર્શિતા અને ગ્રાહક પ્રથમ - વાળું મનોવલણ જ મહત્વપૂર્ણ છેકે જે તમને તમારા પસંદ કરેલા નાણાકીય આયોજક સાથે કાર્ય કરવામાં અને આક્ષેત્રમાં ખુબ આગળ જવામાં મદદરૂપ થાય છે.


સંપત્તિ સંલગ્ન ચાર્જીસ :કેટલાક આયોજકો તમારી કુલ સંપત્તિ કે જેના માટે તેઓની સલાહ લઈ રહ્યા છોતેના પર તમને ફી ચાર્જ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં આ મોડેલ સામાન્યરીતે જોવામાં આવ્યો છે. આયોજક દ્વારા અનુભવના આધાર પર અને સંપત્તિના કુલમૂલ્યનો ઉમેરો કરીને તમારા પોર્ટફોલિયોની સાઈઝ પર 1% થી લઈને 2% સુધી ચાર્જકરવામાં આવે છે. એક ગ્રાહકના દૃષ્ટિકોણથી એ બાબતનો વિરોધ કરવો સામાન્ય છેકે તેઓ કેટલીક વધતી-ઓછી રકમની ફી ચુકવવાને બદલે કોઈ ચોક્કસ રકમ ફી તરીકેનક્કી કરવાનું પસંદ કરે છે. અમે સલાહ આપીએ છીએ કે તમે તમારી જરૂરિયાતોવચ્ચે એક એવું સંતુલન શોધી કાઢો કે જે માટે આયોજકને પ્રોત્સાહન આપવા માટેતમે વધુમા વધુ કેટલી ફી ચુકવવાના છો એ નક્કી કરી શકાય. ટકાવારી પ્રમાણેચુકવવાના મોડેલ પર તમે કુદરતી રીતે તમારા આયોજકને એ રીતે પ્રેરિત કરવાના છોકે તેઓની આવક  સીધે સીધી જ તમારા પોર્ટફોલિયોની વૃદ્ધિ સાથે જોડાયેલી હોય.


ચુકવણીની શરતો :નાણાકીય આયોજક એડવાંસમાં ફી ચુકવણી અંગે માંગણી કરી શકે છે. તે કરારના ફીને લગતા માળખા અને ફીના પર જથ્થા આધાર રાખે છે. ફી માટે તમે ભાગ પાડીનેચુકવવાનો વિકલ્પ અને ચુકવવાની પદ્ધતિ પસંદ કરી શકો છો. જે કોઈ મુદ્દે તમેસંમત થાઓ , એક વાત યાદ રાખો કે જો તમે ભરોસાપાત્ર નાણાકીય આયોજક સાથે કામકરી રહ્યા છો તો એ તમારી ફી એડવાંસમાં લઈને ક્યાંય ભાગી જવાનો નથી. આયોજકતમારી સાથે થયેલા કરારમાંથી માત્ર ત્યારે જ લાભ મેળવી શકે છે કે જો તેતમારા નાણાકીય ભંડોળના મૂલ્યમાં ઉમેરો કરે છે અને લાંબા સમય ગાળા સુધીતમારી સેવા કરે છે.દસ્તાવેજીકરણ :લેખિતમાં જે કરાર નક્કી થાય તેની શરતો અંગે ખાતરી કરો. ખાનગી કલમોનીસમીક્ષા કરો. એક વાર તમે કરારની શરૂઆત કરો, કે તરત તમારા નાણાકીય આયોજકનેકહો કે પ્રત્યેક મીટિંગમાં કરવામાં આવેલી ચર્ચાની લેખિત નોંધણી તમને મોકલે.યાદ રાખોકે શાબ્દિક (મૌખિક) ચર્ચા સલાહ માટે માન્ય ગણવામાં આવતી નથી. આથી ચોક્કસબનો કે તમે તમામ પ્રશ્નો લેખિતમાં મુકશો અને તમારા નાણાકીય આયોજકને એનોતમને લેખિતમાં પ્રતિભાવ આપવા અંગે કહેશો. તમારા આયોજકને કહો કે એ એકસમયલક્ષી કાર્યક્રમ (શીડ્યૂલ) તૈયાર કરીને તમને આપે કે જેને કરાર દરમિયાનતમારે અનુસરવાનું છે. તમને ખરેખર જરૂરિયાત ન હોય તો આયોજનની ભૌતિક કોપી (કાગળ પરનું લખાણ) મેળવીને રાખવાનું ટાળો.  આ સાવધાની પૂર્વકનું પગલું છેઅને તમારી અંગત માહિતીની સુરક્ષા માટે વધુ સારુ છે.


હાલની નાણાકીય સ્થિતિ:એક વાર તમે કરાર માટે સંમત થાઓ ત્યારબાદ તમારે જે પહેલું કામ કરવાનું છેતે એ કે તમારી હાલની નાણાકીય સ્થિતિનો અંદાજ બાંધવાનો છે. આને તમારાઆયોજનની પાયાની વિકાસની પ્રક્રિયાનો તબક્કો તમે કહી શકો. અહીં તમે તમારાઆયોજકને તમારા આયોજનના નિર્ણાયક વિભાગમાંથી માહિતી પૂરી પાડો છો. આમાંતમારું માસિક બજેટ (આવક - ખર્ચનું અંદાજપત્ર), બેંક બેલેંસ, ફિક્સ્ડડિપોઝીટ્સ, એમ.એફ્સ, સ્ટોક્સ, વિમા પોલિસીઓ, માલ - મિલકત, દેવાઓ -જવાબદારીઓ તેમજ નાણાકીય ધ્યેય (તમારે શું મેળવવાનું છે તે) વગેરેનો સમાવેશથાય છે. એ અગત્યનું છે કે તમે અંદાજપત્ર (તમારા બજેટના દૃષ્ટિકોણથી) અનેતમારા નાણાકીય ધ્યેયના આંકડાઓ સામે રાખીને  આગળ વિચારો. એ વધુ સારું રહેશેકે એ બાબતોમાં તમે તમારી પત્નીને સામેલ કરો. સામાન્ય રીતે આ એક લાંબી કસરતછે અને ગ્રાહકો એમાં ઢીલ બતાવતા હોય છે. એક સારો રસ્તો બની શકે છેશુક્રવારે કેઝ્યુઅલ રજા લેવી અને સારો એવો સમય એ કામ માટે સમર્પી દેવો.ખાતરી રાખો કે શક્ય હોય એટલી તમામ આર્થિક માહિતીઓ તમે તમારા નાણાકીયઆયોજકને પૂરી પાડો. ઘણી નાનામા નાની થી લઈને ઘણી બધી માહિતીઓ આપવાનીબાબતમાં સંતુલન જાળવો. તમારા આયોજક તમને જે સંપત્તિ અંગેની તપાસયાદી આપેએની પુન: તપાસ કરો અને ખાતરી કરો કે તમે તમામ માહિતીઓ અને સહાયક વિગતો આપીછે, એનો અંદર સમાવેશ થયો છે કે કેમ.


ભારપૂર્વકકહેવું:સામાન્ય રીતે તમારા નાણાકીય આયોજક તમને જ્યારે તમારી સંપત્તિને લગતીમાહિતીનો કાચી નોંધ થઈ રહી હોય છે (ડ્રાફ્ટ) ત્યારે એ મુદ્દાઓને બદલવાનીમંજૂરી આપે છે. તમારા એ ડ્રાફ્ટ કક્ષાના આયોજનનું પુન: મૂલ્યાંકન કરો કેજેથી કરીને એમાં રહી ગયેલી કોઈ વિસંવાદીતા (ભૂલ)ને સુધારી શકાય. આયોજનનાલખાણ અંગે પુન: સમીક્ષા કરવા મીટિંગમાં ભેગા મળો એ પૂર્વે આયોજન બરાબર જોઈજાઓ અને સમજી લો કે તમારા આયોજકે કેવી રીતે આયોજનનું માળખું તૈયાર કર્યુંછે. તમે તમારા ધ્યેયને અથવા એ આયોજનનો અમલ કરવાની પદ્ધતિને જુદી રીતેસુચવવાનું પસંદ કરી શકો. તમે એવું પણ ઈચ્છી શકો કે દા.ત. તમારા નિવૃત્તિનેલગતા આયોજનની પાયાની રૂપરેખાઓ તૈયાર કરો અથવા તમે હયાત ન હો ત્યારે તમારેતમારા પરિવાર માટે જે છોડી જ જવાનું છે એવા જીવનવીમા અંગે તમારી પત્ની સાથેતમે પુન: વિચાર કરવા માગતા હો તો એ અંગે અયોજન કરવાનું વિચારી શકો.


 ઢીલાપણુ:અમે નોંધ્યું છે કે ગ્રાહકો કરાર પાલનમાં અમર્યાદ વિલંબ કરે છે. કેટલીકવાર હાસ્યાસ્પદ રીતે અમને જોવા મળ્યું છે કે જ્યારે નાણાકીય આયોજક સાથેઅગત્યની મીટિંગ ચાલી રહી હોય ત્યારે ગ્રાહકો ક્રિકેટ મેચ જોવાનું પસંદકરતાહોય છે. કેટલીક વાર કરાર શરૂ થઈ જાય અને આયોજકને તેની ફી પણ ચુકવાઈ જાયતેમ છતાં ગ્રાહક માહિતીપૂરી પાડવા માટે તેનો કીમતી સમય ફાળવવા સક્ષમ હોતોનથી. અગાઉ જણાવ્યું તેમ નિયત કામમાંથી આકસ્મિક રજા લઈને તમે ઘણા મદદરૂપબની શકો. આયોજનના અમલીકરણ માટે મોડું કરાવનારો પ્રત્યેક દિવસ તમારાઆયોજનમાં નાણાકીય ખર્ચ વધારનારો સાબિત થઈ શકે છે. યાદ રાખો કે ભેગા મળીનેકામ કરવું - એ એક એવું શક્તિશાળી સાધન છે કે જે તમને તમારી ધન - સંપત્તિવધારવામાં ઘણી મદદ કરે છે. જેટલી વહેલી તમે શરૂઆત કરો એ એટલું જ તમારા માટેવધુ સારુ છે.


અમલીકરણ :તમારા આયોજક તમને અમલ કરવા અંગેનું એક આયોજન પૂરું પાડે છે. તમારી પાસે બધું કામ કરવા માટે પૂરતો સમય હોતો નથી.માટે દરેક કાર્યને પસંદગી ક્રમાંક આપવો એ વધુ સારો ખ્યાલ છે. એક સૌથી વધુસારો રસ્તો એ છે કે અમે જોયું છે કે આયોજનના અમલ માટે એને વહેંચી નાખવું. આ મહિને તમારી આકસ્મિક અસ્કયામતો અને હેલ્થ વિમાનેલઈને વ્યસ્ત રહો. બીજા મહિને ટર્મ માટે થયેલા આયોજનને હાથ પર લો અને તમારીવિમા પોલિસીઓના એકત્રીકરણ પર કામ કરો અને એ રીતે આગળ વધો. તમારી તમામક્રિયાઓ માટે એને પૂરી કરવાની તારીખ નક્કી કરવા અંગે ચોક્કસ રહો. તમારાઆયોજકે જેની ભલામણ કરી છે એ તમામ બાબતોને કાળજીપૂર્વક જુઓ. અને તેઓની ભલામણકરેલી બાબતોને બૌદ્ધિક રીતે યોગ્ય ઠરાવવા અંગે તેમને પૂછો. તમે તમારાઆયોજકને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે પણ પૂછી શકો છો. એક સારા નાણાકીયઆયોજક પાસે હંમેશા ઊંડણપૂર્વકનું સેવાઓ અને સ્કીમોનું વિશ્લેષણ ઉપલબ્ધ હોયછે, જે એણે પોતાના વ્યક્તિગત નાણાકીય બાબતોને લગતા બ્લોગ પર મૂક્યું હોયછે. એ તમને સરળતાપૂર્વક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.


પુન: મૂલ્યાંકન:તમારા આયોજક સાથે કાર્યક્રમના આયોજન પર સંમત થાઓ. અગાઉથી તમારું કેલેન્ડરગોઠવી દો. અગાઉથી આયોજનના અમલ માટે પુન: મૂલ્યાંકન કરો કે જેથી તમે પડકારજનક ક્ષેત્રોમાં તમારા આયોજકની મદદ લઈ શકો. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાટે તમે ક્યાં સુધી પહોંચ્યા અને સમગ્ર આયોજનના અમલ માટે તમે કેટલેપહોંચ્યા છો એ જુઓ. અમે આશા રાખીએ છીએ કે આ ટીપ્સ તમને એક ફળદાયી નાણાકીયઆયોજનલક્ષી કરાર પર ચોક્કસ મદદરૂપ બનશે.


 આપ ધનવાન થાઓ.