બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ સરળ નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Mon, 07, 2015 પર 17:26  |  સ્ત્રોત : Moneycontrol.com

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ.

મની મેનેજરમાં આજે - આપણે વાત કરીશું પર્સનલ ફાઈનાન્સના થંબ રૂલ વિશે. શું છે આ થંબ રૂલ? કેવી રીતે બની શકે ઉપયોગી?

નાણાંકિય આયોજન આમ તો ઘણા પાયાઓ અને નિયમો પર રચાયેલું છે, અને તેવા સમયે દરેક વ્યક્તિ દરેક વસ્તુ જાણતી ન હોય તે સ્વાભાવિક છે. ત્યારે આજે મની મૅનેજરમાં અમે તમારા આયોજનને સરળ કરવા થોડા થંબ રૂલ લાવ્યા છીએ, જેને સમજવા અને પાલન કરવા તમારા માટે ખુબ સરળ બની શકે છે. અને આવા જ થંબ રૂલ સમજાવવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

આપણી જાતને નાણાં આપવા જોઈએ. દર મહિને એક રકમ આપણા માટે બચાવવી જોઈએ. આવક - બચત = ખર્ચાઓ. ઈમરજન્સી ફંડ પહેલા બનાવવું જોઈએ. 3 - 6 - 9 - 12 નો નિયમ પાલન કરવો જોઈએ. જેટલા લોકો કમાતા હોય તે પ્રમાણે ઇમરજન્સી ફંડ રાખવા જોઈએ. જ્યારે અલગ રાખેલા નાણાં વપરાય જાય તો તરત તેને ભરવા જોઈએ.

20 સેકન્ડ નિયમ એટલે જ્યારે કોઈ વસ્તુ ખરીદવાનું મન થાય ત્યારે થોભવું. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા 20 સેકન્ડ વિચારવું કે આ વસ્તુ કેટલી જરૂરી છે? 72 નો નિયમ ખુબ સરસ નિયમ છે. કોઈ પણ રોકાણને 72 વડે ભાગ પાડી જોવું જોઈએ. 72 વડે ભાગ પાડી મળતી રકમ તમારો નફો બની શકે.

લાઈફ ઈન્શ્યોરન્સમાં ઘણી બધી ગણતરી જરૂરી હોય છે. સામાન્યરીતે વાર્ષિક આવકની 10 ગણી રકમ લાઈફ કવર તરીકે લેવી જોઈએ. જ્યારે ટર્મ કવર વધારે લેવાની ઈચ્છા થાય તો નાની રકમના વધારે કવર લેવા. જે પ્રોપર્ટીમાં તમે રોકાણ કરવા ઈચ્છો છો ત્યારે 1: 2નો નિયમ લાગુ પડે છે. વેલ્થ પ્લાનિંગ માટે પહેલા વાર્ષિક ખર્ચો ચેક કરવો જોઈએ.

જો તમારી ઉંમર 60 છે તો 3 ગણા નાણાં હોવો જોઈએ. જો તમારી ઉંમર 40 છે તો 4 ગણા નાણાં હોવો જોઈએ. જો તમારી ઉંમર 20 છે તો 5 ગણા નાણાં હોવો જોઈએ. તમારી ઈએમઆઈમાં 30 થી 35 % સુધીની રકમ જ હોવી જોઈએ. આજે વ્યાજદર 9 થી 9.5 % છે.