બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતના જવાબ

ના રોજ પ્રકાશિત Tue, 15, 2015 પર 17:29  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાં કમાવવા જેટલું મુશ્કેલ કામ છે એટલું જ અથવા એથી પણ વધારે મુશ્કેલ છે મહેનતથી કમાયેલા તે નાણાંને બચાવી એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. અને કંઇક એવી જ નાની મોટી આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતું હોય છે. આજે દર્શકોની સમસ્યાને નિવારવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલઃ પહેલો ઈમેઈલ આવ્યો છે અવીનાશભાઈ દરજીનો. તેમનો સવાલ છે, મારી માસિક આવક રૂપિયા 10,00,000 છે, મારા પાસે રોકાણ વિશે કોઈ જ માહિતી નથી, મારે 10 વર્ષ સુધી વાર્ષિક રૂપિયા 3,00,000 નું રોકાણ કરવું છે, તો કેવી રીતે અને ક્યાં રોકાણ કરવું જોઈએ? જેથી મને આશરે રૂપિયા 50,00,000 મળી શકે.

જવાબઃ અવિનાશભાઈને સલાહ ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરી શકાય. બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલઃ પ્રનિત સુરાણી આપણને ઈમેઈલ દ્વારા પુછી રહ્યાં છે, મારે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા છે, તો કેવી રીતે રોકાણ કરવું જોઈએ તે અંગે સલાહ આપશો.

જવાબઃ પ્રનિતભાઈને સલાહ મ્યુચ્યુઅલ ફંડ એ શૅરબજાર નથી તે લોકોને સમજ હોવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ એ એક ટ્રસ્ટ છે જેમાં સ્કીમની પસંદગી કરવાની રહે છે. દરેક સ્કીમના આધારે રોકાણ થાય છે જેની શઝ્રઆત ₨ 10 થી થાય છે. જેટલી સ્કીમ જૂની થાય તે પ્રમાણે તેમા ભાવ બદલાતા રહે છે. મ્યુચ્યુઅલ ફંડ એ વિસ્તરીત પોર્ટફોલિયો છે. મ્યુચ્યુઅલ ફંડ લાર્જ કેપ ફંડમાં રોકાણ કરી શકાય. મ્યુચ્યુઅલ ફંડમાં માસિક રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ સતત ચાલુ રાખવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં આશરે 18 થી 20% વળતર મળી શકે છે. ક્ષેત્રીય ફંડમાં રોકાણ કરી શકાય.

સવાલઃ વાસુદેવ પટેલનો આગળનો સવાલ આવી રહ્યો છે, તેઓ પુછે છે મારી પાસે રૂપિયા 20 લાખ છે જે એફડીમાં પડ્યા છે, પરંતુ મારે મારા નાણાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા છે, તો ક્યાં રોકી શકાય?

જવાબઃ વાસુદેવભાઈને સલાહ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં 10 વર્ષમાં એફડી કરતા 4ગણા થઈ શકે છે. તમારૂ રોકાણ મિડકેપ અને લાર્જકેપમાં તેમજ ક્ષેત્રીય ફંડમાં રોકી શકાય. આ રોકાણ એક સાથે ઈક્વિટી ફંડમાં ન રોકવા.

સવાલઃ ગાંધીનગરથી વિમલ ચૌહાણ ઈમેલ કરે છે, તેમનો સવાલ છે, હું સરકારી શાળામાં શિક્ષક છું, મારી ઉંમર 33 વર્ષ છે, મારી માસિક આવક 33,000 છે, હું પીએલઆઈમાં રૂપિયા 3500 રોકુ છું, રૂપિયા 2000 એસઆઈપીમાં રોકુ છું, જેમા બિરલા એમએનસી અને આઈસીઆઈસીઆઈનો સમાવેશ થાય છે તેમજ બાકીના રૂપિયા 3000 સીપીએફમાં રોકુ છું, મારે એક ઘર ખરીદવું છે તો જેની કિંમત રૂપિયા 50 લાખ સુધીની આવી શકે તો, મારે કેવી રીતે આયોજન કરવું જોઈએ?

જવાબઃ તુષારભાઈને સલાહ કોઈ બેન્ક 100% નથી આપતી. ઓછામાં ઓછા 20% નાણાં રોકવા જ પડી શકે છે. તમારી ઈએમઆઈની રકમ વધારવી પડે.

સવાલઃ તુષાર મોદી, મોરબીથી ઈમેઈલ કરે છે, તેઓ પુછે છે હું સિરામિક ટાઈલ્સ ડિઝાઈનર છું, મારી આવક રૂપિયા 30,000 છે, મારે મોરબીમાં રૂપિયા 15 લાખ સુધીનું ઘર લેવું છે, પણ મારી પાસે કોઈ ડાઉન પેમેન્ટ કરવાની મુળી નથી તો શું મને બૅન્ક સમગ્ર રકમની લોન આપી શકે? હું માસિક ઈએમઆઈ રૂપિયા 6000 થી 7000 ની ભરી શકું છું.

જવાબઃ જીશાને સલાહ જો તમે પ્રાઈવેટ કંપનીમાં રોકાણ કરશો તો 10 થી 11% વળતર મળશે. જો કોઈ કંપનીમાં રોકાણ કરો તો તે કંપનીનું રેટિંગ ચકાસવું જોઈએ.