બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ મેળવો તમારી સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2015 પર 07:48  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર.

દર્શકોનાં ઘણા બધા સવાલો મની મેનેજર ને મળી રહ્યાં છે, આપના વધુમાં વધુ સવાલના જવાબ આપ સુધી પહોંચડાવાના અમારા સતત પ્રયત્ન છે. તો વધુ સમય ન લેતા તમાર સવાલના જબાબ જાણીશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં,સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર પાસેથી.

સવાલઃ  મારી પાસે એલઆઈસીનો જીવન આનંદ પોલિસી છે 5 લાખ કવરની, કોટકની મની બેક છે 20 હજારની અને મેડિકલ ઈન્શ્યોરન્સ લેવાનો છે. 8-10 લાખની ઈક્વિટી છે એસઆઈપી માટે શું કરવું 8-10 હજાર નું પ્લાનિંગ છે?

જવાબઃ મનીષને સલાહ છે કે સૌપ્રથમ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. રૂપિયા 4500 એસઆઈપી લાર્જ કેપમાં લાંબા ગાળા માટે કરવી જોઇએ. લગભગ રૂપિયા 10 લાખનું ફેમલિ ફ્લોટર હોવું જોઇએ. રૂપિયા 50 લાખનો ટર્મ પ્લાન લેવો જોઇએ. ઇન્શ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ વાળી ટ્રેડિશનલ પોલિસી હેતુ સર કરી શકતી નથી. જો પોલિસી ટુંકાગાળા પહેલા લીધી હોય તો મિનિમમ પ્રિમયમ ભરવું પડે. તમે માસિક રૂપિયા 10 હજારની એસઆઈપી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે નિલેશ ભુવાનો. તેઓ લખી રહ્યાં છે કે તેમને 4 વર્ષ પછી રૂપિયા 5 લાખની જરૂર છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં માસિક કેટલુ રોકાણ કરવું જોઇએ?

જવાબઃ નિલેશને સલાહ છે કે ટુંકાગાળાના ધ્યેય માટે રૂપિયા 8500 માકિ કરવું જોઇએ. રૂપિયા 8500 નું રોકાણ એસઆઈપીમાં કરવું.

સવાલઃ મારે રોકાણ કરવુ છે તો કેમા રોકાણ કરૂ?

જવાબઃ નિકુંજને સલાહ છે કે ઇન્શ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ અલગ છે. ઇન્શ્યોરન્સ માટે ટર્મ પ્લાન લેવો જોઇએ. રોકાણ માટે એસઆઈપી પસંદ કરવી વધુ હિતાવહ. ઇન્શ્યોરન્સ અને રોકાણ અલગ છે.

સવાલઃ મારી ઉંમર 30 વર્ષની છે હું રિટાર્યમેન્ટ પ્લાન્ટ કરૂ છુ 15000 રૂપિયાને કેવી રીતે ઈન્વેસ્ટ કરવા તેની માહીતી આપશો?

જવાબઃ અક્ષયને સલાહ છે કે યુવા વયે નિવૃતીનું આયોજન કરવાથી મોટુ ભંડોળ ભેગુ થઇ શકે. રૂપિયા 5000 ની ત્રણ અલગ અલગ એસઆઈપી કરી શકાય. ધીરજ રાખી રોકાણ લાંબા સમય માટે કરવાથી વળતર સારૂ મેળવી શકાય. રૂપિયા 5000 ની ત્રણ અલગ અલગ એસઆઈપી કરી શકાય.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે ઘનશ્યામ પટેલનો હિંમતનગરથી, તેમનો સવાલ છે કે તેમની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ 60 હજાર છે. રૂપિયા 3000 ની એસઆઈપી કરવાની ઇચ્છા છે, તો 20 વર્ષ સારૂ વળતર આપતા એસઆઈપી પ્લાન જણાવશો?

જવાબઃ ઘનશ્યામભાઇને સલાહ છે કે રોકાણ ની શરૂઆત નાની રકમથી પણ કરી શકાય. લાંબાગાળા માટેનું રોકાણ વધુ ફાયદાકારક. રૂપિયા 3000 થી શરૂઆત કરો તો 20 વર્ષે રૂપિયા 30 લાખ ભેગા થઇ શકે.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે પારસ જોષીનો ગોધરાથી. તેમનો સવાલ છે. એસઆઈપીમાં કેટલી રકમનું રોકામ કરી શકાય? એસઆઈપીનું રોકાણ ઓછામાં ઓછી કેટલી રકમથી શરૂ કરી શકાય?

જવાબઃ પારસને સલાહ છે કે ઇક્વિટી ફંડમાં લાંબાગાળાનું રોકાણ કરવું જોઇએ. એસઆઈપી દ્વારા નાના રોકાણકાર પણ માર્કેટમાં રોકાણ કરી શકે. રોકાણ ધ્યેયને આધારે કરી શકાય. એસઆઈપીમાં રોકાણ રૂપિયા 500થી પણ થઇ શકે. એસઆઈપીમાં રોકાણ કરવાથી લાંબાગાળે સારૂ વળતર મેળવી શકાય.

સવાલઃ આ ઇમેલ આવ્યો છે નંદન ગોસ્વામીનો, મહેસાણાથી. તેમણે પુછી રહ્યા છે કે, મારી પાસે રૂપિયા 2 લાખ છે જેનું મારે આવતા 2,3 વર્ષ માટે રોકાણ કરવું છે. મને ઇન્શ્યોરન્સ પ્લાનમાં રસ છે તો મને સારૂ વળતર આપતા પ્લાન જણાવશો.

જવાબઃ નંદનને સલાહ છે કે રોકાણ અને ઇન્શ્યોરન્સનો ભેદ સમજવો જરૂરી છે. ઇન્શ્યોરન્સ કુટુંબની સુરક્ષા માટે છે. રોકાણ ભવિષ્ય માટે ભંડોળ ભેગુ કરવા માટે થતુ હોય છે. ડેટમાં રોકાણ સુરક્ષિત છે, વળતર ઓછુ છે. મ્યુચ્યુઅલફંડમાં રોકાણમાં ઓછા જોખમે વધુ વળતર મેળવી શકાય.