બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂઃ લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું

ના રોજ પ્રકાશિત Sat, 05, 2015 પર 13:19  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રોપર્ટી ગુરૂમાં આપણે પ્રોપર્ટી ખરીદવાનાં સમય અને પ્રોપર્ટીની કિંમત અંગે ચર્ચા કરી. આજે આપણે વાત કરવાનાં છે પ્રોપર્ટી ખરીદવા માટે ખૂબ જરૂરી એવી હોમ લોનની. હોમલોન લેતી વખતે શું ધ્યાન રાખવું? કેની પાસે લેવી જોઇએ હોમલોન અને હાલ શું છે. હોમલોનનાં વ્યાજ દર આ બધી બાબતે આજે આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે

આ ચર્ચામાં જોડાઇ રહ્યાં છે ગ્રુહ ફાઈનાન્સના એમડી સુધીન ચોક્સી અને દિવાન હાઉસિંગના સીઈઓ હર્ષિલ મહેતા, જેએલએલ ઇન્ડિયાનાં આસ્ટિટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોતા.


આજે આપણે વાત કરીશું પ્રોપર્ટી ખરીદતી વખતે લોન લેવી હોય તો શું ધ્યાન રાખવું, ક્યા દસ્તાવેજો ચકાસવા અને ક્યા લોન સસ્તી મળે તે વિષે.

સવાલઃ છેલ્લા 5 વર્ષથી હાઉસિંગ સેક્ટર ખૂબ દબાણમાં રહ્યું છે. એની અસર હાઉસિંગ ફાયનાન્સ કંપની પર પડી છે. હવે જે રીતે ધીરે ધીરે ડિમાન્ડ વધી રહી છે તેમાં કઇ રીતે તમે બિઝનેસ આઉટલુક જોઇ રહ્યાં છો?

જવાબઃ ડીએચએફએલનો ગ્રોથ સારો છે. ટીયર 2 અને 3 સેગ્મન્ટ દ્વારા ગ્રોથ મળ્યો છે

સવાલઃ તો શું ફેસ્ટિવલ સિઝનમાં પ્રોપર્ટીની માંગ વધી રહી છે?

જવાબઃ ડીએચએફએલે ફેસ્ટિવલ સિઝન માટે 9.55% વ્યાજદરની હોમ લોન ઓફર કરી છે. લોકોએ આ ઓફરનો લાભ લીધો છે. ટીયર 2 અને 3નાં લોકોએ લોન લઇ ઘર ખરીદ્યા છે

સવાલઃ ફેસ્ટિવલ ડિમાન્ડ કઇ રીતે પિક અપ થતી દેખાઇ?

જવાબઃ ફેસ્ટિવલ ડિમાન્ડ વધતી વધુ નથી દેખાઇ રહી. 6 થી 8 મહિનામાં લોકોનો કૅશ ફ્લો વધતા ખરીદી શરૂ થઇ શકે છે.

સવાલઃ આરબીઆઈ દ્વારા રેટ કટ, બેન્ક દ્વારા પાસ ઓન અને હવે સરકારે લોકોને ખુશ કર્યા 7માં પે કમિશને પાસ કરીને આપ કઇ રીતે જોઇ રહ્યા છો?

જવાબઃ સાતમાં પગાર પંચનો રિવ્યુ સારો છે. પગાર વધારાથી ઇકોનોમીમાં સુધારો આવશે.

સવાલઃ હર્ષિલ મહેતા સરકારની આ ઘોષણાને આપ કઇ રીતે મુલવી રહ્યા છો.?

જવાબઃ પગારપંચ દ્વારા પગાર વધતા રોકાણનાં નિર્ણયો લેવાશે. પગાર વધારાથી પ્રોપર્ટીની ખરીદી વધી શકે છે.

સવાલઃ જો ગત પગારપંચની વાત કરીએ તો એને અમલ થતા ખાસો સમય લાગ્યો હતો એટલે લોકોના હાથમાં એરિયર્સ સાથેની એક મોટી રકમ આવી હતી જેથી લોકોએ ઘર ગાડી વગેરેની ખરીદી કરી હતી, પણ હવે અમલ જલ્દી થતો લાગી રહ્યો છે એટલે લોકોના પગારમાં 20%વધારો થશે પણ એક મોટી રકમ ભેગી થતા ખાસો મોટો સમય લાગી શકે તો શું આની અસર ખરીદારી પર થતી જોવા મળશે?

જવાબઃ માસિક આવક વધતા લોનની એલજીબલિટિ વધશે. આવક વધતા ખર્ચ કરવાની શક્તિ વધશે. વધુ ઈએમઆઈ ભરી શકાતા લોકો મોટુ ઘર ખરીદી શકે છે.

સવાલઃ પગાર વધારો જે આપ્યો છે તે અમલી બો ઝડપી થવા જોઇ રહ્યો છે.. 6ઠ્ઠા પગાર પંચની વાત કરીએ તો 2009માં ઘોષણા થઇ હતી અને લાગુ થવમાં 1,2 વર્ષનો સમય લાગી ગયો. બે વર્ષના એરિયર્સ આવતા સારી રકમ લોકોનાં હાથમાં આવી હતી, પણ આ વખતે આવુ નથી તો આપને એવુ લાગે છે કે એક રકમ હાથમાં આવે અને રોકાણકારો રોકાણ કરે ઘર લેવામાં કે ગાડી લેવામાં રોકાણ કરે ત્યાં ક્યા કચાશ જોવા મળશે? કેવી રીતે જોઇ રહ્યાં છો આને?

જવાબઃ પગાર વધતા લોન એલજીબલિટિ વધી જાય છે. પગાર વધતા અફોર્ડિબિલિટિ વધશે.

સવાલઃ  રઘુરામ રાજને આપેલા રેટ કટને તમે કેટલા પાસ ઓન કર્યા છે અને અત્યારે તમારા રેટ શું બની રહ્યાં છે?

જવાબઃ ગ્રુહ ફાયનાન્સનાં રેટ 9.50 થી 9.75 થી શરૂ થાય છે. ક્રિડિટ સ્કોર પ્રમાણે રેચ ઓફ ઇન્ટરેસ લાગે છે. હાલનાં ગ્રાહકોને 35 પૈસાનો ફાયદો આપ્યો છે.

સવાલઃ રધુરામ રાજને રેપો રેટ ઘટાડ્યા પણ બેન્ક કે હાઉસિંગ ફાયનાન્સ કે તમે કેટલા પાસ ઓન કર્યાં છે ગ્રાહકોને?

જવાબઃ ડીએચએફએલએ રેટ કટનો લાભ ગ્રાહકોને પાસ ઓન કર્યો છે. ઘણા ગ્રાહકોને ઈએમઆઈમાં અને લોનના સમયગાળામાં લાભ મળ્યા છે.

સવાલઃ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનાં ક્યા શહેરોમાં ડિમાન્ડ પિક અપ થઇ રહી છે?

જવાબઃ હાઉસિંગ ફોર ઓલની સ્કીમમાં ઘરની માંગ વધી શકે છે.