બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Tue, 08, 2015 પર 17:27  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે આયોજનમાં ક્યાંક ચૂકી જવાતું હોય છે. ત્યારે આપની સાથે આવું ક્યારેય ન બને અને સતત તમે સજાગ રહો.


દર્શકોની દરેક સમસ્યાનું માગર્દર્શન જાણીશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

સવાલઃ મારા 60 લાખ ફેડીમાં પડ્યા છે, જેનું મારે ઈન્વેસ્ટમેન્ટ કરવુ છે, તો પ્રોપર્ટીમાં ઈનવેસ્ટ કરી શકાય કે બીજે ક્યાય?

જવાબઃ કુમારભાઈને સલાહ છે કે તમારા નાણાંકિય ધ્યેયને નક્કી કરવા જોઈએ. પ્રોપર્ટીમાં રોકાણ કરતા સમયે ધ્યાન રાખવું કે આ રોકાણ સ્થિર છે. પ્રોપર્ટી સરળતાથી વહેંચી શકાતી નથી.

સવાલઃ મે મુચ્યુઅલફંડના પોર્ટફોલિયોમાં 21 લાખના આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ માં છે તો મારો સવાલ એ છે કે તે પ્લાન મારે ટ્રાન્સફર કરવો હોય તો ?

જવાબઃ હરેશભાઈને સલાહ છે કે તમારો મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને ડાઈરેક્ટ પ્લાનમાં કરી શકો છો. ULIPમાં રોકાણ ચાલુ રાખી શકાય. ઈન્શ્યોરન્સમાં ટર્મ લેવું આવશ્યક છે.

સવાલઃ ગોધરાથી મયંક રાણા આપણને ઈમેઈલ દ્વારા પુછી રહ્યાં છે. હું ગવર્નમેન્ટ એમ્પ્લોઈ છું, મારી માસિક બચત રૂપિયા 15,000ની થાય છે, મારે 5 થી 8 વર્ષ પછી સારૂ રિટર્ન જોઈતું હોય તો ક્યાં રોકાણ કરવું જોઈએ ? જો તમે એસઆઈપી અંગે સલાહ આપવા ઈચ્છતા હોવ તો ક્યા પ્રકારની એસઆઈપી કરી શકાય અને કેટલા ગાળા માટે રોકાણ કરવું?

જવાબઃ મયંકભાઈને સલાહ છે કે તમારે તમારા માટે પહેલા એક ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ. ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડમાં પણ રોકાણ કરી શકાય.

સવાલઃ મારે મુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે રોકાણ કરવું છે તો મને સલાહ આપશો કે હું કેમાં રોકાણ કરૂ ?

જવાબઃ અશોકભાઈને સલાહ છે કે નાણાંકિય ધ્યેય નક્કી કરવો આવશ્યક. જો લાંબાગાળાનું રોકાણ કરવું હોય તો ઈક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય.

સવાલઃ મારી ઉંમર 27 વર્ષની છે. મે બિરલા સનલાઈફ ટૉપ 100 લાર્જ કેપ, આઈસીઆઈસીઆઈ બેલેન્સ ફંડ, રિલાયન્સ સ્મૉલકેપ ફંડ રોકાણ કર્યુ છે. હું પીપીએફમાં પણ દર મહિને 1000 રૂપિયા રોકાણ કર્યુ છે. મારે ઘર અને કાર ખરીદવી છે. તો એ મારુ સપનું પુરૂ કરવા મને સલાહ આપશો.

જવાબઃ પ્રિતેશભાઈને સલાહ છે કે તમારા રોકેલા દરેક ફંડ યોગ્ય છે જેને લાંબાગાળા માટે રાખો. પીપીએફનું રોકાણ પણ ચાલુ રાખવું.

સવાલઃ જીગર પટેલનો સવાલ છે તેઓ જાણવા માંગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સારૂ કે ઈક્વિટીમાં..?

જવાબઃ જીગરભાઈને સલાહ શૅર લેવા હોય તો પહેલા તમે યોગ્ય રિસર્ચ કરી શકશો કે કેમ તે જોવું. તમારે શૅરબજારમાં રોકાણ ટ્રેડર તરીકે કરવું છે કે લાંબા ગાળઆ માટે તે જોવું. મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમથી કેપિટલ માર્કેટમાં રોકી શકાય.

સવાલઃ મારે દર મહિને એસઆઈપી અને મુચ્યુઅલફંડમાં રૂપિયા 1000 નું રોકાણ કરવું છે. મારુ ઈક્વિટી અને કૉમોડિટીમાં અકાઉન્ટ છે તો હું એસઆઈપી તે જ એકાઉન્ટમાં લઈ શકું? મુચ્યુઅલ ફંડમાં ધણી બધી ચોઇસ છે તો મારા માટે કઈ સારી રહેશે? તે મારે 1-2 વર્ષમાં વિડ્રો કરવુ હોય તો કરી શકુ?

જવાબઃ કુંજલભાઈને સલાહ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રજિસ્ટર્ડ માદ્યમથી જવું. તમારા નાણાંકિય ધ્યેયને નક્કી કરવા જોઈએ.