બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ તહેવાર નિમિતે ભેટ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2015 પર 17:25  |  સ્ત્રોત : Moneycontrol.com

મની મૅનેજર દર્શકોને પર્સનલ ફાયનાન્સ ને લગતી તમામ માહિતી સતત પહોંચાડી સીએનબીસી બજારના દર્શકોને સુરક્ષિત અને સમ્દ્ધ ભવિષ્ય આપવાના પ્રયત્નો કરે છે અને આના જ ભાગ રૂપે આવનારા તહેવારોમાં આપને ઉપયોગી થાય એવી માહિતી. તહેવારોની ભેટનાં આઈડિયા. શું બની શકે વિકલ્પો? શું તકેદારી રાખવી?

ભારત એ તહેવારોનો દેશ છે, અને વિવિધ તહેવારોની પરંપરાગત ઉજવણી એ આપણા દેશની સંસ્કૃતિ. આપણા સમાજમાં તહેવારો નિમિત્તે ભેટ આપવાની પંરપરા છે. આ તહેવાર પર શું ભેટ આપવી એ સવાલ ઘણા લોકોને હોય છે તો આજે અમે તમને આપવાનાં છે થોડી અમૂલ્ય ભેટના આઇડિયાઝ, જે એવી ગિફ્ટ હશે જે તમારા પરિજનોને જીવનભર ઉપયોગી થઇ શકે છે. અને આ રસપ્રદ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

તહેવાર નિમિત્તે ભેટ મોટેભાગે ચેક કે રોકડ રકમની ભેટ આપે છે. બાળકોને મળતા ચેક દ્વારા તેમનું બેન્ક અકાઉન્ટ ખોલી શકાય. ગિફ્ટ વાઉચર પણ આપી શકાય. ઘણી ઓનલાઇન વેબસાઇટનાં વાઉચર હોય છે.

તહેવાર કે પ્રસંગ પર મળતી રૂપિયા 50 હજાર સુધીની ભેટ કરપાત્ર નથી. તહેવાર કે પ્રસંગ પર મળતી રૂપિયા 50 હજારથી વધુ કિંમતની ભેટ કરપાત્ર બને છે. જો ભેટ મેળવનાર વ્યક્તિ કુટંબીજન હોય તો કોઇ પણ રકમની ભેટ પર કરપાત્ર નથી. કુટંબીજન તરીકે પતિ-પત્ની, માતા-પિતા, ભાઇ-બહેન, પોત્ર વગેરે હોય શકે છે.

શૅરભેટ આપતી વખતે કોન્ટ્રોકાટ આપવો જઝ્રરી છે. ઇક્વિટી શૅરની ભેટ તરીકે આપી શકાય. શૅરની ભેટને કાયદાકીય રીતે ટ્રાન્સફર ઓફ શૅર કહેવાય છે. શૅર આપનાર વ્યક્તિ ડોનર કહેવાશે અને મેળવનાર ડોની. શૅર ઓફ માર્કેટ ટ્રાન્ઝેકશન દ્વારા આપી શકાય છે. ઓફ માર્કેટ ટ્રાન્ઝેકશન ડોનર દ્વારા શરૂ કરાય છે. જો શૅર સર્ટિફિકેટનાં સ્વઝ્રપે હોય તો ફોર્મ 7 બી ડોનરે ભરી, સહી કરી જમા કરાવવું. પેપર શૅર ભેટ આપતા પહેલા ડિમાર્ટફોર્મમાં ફેરવવા પડે. આમ કરવાથી સ્ટેમ્પ ડ્યુટી બચી શકે. ડોનરની 1 વર્ષથી વધુની માલિકીનાં શૅર ભેટ સ્વરૂપે અપાય તો. કેપીટલ ગેઇન ટેક્સ લાગુ પડશે નહિ. ઓફ માર્કેટ ટ્રાન્ઝેકશન ડોનર દ્વારા શરૂ કરાય છે.

મ્યુચ્યુઅલફંડની ભેટ આપવી શૅરની ભેટ જેટલી સરળ નથી. મ્યુચ્યુઅલફંડની ભેટ માટે થર્ડ પાર્ટી ચેક માન્ય નથી. મ્યુચ્યુઅલફંડની ભેટથી ભેટ મેળવનારને રોકાણનો લાભ મળી શકે. મ્યુચ્યુઅલફંડમાં રોકાણની શરૂઆત ભેટ દ્વારા થઇ શકે.

પોતાના ઇન્શ્યોરન્સનાં લાભકર્તા બનાવી આપણા પ્રિયજનને ભેટ આપી શકાય. પોતાના સ્ટાફને ગ્રુપ ઇન્શ્યોરન્સની ભેટ આપી શકાય. હેલ્થ ઇન્શ્યોરન્સ પણ ગ્રુપ ઇન્શ્યોરન્સથી આપી શકાય.ગ્રુપનાં સભ્યોમાં ફેરફાર પણ કરી શકાય.

ઇન્શ્યોરન્સથી અજાણ સામાન્ય વ્યક્તિને ઇન્શ્યોરન્સથી પરિચિત કરાવવા જઝ્રરી. કામ કરનાર વર્ગને ઇન્શ્યોરન્સની ભેટ આપી શકાય. બને ત્યાં સુધી રોકડ વ્યવહાર ન કરવા. પરિવારજનોને મદદ કરતી વખતે પણ રોકડ વ્યવહાર ન કરવો જોઇએ. નેફ્ટ, આરટીજીએસ વગેરેનો ઉપયોગ કરવો હિતાવહ. પ્રોપર્ટી ભેટ આપતી વખતે ડોક્યુમેન્ટ બનાવવું જરૂરી છે.