ટેક્સ પ્લાનિંગઃ એનઆરઆઈ માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 12, 2015 પર 13:44  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં અને વિદેશમાં વસેલા છે ગુજરાતીઓ 120થી વધુ દેશોમાં અઢી કરોડથી વધુ બિન રહીશ ભારતીયો વસવાટ કરે છે. આમાંના 40 ટકા બિન રહીશ ભારતીયો ગુજરાતી છે જે એનઆરજી (નોન રેસિડેન્ટ ઓફ ગુજરાત) તરીકે પણ ઓળખાય છે. કેટલાંક દેશમાં તો બે-ત્રણ પેઢીથી ભારતીય મૂળના લોકો રહે છે. આજની ચર્ચા ફક્ત એનઆરઆઇ (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) માટે નથી પણ આપના કોઇ સગા સંબંધી પણ જો NRI છે તો તેમના માટે આ માહિતી ઉપયોગી રહેશે.

એનઆરઆઈની વાત જ્યારે આવે ત્યારે એક્સચેન્જ કંટ્રોલ રેગ્યુલેશન જેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ દ્વારા થાય છે તેનું નિયમન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે. આવકવેરાના કાયદા અનુસાર વ્યક્તિ રહીશ અને બિન રહીશ હોય છે, આમાં વચ્ચેની એક કેટેગરી છે જે રહીશ પણ સામાન્ય રહીશ નહીં તરીકે ઓળખાય છે (NOR). ભારતમાં સંબંધિત નાણાંકીય વર્ષ દરમિયાન કેટલાં દિવસમાં દેશમાં રહ્યા છે.

નાણાંકીય વર્ષ દરમિયાન 182 દિવસ કે વધુ ભારતમાં રહે તો તેને રહીશ કહેવાય. જેમાં એકસાથે 182 દિવસ કે ટુકડે ટુકડે રહી હોય તો પણ તેને માન્ય ગણવામાં આવે છે. અગાઉના 4 નાણાંકીય વર્ષમાં 365 દિવસ રહી હોય અને સંબંધિત વર્ષમાં 60 દિવસ કે વધુ દિવસ માટે રહી હોય તો તેવા કિસ્સામાં પણ તેને રહીશ ગણવામાં આવે છે. કોઇ વ્યક્તિને પરદેશ જવાનું હોય વ્યવસાયિક, નોકરી કે અન્ય કોઇ કારણસર કાયમી જવાનું થાય છે તો તેવા કિસ્સામાં ઉપરોક્ત શરતને ધ્યાનમાં લેવામાં નથી આવતી.

એ જ પ્રકારે જો કોઇ વ્યક્તિ ભારત બહાર વસતી હોય અને ભારતમાં 3-4 મહિના માટે રહે એ પણ એમને નડશે નહીં જો તે ભારતમાં 182 દિવસથી ઓછા અને વિદેશમાં 6 મહિનાથી વધારે સમય રહ્યા હોય તો તે એનઆરઆઈ જ ગણાશે. છેલ્લાં 10 નાણાંકીય વર્ષમાંથી 9 વર્ષથી વધુ સમય માટે તમે બિન રહીશ રહ્યા હોય અને અગાઉના 7 નાણાંકીય વર્ષ દરમિયાન ભારતમાં 730 દિવસથી ઓછો સમય રહ્યા હોવ.

ઉપરોક્ત બેમાંથી એક શરત તમે પૂરી કરતાં હોવ તો તેવા વ્યક્તિ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ તરીકે ગણવામાં આવશે. ભારતીય આવકવેરા કાયદાની જોગવાઇ અનુસાર કોઇપણ વ્યક્તિ નોન રેસિડેન્ટ હોય તો તેની વિદેશની કોઇપણ આવક ઉપર ભારતમાં આવકવેરો ભરવાનો રહેતો નથી. પરંતુ તેમની જો ભારતમાં કોઇ કરપાત્ર આવક હોય તો તેના ઉપર આવકવેરા રિટર્ન ભરવું પડે.

જો આપ સામાન્ય રહીશ છો ભારતમાં 6 મહિનાથી વધુ સમય રહેતા હોય તો તમારા કેસમાં દુનિયાભરની આપની આવક કરપાત્ર રહેશે. જો આપ પ્રોફેશ્નલ છો-વિદેશમાંથી આવક મેળવો છો અને ભારતીય રહીશ છો તો તેના ઉપર આવકવેરો ભરવાનો રહે છે. જો તમે નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ છો તો આપની ભારતની આવક કરપાત્ર બને પરંતુ ભારત બહારની આવક તો જ કરપાત્ર બને જો તમારા ધંધા કે વ્યવસાયનું સંચાલન ભારતમાંથી થતું હોય.


આવકવેરાના કાયદા હેઠળ એનઆરઆઈ માટે કેટલીક વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. એનઆરઆઈ અંતર્ગત ભારતીય પાસપોર્ટ ધરાવતાં એ લોકો સહિત જે મૂળ ભારતીય છે પરંતુ તેમનો પાસપોર્ટ અમેરિકા કે યુકેનો હોય તો તેને પણ એનઆરઆઇ ગણવામાં આવે છે. કોઇપણ વ્યક્તિના બે પેઢી સુધીના પરિવારજનો ભારતમાં જન્મેલા હોય તો તેને ભારતીય મૂળના વિદેશી ગણવામાં આવે છે. એનઆરઆઈ બેન્કમાં એનઆરઈ એકાઉન્ટ ખોલાવીને તેમાં વિદેશી ચલણ કે રૂપિયામાં કરેલા રૂપાંતરની રકમ જમા કરાવી હોય તો તેના ઉપર મળતું વ્યાજ કરમુક્ત રહે છે.


આવકવેરા કાયદા અંતર્ગત વિદેશમાંથી નાણાં લાવીને ભારતમાં રોકાણ કર્યું હોય તો શેરના રોકાણની આવક પર 10 ટકાના કન્સેશન રેટ અને વ્યાજની થતી આવક ઉપર 20 ટકા કન્સેશન રેટનો લાભ મળે છે. આવકવેરા કાયદાની કલમ 115Cથી 115H સુધીની જોગવાઇ અનુસાર પરદેશમાંથી ભારતમાં સ્થાયી થયેલા લોકો પણ ઉપરોકત કન્સેશન રેટનો લાભ લઇ શકે છે.

એનઆરઆઈને ટીડીએસના મુદ્દે સાવધ રહેવું જરૂરી છે. એનઆરઆઈના કેસમાં તેમને ચૂકવવામાં આવતી રકમમાં 30 ટકાના ફ્લેટ રેટ ઉપર ટીડીએસ કાપવામાં આવે છે. એનઆરઆઈ તેમનું રિટર્ન ભરીને ટીડીએસ રિફંડ મેળવી લેવાનું રહે છે. તમે જો નોન રેસિડેન્ટ છો અને ભારતની એ દેશ સાથે ડબલ ટેક્સ એવોઇડ ટ્રીટી હોય તો તેવા દેશના રહીશે ભારતમાં તેમના દેશના ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ લાવવાનું રહે છે.

એફએટીસીએનો મતલબ ફોરેન એકાઉન્ટ ટેક્સ કૉમ્પ્લાન્સ એક્ટ યુએસએ તરફથી લાવવામાં આવ્યો છે. ભારતમાં જુલાઇ 2015થી એફએટીસીએ અમલમાં આવ્યો છે. જે દેશમાં ટેક્સ છે તે તમામ દેશના કાયદા પણ આપણાં જેવા છે, જેમાં જો તમે જે તે દેશના ટેક્સ રેસિડેન્ટ છો તો તમારે ભારતમાં થતી આવકને પણ દર્શાવવી જરૂરી છે.


ભારતમાં બેન્કો એનઆરઆઈ પાસે એફએટીસીએનું ફોર્મ ભરાવવામાં આવે છે જેમાં તમારે ડિક્લેરેશન આપવાનું હોય છે કે તમે કયા દેશના રેસિડેન્ટ છો. એફએટીસીએ હેઠળ સંબંધિત બેન્ક આપના રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ કે બેન્ક ડિપોઝિટની વિગત અમેરિકાને ટેક્સ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરશે.