બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલનું નિવારણ

ના રોજ પ્રકાશિત Tue, 01, 2015 પર 17:24  |  સ્ત્રોત : Moneycontrol.com

ટીપે - ટીપે સરોવર ભરાય. અને એ સરોવરનો જ્યારે યોગ્ય ઉપયોગ થાય ત્યારે તે મહેનત સાર્થક કરી ગણાય. આવી જ રીતે આપણે નાની - નાની રકમ એકઠી કરી આપણાં નાણાંનું આયોજન કરતા હોઈએ છીએ. પણ એ યોગ્ય રીતે ન થયું હોય તો બધી જ મહેનત નિરર્થક જાય છે. પણ સીએનબીસી બજારનો મની મૅનેજર શૉ તમારી કોઈ પણ નાણાંકિય આયોજનમાં કરેલી મહેનતને નિષ્ફળ નહિં થવા દે.

આજે દર્શકોના સવાલનું નિરાકરણ કરવા ફરી આપણી સાથે હાજર છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

સવાલઃ મારે 5 વર્ષ પછી એક ઘર લેવુ છે 45 લાખનું છે હુ મહિનામાં 30 હજાર સુધી સેવિંગ કરી શકું છું તો મારે કેવી રીતે સેવિંગ કરવુ છે અને શેમાં કરવું જોઈએ?


જવાબઃ ચિરાગભાઈને સલાહ 5 વર્ષ માટેની રકમમાં 60 થી 70 % રકમ ઈક્વિટી બેઝ MFમાં રોકી શકાય. ઈક્વિટીની એકઠી થયેલી રકમથી ઘર ખરીદી શકાય. હાલ એકઠા કરેલા નાણાં જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકાય. ઘર લેવાના વર્ષ પહેલા નાણાં કાઢવાની શરૂઆત કરી દેવી.

સવાલઃ કેયુર રબારી ઈમેલ દ્વારા પોતાનો પ્રશ્ન પુછે છે, મારી ઉંમર 36 વર્ષની છે, મારે આવનારા 12 વર્ષમાં રૂપિયા 50 લાખ એકઠા કરવા છે, તો માસિક હું કેટલા રૂપિયાની એસઆઈપી કરી શકું ? અને તેની શરૂઆતની રકમ કેટલી રાખવી જોઈએ ?

જવાબઃ કેયુરભાઈને સલાહ લાંબાગાળાનું રોકાણ છે માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. રૂપિયા 13000 ની રકમ ફિક્સ થઈ શકે તો રોકાણ કરવું જોઈએ.

સવાલઃ મહેસાણાથી મૌલેશભાઈ પટેલ પુછી રહ્યાં છે, મારે એક ઘર લેવું છે, પણ મારા પાસે પુરતા નાણાં નથી, હાલમાં જ મે માસિક રૂપિયા 70,000 કમાવાની શઝ્રઆત કરી છે,તો શું હું હોમ લોન કે પર્સનલ લોન મારફતે આ ઘર ખરીદી શકું? હું એક પ્લોટ શોધી રહ્યો છું અને તેના માટે મારે લોન લેવાની ઈચ્છા છે, તો મારે આયોજન કેવી રીતે કરવું જોઈએ?

જવાબઃ મૌલેશભાઈને સલાહ છે કે તમને લોન મળી શકે. આપણી વાર્ષિક આવકની 3.5 ગણી લોન તમને મળી શકે. હોમલોન લેવી વધારે સારી. પ્લોટ ખરીદવા માટે પણ લોન મળે છે.

સવાલઃ મે એસઆઈપી ખોલાવી છે રિલાયન્સ પાવર સેક્ટર ફંડમાં 20000 રૂપિયાની. 2010 માં ખોલાવી હતી. તો મારે અત્યારે તેમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ કે ના રાખવુ જોઈએ?

જવાબઃ જીજ્ઞેશભાઈને સલાહ છે કે તમારૂ રોકાણ ક્યા નાણાંકિય ધ્યેય માટે છે તે નક્કી કરવું જોઈએ. સેક્ટોરિયલ ફંડમાં ચડઉતર વધારે થતી હોય છે. એનએવી એટલે નેટ એસેટ વેલ્યુ. એનએવી વધારે કે ઓછી થઈ શકે.

સવાલઃ અનિલભાઈ પટેલ સુરતથી લખે છે, મારા લગ્ન થઈ ગયા છે, મારે સાડા 3 વર્ષની દિકરી છે, મારી પાસે મેડિકલ ઈન્શ્યોરન્સ છે, મારી પાસે એલઆઈસી છે, મે સુકન્યા સમ્દ્ધિ યોજનામાં પણ મારી દિકરી માટે નાણાં રોક્યા છે, જેમા આ વર્ષે રૂપિયા 25000 અને આવતા વર્ષે રૂપિયા 3000 રોકીશ. મે મ્યુચ્યુઅલ ફંડ વિશે ઘણું જોયુ મની મૅનેજરમાં અને તેના પરથી રિલાયન્સ મિડકેપ અને સ્મોલકેપમાં લમસમ રૂપિયા 30000 અને રૂપિયા 1500 ની એસઆઈપી કરી છે, અને એસબીઆઈ બ્લુ ચિપ ફંડના ગ્રોથ પ્લાનમાં રૂપિયા 20,000 અને એસઆઈપીમાં રૂપિયા 20,000 રોકેલા છે, તેમજ એસબીઆઈ મેગ્નમ ઈક્વિટી ફંડમાં પણ એસઆઈપી કરી છે, તો આ ઉપરાંત મારે રૂપિયા 1500 એસઆઈપી કરવી છે અને માસિક ફિક્સ રૂપિયા 5000નું રોકાણ કરવું છે આવનારા 5 થી 7 વર્ષ માટે મારી દિકરીના ભણતરના ઉપયોગ તરીકે. તો ક્યાં રોકાણ કરી શકાય? શું આ માઝ્ર રોકાણ યોગ્ય છે કે મારે બદલવું જોઈએ તે અંગે સલાહ જોઈએ છે.

જવાબઃ અનિલભાઈને સલાહ સમયગાળો લાંબો છે માટે ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. કોઈપણ પોર્ટફોલિયોમાં 3 થી 4 ઈક્વિટી સ્કીમ રાખવી જોઈએ. ગોલ્ડ એસઆઈપી ચાલુ કરવી જોઈએ.

સવાલઃ અત્યારે બેન્કના વ્યાજ દર ખુબ જ ઘટી ગયા છે તો અત્યારે એવુ કાંઈ રોકાણ ખરું જેમાં બેન્કમાં એફડી કરતાં થોડુ વધારે રિટર્ન મળે. લિક્વીડીટી સારી હોય અને જોખમ ઓછુ હોય તેવુ રોકાણ ખરુ?

જવાબઃ રોનકભાઈને સલાહ છે કે સુરક્ષા જોઈતી હોય તો બેન્ક એફડી યોગ્ય વિકલ્પ છે. જઝ્રરીયાતના આધારે ધ્યેય નક્કી કરવો જોઈએ.

સવાલઃ ઈમેઈલ દ્વારા હિતેષભાઈ પટેલ સવાલ પુછી રહ્યાં છે, શું હું મારા માતા - પિતા સાથે રહું અને તેમને ભાડુ આપું તો તે ટેક્સ બચત તરીકે વાપરી શકાય? મારી માસિક આવક રૂપિયા 60,000 છે, તો અન્ય વિકલ્પ ટેક્સ બચત માટે શું બની શકે?

જવાબઃ હિતેષભાઈને સલાહ તમારી આવકના આધારે કલમ 80-સી નો ફાયદો મળી શકે.