બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ઓનલાઈન વોલેટનાં લાભ-ગેરલાભ

ના રોજ પ્રકાશિત Tue, 15, 2015 પર 08:08  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંનું આયોજન એ સૌના જીવનને સ્પર્સતી બાબત છે. લગભગ દરરોજ આપણે કોઇ કે કોઇક રીતે આપણા નાણાંનુ આયોજન કરતા હોઇએ છીએ, પરંતુ જાણે અજાણે કોઇક વાર કોઇક કચાસ, રહી જોતી હોય છે. નાણાંકીય આયોજનની નિત-નવીન માહિતીઓથી જો આપણે જાણકાર રહીએ તો આપણે સફળ નાણાંકિય આયોજન કરી સમૃદ્ધિ બની શકીએ છીએ. મની મેનેજરમાં આજે આપણે જાણીશુ શું છે ઓનલાઇન વોલેટ, વાત કરીશું ઓનલાઇન વોલેટની ઉપયોગિતા અંગે અને જાણીશુ ઓનલાઇન વોલેટનાં લાભ.

ટેકનોલોજીના ઉપયોગે માનવ જીવનમાં ઘણી બધી સરળતાઓ લાવી દીધી છે. આજે આપણે આવા જ એક ટેકનોલાજી આધારિત નાણાંકિય વ્યવહારની વાત કરવાનાં છીએ. એટલે કે આજે આપણે વાત કરીશુ ઓનલાઇન વોલૅટ અંગે.અને આ વિશે વિસ્તૃત માહિતી આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્નવ પંડ્યા.

ખર્ચની ચુકવણીનો ટેકનોલોજી આધારિત માર્ગ એટલે ઓનલાઇન વૉલેટ. વૉલેટનાં નાણાં ઓનલાઇન હોય છે માટે તેને ઓનલાઇન વૉલેટ કહેવાય છે. અને એનો ઉપયોગ કોઇપણ જગ્યાએ અને કોઇ પણ સમયે થઇ શકે છે. વોલેટમાં નાણાં લોડ થાય છે ત્યારબાદ આ બૅલેન્સથી ખર્ચ કરી શકાય છે. નાણાં ઇન્ટરનેટ, ડેબિટકાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા લોડ કરી શકાય. બૅલેન્સ જે તે વ્યક્તિનાં ખાતામાં બતાવવામાં આવે છે. ઓનલાઇન વેબસાઇટ, બીલપેમેન્ટ અને સ્ટોર્સમાં ઓનલાઇન વોલેટથી ચુકવણી થઇ શકે છે. ઓનલાઇન વોલેટનાં ઉપયોગથી ફંડ ટ્રાન્સફર પણ થઇ શકે છે.

ઓનલાઈન વોલેટનો ઉપયોગ ખૂબ જ સરળ છે. થોડી માહિતી પુરી પાડી ઓનલાઈન વોલેટની સુવિધા મેળવી શકાય છે. ઓનલાઈન વોલેટ પ્રોવાઈડર પાસે અકાઉન્ટ ખોલાવવું પડે છે. ઓનલાઈન વોલેટમાં જરૂરી બેલેન્સ લોડ કરતાં રહેવું જોઈએ. ઘણી કંપની ઓનલાઈન વોલેટની સુવિધા આપે છે. ઈન્ટરનેટ બેંકની સુવિધઘા માટે બેન્ક સાથે રજીસ્ટર હોવું જરૂરી છે.


ક્રેડિટકાર્ડથી વોલેટ લોડ કર્યુ હોય તો ક્રેડિટ પિરિયડ પણ મળે છે. ઓનલાઈન વોલેટના ઉપયોગથી અમુક ડિસ્કાઉન્ટ મળતું હોય છે.ઓનલાઈન વોલેટ પ્રોવાઈડર ઘણી વાર કેશબેક સુવિધા આપે છે. ઓનલાઈન વોલેટ દ્રારા ટેક્સીના પેમેન્ટ થઈ શકે છે. ઓનવોલેટનાં ઉપયોગથી નાણાં સાથે રાખવાનું જોખમ ઘટે છે. ડેબિટકાર્ડ કે ક્રેડિટકાર્ડની જગ્યાએ ઓનલાઈન વોલેટ વાપરી શકાય છે.


ભારતમાં મોટા સ્ટોર ઓનલાઈન વોલેટ સ્વીકારે છે. કયો સ્ટોર કયો ઓનલાઈન વોલેટ વાપરે છે તે ચકાસવું જરૂરી છે. ઓનલાઈન વોલેટમાં ફંડ ટ્રાન્સફર એક જ પ્રોવાઈડરના ગ્રાહક દ્રારા થઈ શકે છે. ઓનલાઈન વોલેટમાં કેવાયસી કરાવ્યું હોય તો 1 લાખ રૂપિયા સુધી નાણાં લોડ કરી શકાય છે.