બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના પ્રશ્નોનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Wed, 25, 2015 પર 13:20  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાં કમાવવા જેટલું મુશ્કેલ કામ છે એટલું જ અથવા એથી પણ વધારે મુશ્કેલ છે મહેનતથી કમાયેલા તે નાણાંને બચાવી એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. અને કંઇક એવી જ નાની મોટી આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતું હોય છે.

આજે આપણે દર્શકોના સવાલને સંબોધવા જઈ રહ્યાં છીએ જેના માટે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલઃ મારુ હાલમાં રિલાયન્સ ગ્રોથમાં 2000 નું રોકાણ છે અને હજુ મારે 8000 નું રોકાણ કરવુ છે તો તે હુ શેમાં રોકાણ કરૂ? એસઆઈપીમાં કરૂ તો કઈ એસઆઈપી લઉ મને સલાહ આપશો.

જવાબઃ પ્રકાશભાઈને સલાહ છે કે તમારૂ હાલનું રોકાણ યોગ્ય છે પરંતુ ફંડને ડિવાઈડ કરી શકાય. મિડ કેપ અને સ્મોલ કેપ તેમજ એક રોકાણ લાર્જ કેપ ફંડમાં રોકવું. ઈક્વિટીમાં રોકાણ તમે જાતે પણ કરી શકો છો. કોઈ પોર્ટફોલિયો મેનેજર પાસે જઈ પણ રોકાણ કરી શકાય. બ્રોકરેજ હાઉસની સલાહ લઈ રોકાણ કરવું જોઈએ.

સવાલઃ ઈમેલના માદ્યમથી આપણને સવાલ પુછી રહ્યાં છે હર્ષદભાઈ ધોડી, તેમનો સવાલ છે, મારા પાસે રૂપિયા 3 લાખ છે જેને મારે એફડીમાં મુકવા છે, તો તે રકમને 5 વર્ષ માટે મુકી શકાય કે 1 વર્ષ માટે?

જવાબઃ હર્ષદભાઈને સલાહ છે કે જો એફડીમાં રોકાણ કરવું હોય તો ઈનકમ ટેક્સ ચકાસવાનું રહે. એફડીને લાંબા ગાળા માટે કરો તો મોટો ફાયદો થઈ શકે. મ્યુચ્યુઅલ ફંડના બોન્ડ ફંડ કે ડેટ ફંડમાં રોકાણ કરી શકાય. મ્યુચ્યુઅલ ફંડમાં બોન્ડ ફંડથી રેટકટ સમયે કેપિટલ ગેઈન સારો થઈ શકે છે.

સવાલઃ ત્યારબાદનો અન્ય સવાલ આપણને આવી રહ્યો છે દિપેશભાઈ શાહનો, તેઓ પુછે છે એચયુએફમાં કોઈ પણ સુત્ર સિવાય કેવી રીતે રોકાણ કરી શકાય?

જવાબઃ દિપેશભાઈને સલાહ છે કે કોઈ પણ સુત્ર સિવાય એચયુએફમાં રોકાણ કરવું મુશ્કેલ છે. એચયુએફમાં રોકાણ કરવા માટે કર્તા તરીકે તમે નાણાં નાખી શકો છો. એચયુએફમાં તમને સામાન્ય ઈનકમ ટેક્સની રાહત મળી શકે છે. મોટી રકમ હોય ત્યારે એચયુએફ ફાયદાકારક નથી.

સવાલઃ મારે મારી દિકરીના લગ્ન માટે 1 લાખનું રોકાણ કરવુ છે તો 15 વર્ષ માટે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ?

જવાબઃ અમિતભાઈને સલાહ છે કે માસિક રૂપિયા 8 હજારનું રોકાણ તમારે વાર્ષિક રોકાણ કરવું જોઈએ. જો શૅરમાં જ રોકાણ કરવું હોય તો એક જ કંપનીમાં રોકાણ ન કરવું જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં વિવિધ સેક્ટરને સમાવેશ કરવો જોઈએ. તમારે તમારા એક લાખ ઝ્રપિયાને વિવિધ ભાગમાં વહેચી રોકાણ કરવું જોઈએ.

સવાલઃ ત્યારબાદનો સવાલ જીગરનો છે, તેઓ પુછી રહ્યાં છે, મારી ઉંમર 29 વર્ષની છે, મારે દર મહિને રૂપિયા 10,000ની બચત થાય છે, મારા પાસે 2 પોલિસી છે, જીવન સરલ જેમા દર 3 મહિને રૂપિયા 2,300 પ્રિમીયમ ભરૂ છું, અને જીવન આનંદમાં રૂપિયા 20,000 વાર્ષિક પ્રિમીયમ ભરૂ છું, મારે મારી નિવૃતી સુધીમાં રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે, તો શું હું એલઆઈસીના જીવન આનંદમાં વાર્ષિક રૂપિયા 60,000 ભરી શકાય તેમા રોકાણ કરી શકું? જેની મેચ્યોરિટી 35 વર્ષ પછી થઈ શકે રૂપિયા 1 કરોડની, તો શું આ વિકલ્પ યોગ્ય છે?

જવાબઃ જીગરભાઈને સલાહ છે કે પોલિસીના રિટર્ન ગેરંટી વાળા નથી. ભારતની નાણાંકિય સ્થિતી સુધરશે જેથી રિટર્ન સારા જ આવશે. તમારા રોકાણના આધારે આ નાણાં રૂપિયા 50 થી 55 લાખ સુધી એકઠા થઈ શકે. તમારે ટાર્ગેટ ઓછું કરવું પડશે અથવાતો રિસ્ક વધારવું પડશે.

સવાલઃ નંદન ગોસ્વામી મહેસાણાથી આપણને લખે છે, કે મારા પાસે રૂપિયા 2 લાખ છે, મારે આવનારા 2 થી 3 વર્ષ માટે સુરક્ષિત રોકાણ કરવું છે, માટે ઈન્શ્યોરન્સ પ્લાન પણ ખરીદવાની ઈચ્છા છે, તો ક્યો પ્લાન શ્રેષ્ઠ રહી શકે?

જવાબઃ નંદનભાઈને સલાહ છે કે કોઈપણ ઈન્શ્યોરન્સનો ઓછામાં ઓછો સમય 5 વર્ષનો હોય. ઘણી યુએલઆઈપી પોલિસીમાં રોકાણ કરી શકાય. લાઈફ કવરમાં રોકાણ કર્યા બાદના નાણાં બેલેન્સ ફંડ કે એમઆઈપી ફંડમાં રોકી શકાય.

સવાલઃ દિક્ષીતભાઈ ઉંમર 17 વર્ષ છે તે પૂછી રહ્યા છે કે તે મુચ્યુઅલફંડમાં રોકાણ કરી શકુ અને મારે 6 વર્ષ પછી 5 લાખની કાર લેવી છે તો હુ 2000 નું રોકાણ કરી શકુ એમ છું તો 6 વર્ષમાં 5 લાખ જેટલા પૈસા એકઠા થઈ શકે કે નહીં કે તેનાથી વધારે કરવા જોઈએ ?

જવાબઃ દિક્ષીતભાઈને સલાહ છે કે તમારે રોકાણ માસિક રૂપિયા 14 થી 15 હજારનું કરવાનું રહેશે. તમે હાલ પણ એસઆઈપીમાં રોકાણ કરી શકો છો. તમે માઈનર તરીકે એસઆઈપીમાં રોકાણ કરી શકો છો.