બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દિકરીઓ માટે આયોજન

ના રોજ પ્રકાશિત Tue, 17, 2015 પર 08:27  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર. મની મેનેજરમાં આજે દિકરીઓ માટે આયોજન. શું ખાસ કરી શકો તમારી દિકરી માટે? ક્યારથી કરવી જોઈએ શરૂઆત?

જ્યારે ઘરમાં દિકરીનો જન્મ થાય એટલે પહેલુ વાક્ય સંભળાય છે કે ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. જ્યારે આ લક્ષ્મી મોટી થાય ત્યારે તેની સાથે સાથે તેની પાછળના ખર્ચાઓ પણ મોટા થતા જતાં હોય છે. ભણતરની સાથે સાથે, અવનવા કપડા, આભૂષણો વગેરે વગેરે. અને મોટો ખર્ચો દેખાય. તે છે તેના લગ્નનો. જન્મ સાથે જ આ દરેક વસ્તુ નજર સામે તરી આવે છે.


અને આ દરેક ખર્ચાઓ ક્યાક અને ક્યાક ઓછા જ પડે, ત્યારે એક વાલી તરીકે તમે તમારી દિકરીને કઈ વસ્તુ શીખવી શકો છો જે, તેને જ તેના ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે. અને એક આજીવન સંભારણું પણ બની રહે. ત્યારે, આ દરેક મહત્વની ટીપ્સ આપવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

દિકરાની સમોવડી રાખી દરેક વસ્તુ શીખવવી. આજે જે દિકરાને શીખવો છો તેથી વધારે મહત્વ આપી દિકરીને શીખવવું. કોઈપણ વસ્તુ સોંપતા પહેલા પુરતુ જ્ઞાન આપવું. દિકરીના જન્મ સાથે જ તેનું બેન્ક એકાઉન્ટ ખોલો. જે કોઈ તેને ભેટ સ્વરૂપે નાણાં આપે તેને તેમા જમા કરાવો. દિકરી માટે એક ઘર કે કોઈ પ્રોપર્ટી ખરીદો.

પ્રોપર્ટી કોઈ પણ સમયે લઈ શકો છો. પ્રોપર્ટી તમારી દિકરી માટે ખુબ ઉપયોગી બની રહેશે. બેન્કિંગની સમજ બાળપણથી જ શિખવી જોઈએ. પીપીએફ સાથે અન્ય ઘણી વસ્તુમાં રોકાણ કરી શકાય છે. ઘણી સ્કીમ એવી છે જે ટેક્સ સેવિંગમાં પણ ઉપયોગી બની રહેશે.

બેન્કમાં જ્યારે એકાઉન્ટ ખુલે એટલે બાકીના ઓપ્શન આપોઆપ મળશે. આજની જનરેશનમાં બાળકોની સમજ આપણા કરતા ઘણી વધારે હોય છે. રોજીંદી પ્રવૃતીઓમાં સમજ આપો કંઈ વસ્તુ કેવી રીતે થાય છે તેની. બેન્કિંગની સમજ બાળપણથી જ શિખવી જોઈએ.

દરેક વસ્તુની પ્રાથમિક સમજ ઘરમાંથી જ આપવી જોઈએ. બાળકોને શિખવવાની પ્રક્રિયા એક હારમાળામાં ચાલતી હોય છે. પહેલા બાળકોને બચત અને વ્યવહાર સમજાવો જોઈએ. બાળકોને ડિસીપ્લીન સેવિંગ શિખવવું જોઈએ. બાળકોને તેની પસંદગીની વસ્તુ માટે બચત કરતા શિખવવું જોઈએ.

નાણાંનું મહત્વ સમજાવવા માટે અનુભવ આપવો જોઈએ. નાણાંકિય નિર્ણયો લેતા શીખવવું જોઈએ. શનિવારે બાળકોને બૅન્કમાં લઈ જઈ બૅન્કિંગ શીખવવું. બાળકોને રેગ્યુલર રોકાણ શિખવવું જોઈએ. બાળકોને પેપર ફાઈલ કરતા શિખવો.

બાળકોને વિવિધ રોકાણ અને તેના વળતર વિશે માહિતી આપો. બાળકોને રેગ્યુલર રોકાણ શિખવવું જોઈએ. દરેક વસ્તુ શિખવી તેને માત્ર જ્ઞાન આપ્યુ છે. તમે તમારૂ પ્લાનિંગ કેવી રીતે કર્યુ તેની માહિતી આપવી જોઈએ. તમારો નાણાં સાથેનો સંબંધ સમજાવો. લાઈફ ઈન્શ્યોરન્સનો ખુબ મહત્વનો ફાળો ભજવે છે. દરેક રોકાણમાં દિકરીઓને ભાગ આપવો જોઈએ. તમારી વસીહતની એક્સક્યુટર બનાવવી જોઈએ.