બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ફાઈનાન્શિયલ કુંડલી વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 30, 2015 પર 17:17  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફાઈનાન્શિયલ કુંડલી વિશે, કંઈ વસ્તુઓ જરૂરી છે, અને શું ધ્યાનમાં રાખવું જોઈએ.

જીવનની શરૂઆત તો બાળપણથી જ થઈ જાય છે, પણ દરેકના જીવનમાં એક પડાવ આવે છે જ્યારે જીવન ફરીથી શરૂ થાય છે, અને તે છે લગ્ન. આજે સમય બદલાયો છે, ઘરમાં પતિ અને પત્ની બન્ને કમાતા હોય છે, બન્ને વ્યક્તિની ઘરમાં દરેક વસ્તુની જવાબદારી પણ સરખી જ હોય છે, પછી તે ઘરની સફાઈ જેવી નાની વાત હોય કે પોતાના ફાઈનાન્સિસ સાચવવા જેવી મોટી વાત.

ત્યારે આજના સમયમાં એ ખુબ જરૂરી હોય છે કે આપણે પહેલાથી જ આપણા ફાઈનાન્સિસને એક બીજા સાથે જોડીએ, જેવી રીતે લગ્ન કરતા પૂર્વે જન્માક્ષર અને કુંડળી મેળવતા હોય છે તેમ તમારી નાણાંકિય કુંડળીને પણ મેળવવી તેટલી જ આવશ્યક રહે છે. જેથી લગ્ન બાદ જીવન દરેક રીતે યોગ્ય ચાલી શકે. અને આજે આ ખુબજ રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

ફાઈનાન્શિયલ કુંડલી એટલે લગ્ન પૂર્વે બન્ને વ્યક્તિઓના નાણાંકિય મતો મળે. સૌપ્રથમ લગ્ન પહેલા તમારા ખર્ચાઓ કેવી રીતે કરો છો તે જોવું. લગ્ન પહેલા એક બીજાને ઈમ્પ્રેસ કરવા ખુબ ખર્ચાઓ થતા હોય છે. વાસ્તવિકતાને પહેલાથી સમજવી જોઈએ. એકબીજા સાથે એક બીજાના ફાઈનાન્સિસને પણ સમજવા જોઈએ. અરેન્જ મેરેજમાં બન્ને વ્યક્તિના પરિવારના લોકો પણ ચકાસતા હોય છે.

અરેન્જ મેરેજમાં લગ્ન પહેલા નાણાંકિય ચોખવટ થાય તો ખુબ સારૂ રહે. લગ્ન પહેલા નાણાંનો કેવી રીતે ઉપયોગ થતો હોય છે તે જોવાનું. લગ્ન બાદ જો ભણતર ચાલુ રાખવું હોય તો તેની પણ ચર્ચા કરવી. લગ્ન પહેલા જ પરિવારની નાણાંકિય પરિસ્થિતી વિશે ચર્ચા કરવી. સગાઈ પહેલા કે તરત જ ફાઈનાન્શિયલ કુંડલી મેળવવી જોઈએ. બન્ને વ્યક્તિના વલણ શું છે તે ચકાસવું જોઈએ. પરસ્પરનો વિશ્વાસ કેવો છે તે પણ જોવું જરૂરી છે.

લગ્નની સપ્તપદીમાં થતી ફાઈનાન્શિયલ કુંડલીમાં પણ માનવી જોઈએ. લગ્ન પહેલા ઘરનું ફાઈનાન્શિસનું શું વલણ હતું તે જોવાનું રહે છે. નાણાંકિય ભૂલો ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. પતિ પત્નીએ પોતાની આવક છૂપાવવી ન જોઈએ. મોટાભાગના ઘરોમાં નાણાંકિય નિર્ણયો માત્ર પુઝ્રષો લેતા હોય છે. નાણાંકિય નિર્ણયો પતિ પત્ની બન્નેએ સાથે મળી લેવા જોઈએ. લોકો પર્સનલ લોન લેતા હોય છે તે સારી વાત નથી હોતી. જીવનને લગતા કોઈપણ નિર્ણયો લેવા ઈચ્છતા હોવ તો એક બીજાને પુછવું.

ક્રેડિટકાર્ડની માહિતી એકબીજાને આપવી. નાણાંકિય ધ્યેયમાં સંયૂક્ત પ્રયાસ કરવા જોઈએ. ફાઈનાન્શિયલ કુંડલી જાળવવા માટે વ્યવહાર જાળવવો. ફાઈનાન્શિયલ કુંડલી જાળવવા છળ ન કરવો. મહિલાઓએ સામે ચાલી ઝ્રચી ઉત્પન્ન કરવી જોઈએ. તમારા ફાઈનાન્શિયલ પ્લાનરની માહિતી હોવી જોઈએ. ફાઈનાન્શિયલ કુંડલી જાળવવા માટે વ્યવહાર જાળવવો. ફાઈનાન્શિયલ કુંડલી જાળવવા છળ ન કરવો.