બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ તહેવારોની ખરીદી, ક્યાંથી કરી શકો!

ના રોજ પ્રકાશિત Tue, 03, 2015 પર 07:38  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર.

મની મેનેજરમાં આજે તહેવારોની ખરીદી, ક્યાંથી કરી શકો ખરીદી? શું તકેદારી રાખવી? તે જાણીશું.

તહેવાર આવે એટલે અણધાર્યા ખર્ચાઓ પણ આપમેળે આવી જતા હોય છે. તેમા પણ અમુક એવા ખર્ચા હોય જેની અસર લાંબા ગાળા સુધી આપણા પર પડેલી રહે છે. કેવા ખર્ચા તમારા ખીસાને પણ અનુકુળ આવી શકે અને કેવા ખર્ચાઓ તમારા આયોજનને ખોરવી શકે તેના પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ખરીદી કરતા પહેલા ચેતો. ખર્ચાઓ પર સંતૂલન રાખવું. કોઈસાથે દેખા-દેખી ન કરવી. જરૂરીયાત મુજબની ખરીદી કરવી નહિંકે બિનજરૂરી. સમયસુચકતાને ધ્યાનમાં રાખી ખરીદી કરવી. વસ્તુઓનું મુલ્ય ચકાસી ખરીદી કરવી. તહેવારમાં એક સાથે જાજા લોકોએ મળી મીઠાઈ બનાવી નાણાં બચાવી શકાય. એક સાથે જાજા લોકો મળી જે કામ કરે તેમા આનંદ પણ મળે અને બચત પણ થાય.

દરેક ખર્ચાઓનું યોગ્ય પ્લાનિંગ કરી શકાય. અમુક ખર્ચાઓ એવા હોય જેને તહેવાર પહેલા કે પછી લઈ શકાય તો તે કરવું. સમાચાર પત્રો કે સામાયિકોની જાહેર ખબરોથી અંજાઈ ખરીદી ન કરવી. દર મહિને નાની રકમ બાજુ પર રાખી ખર્ચ કરી શકાય.

જે વસ્તુની ખરીદી કરવી હોય તેના માટે રકમ એકઠી કરવી. સ્ટેપ ડાઉન મેથડ એટલે ખર્ચાઓના ઓપ્શન બનાવી સસ્તા ઓપ્શન સાથે જવું. સ્ટેપ ડાઉન દરેક વસ્તુમાં લાગુ પડી શકે છે. તહેવારો પરની ભેટ ઉપયોગીતાની અનુકુળતાને જોઈ આપવી જોઈએ.