બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ મિડ કરિયર બ્રેક

ના રોજ પ્રકાશિત Tue, 24, 2015 પર 08:34  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા.

મની મેનેજરમાં આજે મિડ કરીયર બ્રેક લેવો પડે તો? તેના માટે શું તકેદારી રાખવી? ક્યારથી કરવું જોઈએ આયોજન?

સમય સતત બદલાયા કરે છે, અને આપણે હંમેશા તેના અનુરૂપ જ બધુ ધારીને ચાલતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે મની મૅનેજરમાં એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા માંથી ઘણા લોકોને મદદરૂપ થઈ શકે છે અથવા તો ઘણી સમસ્યાનું નિવારણ લાવી શકે છે. આજના સમયમાં સ્ત્રીઓ માત્ર ઘરનું જ કામ નથી કરતી. આજ-કાલનો ટ્રેન્ડ એક વર્ર્કિંગ વુમનનો ટ્રેન્ડ છે. આજે દરેક સ્ત્રી નાની - મોટી રીતે પોતાને પગભર કરવા માંગે છે. દરેક સ્ત્રી પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેવા માંગે છે. પણ જેમ આપણે વાત કરી તેમ સમય એકરીતે જ નથી ચાલતો.


જીવનમાં ક્યારેક એવું પણ બને કે તમારે તમારા જોરશોરમાં ચાલી રહેલા કરિયરમાં બ્રેક લેવો પડે. તમારે તમારી જોબ, તમારી લાઈફ બદલવી પડે. તો આવા સમયે તમારૂ નાણાંકિય આયોજન ખોરવાય ન જાય તેના માટે આજે આપણને માહિતી આપવા જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

યોગ્ય સલાહ લઈ બ્રેક લેવો જોઈએ. કરિયર કાઉન્સેલર કે મિત્રો સાથે ચર્ચા કરવી. આ બ્રેક લેતા પહેલા સ્ત્રીએ અને તેના પરિવારે પરિસ્થિતી માટે અગાઉથી નક્કી કરવુ. જ્યારે ઘરમાં બન્ને લોકો કમાતા હોય ત્યારે બ્રેક લેતા પહેલા ઘણું વિચારવું. આવા નિર્ણય લેતા પહેલા યોગ્ય સમય આપો અને પહેલાથી નક્કી કરો. તમારો કેશ ફ્લો નક્કી કરવો ખુબ જરૂરી છે. ખર્ચાની જોગવાઈ પહેલાથી કરવી જોઈએ.

જ્યાં સુધી બને ત્યાં સુધી લોન ક્લીયર કરી લેવી. જોબ જ્યારે છોડવાનું વિચારો ત્યારે લોન ન લેવી જોઈએ. તમારા રિપેમેન્ટના પોર્ટફઓલિયો પર નજર કરવી જોઈએ. જ્યારે તમારા ધ્યેય પહેલાથી સાધી લીધા હોય તો આ સમય પ્રમાણમાં સરળ રહે. જોબ છોડતા પહેલા હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો ખુબ આવશ્યક. જ્યારે બ્રેક લેવાનો સમય આવે છે ત્યારે ઈન્શ્યોરન્સ ખુહ મહત્વનો ભાગ ભજવે છે.

ટર્મ પ્લાનના પ્રિમીયમના નાણાં પહેલાથી એકઠા કરી લેવા. આ જોબ બ્રેકની અસર પરિવાર પર મોટી પડી શકે છે. પરિવારના દરેક લોકોએ આ વાતને સમજવી જોઈએ અને સહકાર આપવો જોઈએ. તમારે એ વસ્તુ સ્વિકારવી જોઈએ કે આ પડકાર એક સ્થિર સમય માટે છે. એક સ્ત્રી ઘરમાં ઘણી જવાબદારી નિભાવતી હોય છે. નાણાંકિય આયોજનની દ્રષ્ટિએ ભણતર માટે લોન ન લેવી. જો લોન લેવી પડે તો ધ્યાનમાં રાખવું કે કોઈ લોન પહેલાથી ન હોય.