બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલનું નિરાકરણ

આજે આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા જઈ રહ્યા છીએ. અને તેના હરેક સવાલના જવાબ આપણે જાણીશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 17, 2015 પર 18:02  |  સ્ત્રોત : Moneycontrol.com

આપણાં જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણાં નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઇ જાય છે. ત્યારે આજે તમારા નાણાંકિય આયોજનમાં મદદરૂપ થઇ શકે તેવા એક નવા મુદ્દાઓ જોઈએ.

આજે આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા જઈ રહ્યા છીએ. અને તેના હરેક સવાલના જવાબ આપણે જાણીશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.

સવાલઃ મારે 25 વર્ષ બાદ 50 થી 60 લાખ જોઈએ છે તો મારી દિકરીના લગ્ન માટે. મારી એસઆઈપી ચાલુ છે રૂપિયા 4000 ની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં. મ્ચ્યુઅલફંડમાં 2000 રૂપિયા, એચડીએફસીમાં 1000 રૂપિયા અને એસબીઆઈ મ્ચ્યુઅલફંડમાં 1000 રૂપિયા છે. હજુ મારે 2000 રૂપિયાનું રોકાણ કરવુ છે તો કેમા કરવા જોઈએ?

જવાબઃ રોહનભાઈને સલાહ છે કે તમારા રૂપિયા 6 હજારનું બજેટ રૂપિયા 8 હજાર સુધીનું કરવું. બેલેન્સ અને ઈએલએસએસમાં રોકાણ ન કરવું. લાર્જ કેપ અને મિડકેપમાં રોકાણ કરી શકાય. ઈએલએસએસમાં દરેક ઈન્સ્ટોલમેન્ટ 36 મહિના સુધી લોક થઈ જાય છે.

સવાલઃ મારી 8 મહીના ની દિકરી છે. મારે તેના માટે રોકાણ કરવુ છે. મારે 1500 રૂપિયાનું દર મહિને રોકાણ કરવુ છે. અને બીજા મારી પાસે 1 લાખ રૂપિયા છે તો મારે તેને કોઈ સારી સ્કિમમાં મુકવા છે. તો મને સલાહ આપશો.

જવાબઃ વિશાલભાઈને સલાહ છે કે તમારી દિકરી હજી નાની છે, તો એસઆઈપીમાં રોકાણ કરી શકો છો. તમારા રોકાણમાં ફાયદો 8 થી 15 વર્ષ બાદ દેખાશે. રોકાણ વિના રોક્યે ચાલુ રાખવું જોઈએ. તમારી દિકરી માટે પ્રોપર્ટી ખરીદી શકો છો.

સવાલઃ મારે 50 લાખનો ટર્મ પ્લાન લેવો છે તો મારે કંપનીની પસંદગી કઈ રીતના કરવી કેમ કે માર્કેટમાં આજે રોકાણ કરવું જોઈએ?

જવાબઃ રોનકભાઈને સલાહ છે કે ટર્મ પ્લાન માટે ઘણા વિકલ્પો છે. કોઈ પણ કંપની ક્લેમ રિજેક્ટ તો જ કરી શકે જો તમે માહિતી પુરતી ન આપી હોય. જે કંપની સારૂ પ્રિમીયમ આપતી હોય તેમાંથી લઈ શકાય છે. ટર્મ પ્લાન લીધા બાદ પણ તેને બદલી શકાય છે કે અલગ - અલગ કંપનીમાં રોકવું. 5 વર્ષનો જ સમય છે તો બેલેન્સ ફંડ જોખમ દાયક રહે. જો બજાર તેજીમાં રહે તો સારો નફો પણ રહે.

સવાલઃ મારે 5 વર્ષમાં મકાનનું ફંડ એકઠુ કરવુ છે તો તેના માટે મારે 10000 ની એસઆઈપી ચાલુ કરવી હોય તો એ મારે ક્યા પ્રકારના ફંડમાં કરવી જોઈએ? બેલેન્સ ફંડમાં કરુ કે પ્યોર મ્ચ્યુઅલફંડ ઈક્વિટીમાં કરુ તેની માહિતી આપો.

જવાબઃ જિજ્ઞેશભાઈને સલાહ છે કે તમારા પોર્ટફોલિયોમાં રૂપિયા 25 હજારને 3 ભાગમાં રોકવો જોઈએ. 40% લાર્જકેપમાં, 40% મિડકેપમાં, 20% ઈમર્જીંગ ફઁડમાં રોકવા. તમારી સ્કીમ દરેક યોગ્ય છે.

સવાલઃ મિનેશભાઈ નાઈક યુકે થી પુછે છે. તેમનો સવાલ છે, મારી ઉંમર 52 વર્ષ છે, મારે ટેક્સ ફ્રિ સેવિંગ કરવું છે, જેના માટે મારે ક્યાં રોકાણ કરવું જોઈએ? ભારત, યુએઈ, યુકે, યુએસએ કોઈ પણ સ્થાન પર હું રોકાણ કરી શકું છું, હું બ્રિટનનું નાગરિકત્વ ધરાવું છું, તો એક એનઆરઆઈ તરીકે મારા પાસે રોકાણના ક્યા શ્રેષ્ઠ વિકલ્પો છે?

જવાબઃ મિનેશભાઈને સલાહ છે કે રૂપિયા દર વર્ષે 4 થી 6 % ઘટી રહ્યો છે. તમારે યુએસએ કે યુકેમાં 5% રિટર્ન મળતું હોય તો ત્યાં નાણાં રોકવા. ભારતમાં તમે બોન્ડમાં રોકાણ કરી શકો છો. ભારતમાં જ્યારે તમે પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો ટેક્સ લાગશે.

સવાલઃ રૂપિયા દર વર્ષે 4 થી 6 % ઘટી રહ્યો છે. તમારે યુએસએ કે યુકેમાં 5% રિટર્ન મળતું હોય તો ત્યાં નાણાં રોકવા. ભારતમાં તમે બોન્ડમાં રોકાણ કરી શકો છો. ભારતમાં જ્યારે તમે પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો ટેક્સ લાગશે.

જવાબઃ દર્શનભાઈને સલાહ છે કે જીવન વિમા માટે ટર્મ પ્લાન લઈ શકો છો. બાકીના બચેલા નાણાં ઈએલએસએસમાં રોકી શકો છો.