બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

દિવાળી સ્પેશલઃ મનીમેનેજરમાં દર્શકો સાથે રૂબરૂ ચર્ચા

મની મેનેજરમાં આજે કેવી રીતે જાળવવું રોજબરોજનું બજેટ ક્યાં મુદ્દાઓ દર્શકોની મુંજવણ. દર્શકો સાથે રૂબરૂ ચર્ચા.
ના રોજ પ્રકાશિત Wed, 11, 2015 પર 17:29  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંકિય આયોજનમાં તેના માટે જ અમે હાજર છીએ સીએનબીસી બજારના આ મની મેનેજર શૉમાં.મની મેનેજરમાં આજે કેવી રીતે જાળવવું રોજબરોજનું બજેટ ક્યાં મુદ્દાઓ દર્શકોની મુંજવણ. દર્શકો સાથે રૂબરૂ ચર્ચા.


દરેક વ્યક્તિની સામાન્ય સમસ્યા હોય છે કે કમાયેલા નાણાં જાય છે ક્યાં? રોકાણ કરૂ છું પણ વળતર નથી મળતું?, અથવા નોકરી શરૂ કરી તો બચતને ક્યાં રોકું? કે પછી, પરિવાર માટે સુરક્ષિત રોકાણ ક્યુ? આજે મની મૅનેજરમાં તમારા આવા અનેક પ્રશ્નોને આપણે રૂબરૂ સંબોધવા જઈ રહ્યાં છીએ. આજે દિવાળીની ભેટ સ્વરૂપે મની મૅનેજર તમારા સાથે પરસ્પર જોડાવા જઈ રહ્યું છે. આજે મની મૅનેજરમાં તમારા સવાલોને સંબોધવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે, તમારા પસંદગીના એકર્સપર્ટ્સ, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા, ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


સવાલઃ હેલ્થ ઈન્શ્યોરન્સ કેવી રીતે હેલ્થ ઈન્શ્યોરન્સની પસંદગી કરશો? શું છે પરિણામ?


જવાબઃ પોરૂશભાઇને સલાહ છે હેલ્થ ઈન્શ્યોરન્સમાં સતત નવી વસ્તુઓ આવતી રહે છે. દરેક કંપની વચ્ચે પરસ્પર સ્પર્ધા ઘણી રહે છે. ભારતમાં 7 થી 8 વર્ષથી વિવિધ કંપનીના મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રચલિત થઇ રહ્યાં છે. કેશલેસ હોસ્પિટલાઇઝેશન દરેકમાં મળે છે નેટવર્ક હોસ્પિટલ નજીકમાં હોવી જોઇએ પોલિસીનો ઉપયોગ થાય છે કે નહિં તે ખાસ ચકાસવું. ટોપઅપની પોલિસી પણ ચલણમાં છે અમુક પોલિસીમાં ઓપીડીની તરત રકમ મળે છે. પોલિસીના ફિચર પ્રમાણે વાર્ષિક શું ફેરફાર મળે છે. કોઈપણ પોલિસીમાં રોકાણ કરતા પહેલા પુરતી તપાસ કરવી. નાણાં સાથે સુવિધા કેવી છે તે પણ ચકાસવી. ટીપીએની નિતીઓ પણ જોવી રહે છે. પોલિસીની દર વર્ષે ફાઈન પ્રિન્ટ જોવી. પોલિસી ટ્રાન્સફર સરળતાથી થઈ શકે છે. પોલિસી ટ્રાન્સફર કરતા સમયે જૂના બેનિફિટ મળી શકે છે. રકમ ઓછામાં ઓછી રૂપિયા 10 લાખ રાખવી. અમુક પોલિસીમાં અમુક કેપ હોય છે તે કેવો અને કેટલો છે તે ચકાસવો પડે છે.


સવાલઃ મારા પતિની ઉંમર 46 વર્ષ છે. એમનો લાઈફ ઈન્શ્યોરન્સ નથી? શું હવે લેવો જોઈએ? કેટલું પ્રીમિયમ આવી શકે?


જવાબઃ ઈન્શ્યોરન્સ એ સુરક્ષા માટે લેવાય છે નહિં કે રોકાણ માટે. ઈન્શ્યોરન્સ અને રોકાણ બન્ને અલગ વસ્તુ છે ટર્મ પ્લાનનું કવર વિવિધ મુદ્દાઓ પર નિર્ધારિત રહે છે. ટર્મ પ્લાન લેવા સમયે તમારી હાલની આવક ચકાસવી. તમારા ધ્યેય માટેનું આયોજન જોવું. કોઈ લોન કે કોઈ જવાબદારી છે કે નહિં તે ખુબ જરૂરી. એક સામાન્ય માપદંડ છે કે વાર્ષિક આવકની 12 થી 15 ગણી રકમનું ટર્મ પ્લાન હોવું આવશ્યક.


સવાલઃ મારા પાસે હોમ લોન છે જે ઘરમાં હું રહેતો નથી, ઘર અમદાવાદમાં છે. ટોટલ લોન 15ની હતી જેમાં 11 બાકી છે, તો મુંબઈમાં ઘર લેવું છે તો શું માટે બીજી લોન લેવી જોઈએ કે પહેલાની લોનને મારા પાસે પડેલા 20 લાખ પડ્યા છે એમાથી રિપે કરૂ અને 8 લાખમાં ડાઉનપેમેન્ટ કરૂં કે લન ચાલું રાખુ?


જવાબઃ કમલેશભાઈને સલાહ છે કે બન્ને ઘર રોકાણની દ્રષ્ટીએ રાખવા છે જ્યારે હેતુ માત્ર રોકાણનો હોય તો લોન ન લેવી. જો રાકાણ કરવું જ હોય તો પહેલી લોન ચુકવી દેવી. જ્યાં સુધી લોન ચુકતે ન કરો ત્યાં સુધી ઘર તમારૂ નથી રહેતું. બેલેન્સ શિટમાં વધારે મિલકત સ્થાવર ન રહેવી જોઈએ. થોડું રોકાણ લિકવીડ તરીકે પણ રાખવું. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા વિચારવું.


સવાલઃ એપ્રિલ-15માં મે જોબ જોઈન કરી ત્યારે મને 2 લાખ બોનસ મળ્યુ હતુ અને બવે મને જોબ ચેન્જ કરવી છે તો મારે બોનસ રિટર્ન કરવું છે તો શું મારે ટેક્સ સાથે કરવું પડશે જ્યારે મને બોનસ ટેક્સ કપાયને 1 લાખ 60 બજાર મળ્યું હતુ, તો હુમ 2 લાખ પે કરૂં તો મને કપાયેલો ટેક્સ ફરી મળે?


જવાબઃ કમલેશભાઈને સલાહ છે કે ટેક્સ પેર્પસ માટે ટ્રાન્ઝિક્શન અલગ થશે. એક વાર ઈનકમ ગણાય ત્યારે ટેક્સ ભરવો પડે. વર્ષના અંતે તમારે ટેક્સ ક્રેડિટ અને આવક બન્નેનો સમાવેશ થશે.


સવાલઃ મ્યુચ્યુઅલ ફંડમાં 4, 5 વર્ષ માટે જો રોકાણ કરવું હોય તો કયા કેટલા ટકા રોકાણ કરવું? ઈક્વિટીમાં કેટલુ? મ્યુચ્યુઅલ ફંડમાં કેટલુ?


જવાબઃ નિપેશભાઈને સલાહ છે કે સમયની મર્યાદા વિચાર કરી નક્કી કરવી. જેમ સમય મર્યાદા બદલાય તેમ નિવારણ બદલાય. જો 5 વર્ષમાટે રોકાણ કરવું હોય તો અડધા ઈક્વિટી અને અડધા ડેટમાં રોકવા. જો 8 વર્ષ માટે નાણાં રોકવા હોય તો સંપૂર્ણ રોકાણ શૅર બજારમાં કરી શકાય. ડેટ બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકી શકાય. ટેક્સ બચત વાળા વિકલ્પો પણ છે. તો તેમા પણ રોકાણ કરી શકાય. રૂપિયા 1 થી 1.5 લાખ રોકવા હોય તો પોર્ટફોલિયો સારો બની શકે છે.


સવાલઃ ગોલ્ડમાં રોકાણ કરવુમ જોઈએ? કાલે થયેલી ગોલ્ડ સ્કીમ લાભદાયી છે?


જવાબઃ જો સોનામાં રોકાણ કરવું હોય તો તેનો ધ્યેય નક્કી કરવો. જો જ્વેલરી પસંદ હોય તો સીધુ તેમા રોકાણ કરવું. ગોલ્ડ ઈટીએફ કે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાય. સોવરેન બોન્ડમાં સરકાર વ્યાજ આપે છે. ગોલ્ડ બોન્ડની સ્કીમ મુજબ 5 વર્ષ સુધી તેને લિક્વીડેટ નહિ થઈ શકે. ગોલ્ડની ગીફ્ટ માટે સિક્કા પણ લઈ શકાય.


સવાલઃ મારો સવાલએ છે કે ઈએલએસ, ઈસીસીએસ અથવા તો એવુ કહ્યુ રોકાણ? બેન્ને વચ્ચે ક્યુ સારૂ રહેશે?


જવાબઃ રૂદ્રેશભાઈને સલાહ છે કે પીપીએફ એક ગેરન્ટી વાળુ રોકાણ છે. પીપીએફ મેચ્યોર થશે ત્યારે જે રકમ મળશે તે ટેક્સ ફ્રિ રહેશે. ઈએલએસએસનું રોકાણ પીપીએફ સાથે ન તોલી શકાય. આશરે 20 થી 25%નું વળતર ઈએલએસએસમાં મળી શકે. ઈએલએસએસમાં નાણાં 3 વર્ષ સુધી લોક થઈ જાય છે. સંપૂર્ણ રિટર્ન માટે જ રોકાણ હોય તો ઈએલએસએસ શ્રેષ્ઠ વિકલ્પ છે.


સવાલઃ મારે એસઆઈપીમાં રોકાણ કરવુ છે તો મને સલાહ આપશો?


જવાબઃ હેમાંગીબેનને સલાહ માસિક રૂપિયા 15 હજાર સુધીનું રોકાણ કરવું છે. એસઆઈપીમાં રોકાણ તમારા ધ્યેયને સાધીને કરવું જોઈએ. એસઆઈપીમાં 2 ફાયદા છે. એસઆઈપીમાં રોકાણથી તમારા કેશ ફ્લો પર ભાર નથી આવતો. ઈક્વિટી બેઝ લાર્જ કેપ અને મિડ કેપ ફંડમાં રોકાણ કરી શકાય. ભારતમાં 45 થી 46 જેટલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે. 3 થી 4 ફંડમાં રોકાણ કરવું જોઈએ.


સવાલઃ મને વારસામાં જમીન મળી છે તે વેચીને મે ધર લીધુ છે. તે ટોટલી ફ્રી છે અને મારી પાસે બીજુ થોડુ ઘણું રોકાણ છે. મને મુંબઈમાં જોબ મળી છે તે માટે તો મારે સુરતનું ઘર વહેંચી અહિંયા ઘર લેવુ જોઈએ કે પછી હોમ લોન અને મારી પાસે થોડી જમીન છે તેના પર લોન લેવી જોઈએ?


જવાબઃ જોલીબેનને સલાહ મુંબઈમાં ઘર લેતા સમયે ફંડ પુરતુ ન મળી શકે. તમારે પહેલા નક્કી કરવાનું રહેશે કે તમારે મુંબઈમાં જ સેટલ થવું છે કે અન્ય કોઈ સ્થળે. લાંબા ગાળાનું વિચારી રોકાણ કરવું. લોન લો ત્યારે લોક ઈન થઈ જવાય છે. લોન લેતા સમયે મહત્વની વાત એ છે કે તમે લોન રિપે કેવી રીતે કરશો. પ્રોપર્ટીનો કોસ્ટ અને સામે લોન લેવી યોગ્ય છે કે નહિં તે જોવું. અમુક સમયે એવુ પણ બને કે જે રેન્ટ લેતુ હોય તેના માટે નુકશાન બની શકે.


સવાલઃ ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યુ હોય તો ટેક્સની ગણતરી કઈ રીતે થાય? આવા ફંડમાં રોકાણ કરવું જોઈએ?


જવાબઃ શ્રૈયસભાઈને સલાહ છે કે કોઈપણ એએમસીમાં રિડમ્શન કાયદો સમય પ્રમાણે લાગુ પડે કેપિટલ ગેઈન લાગુ પડે છે. જ્યારે રોકાણ રિડીમ કરો તે પ્રમાણે ફાયદો મળી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ કરવું જોઈએબહાર રોકાણ કરવાથી પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈડ બને છે. આંતરરાષ્ટ્રીય રોકાણ સમયે ફોરેન એક્સચેન્જ રિસ્ક પણ લાગે છે. આંતરરાષ્ટ્રીય ફંડ ઘણા પ્રકારના હોય છે. અમુક ફંડ અમુક દેશોને અનુરૂપ હોય છે.


સવાલઃ આજ કાલ ઘણું રોકાણ થઈ શકે છે તો સેફ પોર્ટફોલીયો કોને કહેવાય?


જવાબઃ હેમાબેનને સલાહ છે કે સુરક્ષિત રોકાણની પરિભાષા ઘણી રહે છે. ગણતરી કરી રોકાણ કરી તો સુરક્ષિત રોકાણ રહે છે. જો પોર્ટફોલિયો અડઘુ સારૂ અને અડઘુ ખરાબ કમાતુ હોય તો બેલેન્સ રહે. પોર્ટફોલિયોનું રિચર્ન કેટલું રહે છે તે ચકાસવું રહે છે. ગણતરી કરી રોકાણ કરી તો પોર્ટફોલિયોને ડેમેજ પ્રમાણમાં ઓછું થાય. યોગ્ય જ્ઞાન અને સમજથી રોકાણ કરી તો ફાયદો થશે.


સવાલઃ જ્યારે સ્ટોક પિક્સ કરીએ ત્યારે તેનો ભાવ કેવો હોવો જોઈએ?


જવાબઃ શ્રૈયસભાઈને સલાહ છે કે દરેક આઈપીઓ પર પ્રિમિયમ જે આપવામાં આવે તેનું જસ્ટીફિકેશન ચકાસવું જોઈએ. જે સ્ટોકનો ઈતિહાસ આપણને ખ્યાલ છે તેમા નવા રોકાણકારે રોકાણ કરવું. દરેક આઈપીઓ પર પ્રિમિયમ જે આપવામાં આવે તેનું જસ્ટીફિકેશન ચકાસવું જોઈએ. રોકાણ પહેલા કંપની તેમજ સેક્ટરની પસંદગી ચકાસવી.