બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2015 પર 17:28  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

આજે એવી જ રીતે તમારા નાણાંને વધારે સુરક્ષિત રાખવા માટે અમે આવી પહોંચ્યા છીએ. તમારા પ્રશ્નોનું સમાધાન લાવવા. આજે આપણી સાથે જોડાઈ રહ્યાં છે , ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

સવાલઃ હું ડૉક્ટર છું. તો મારે મેડિક્લેમ લેવો જોઈએ કે નહીં? અને કેટલો લેવો જોઈએ?

જવાબઃ દર્શનભાઈને સલાહ છે કે મેડિકલના ખર્ચા જે સામાન્ય વ્યક્તિને હશે તે તમને પણ મળશે. આજે મેડિકલના ખર્ચાઓ ખુબ વધારે હોય છે. એક ઈન્ડિવિડ્યુઅલ વ્યક્તિ તરીકે મેડિકલ કવર લેવુ જઝ્રરી છે. દરેક વસ્તુનો સમન્વય કરી ટર્મ પ્લાન લેવાતુ હોય છે.

સવાલઃ મારે લિક્વીડમાં રોકાણ કરવુ છે? મારે એસઆઈપીમાં રોકાણ કરવુ છે? તો મને સલાહ આપશો.

જવાબઃ દિક્ષિતભાઈને સલાહ છે કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. રૂપિયા 5 હજારનું માસિક રોકાણ કરવું જોઈએ.

સવાલઃ નિકુંજ પટેલ આપણને લખી રહ્યાં છે કે મારી પાસે રૂપિયા 50,000 છે, જેનું મારે રોકાણ કરવું છે, આ રોકાણ મારે 2 થી 3 વર્ષ માટે કરવું છે, તો ક્યાં રોકાણ કરી શકાય કે જેથી મને સારૂ વળતર મળી શકે, મારી પાસે એક રૂપિયા 5000 ની એફડી છે, તો તેના કરતા બીજા કોઈમાં વધારે સારૂ ઈન્ટરેસ્ટ મળી શકે?

જવાબઃ નિકુંજભાઈને સલાહ છે કે તમારે કોઈ રિસ્ક વાળુ રોકાણ ન કરવું જોઈએ. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં FDની સરખામણીમાં જોખમ વધારે છે.

સવાલઃ મારા આવતા 20 વર્ષ માટે કરોડ રૂપિયા હોય એવુ કરવુ છે. મને એસઆઈપીમાં રોકાણ કરવુ છે. તો મારે લાર્જકેપ કે મિડકેપ શેર્સમાં શેમાં રોકાણ કરુ તેની સલાહ આપો.

જવાબઃ ધર્મેશભાઈને સલાહ છે કે તમારે 3 થી 6 મહિને રોકાણ ચકાસતુ રહેવું. રૂપિયા 4,000 બિરલા સનલાઈફમાં રોકાણ કરવું.

સવાલઃ મલય રાવલ અમને ઈમેઈલ દ્વારા સવાલ પુછી રહ્યાં છે, તેમનો સવાલ છે, મારે લાંબાગાળા માટે રોકાણ કરવું છે તો મને કોઈ લોંગ ટર્મ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ જણાવી શકો જે 80સીમાં પણ ઉપયોગી બની શકે.

જવાબઃ મલયભાઈને સલાહ છે કે ઈએલએસએસ ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલઃ નેશનલ પેન્શન સ્કીમ છે તેમા મારે રોકાણ કરવુ છે. તો તેમાં એસઆઈપી કરાવી સારી રે કે લમસમ કરાવુ સારૂ રહેશે?

જવાબઃ મહેશભાઈને સલાહ છે કે નિવૃતી માટે મોટી રકમ એકઠી કરવી હોય તો ઈએલએસએસ સ્કીમમાં રોકાણ કરી શકાય. એનપીએસમાં ટીઅર 2 એકાઉન્ટમાં 50% રોકાણ ઈક્વિટીમાં થાય છે. એનપીએસમાં ટીઅર 1માં રોકાણ કરી શકાય.

સવાલઃ મારે મિડકેપમાં રોકાણ કરવુ છે? તો તેમા કેવી રીતે રોકાણ કરવુ તેની સલાહ આપશો.

જવાબઃ ચિંતનભાઈને સલાહ છે કે મિડકેપ ફંડમાં રોકાણ કરી શકાય.