ટેક્સ પ્લાનિંગઃ એનઆરઆઈ માટે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 19, 2015 પર 13:03  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે એનઆરઆઈ અને તેમનો રોકાણો અંગ શું જોગવાઈ છે. આવકવેરા કાયદાની દ્રષ્ટિએ એનઆરઆઈ કોને કહેવાય, રહેઠાણનો હોદ્દો અને કરપાત્રતા કેવી રીતે ગાણવામાં આવે છે. એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મુકેશ પટેલ પાસેથી.


ભારત વિદેશી રોકાણ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. કારણ કે અમેરિકામાં રહેતાં ભારતીયોને અમેરિકાના બેન્કમાં ડિપોઝિટમાં મૂકવા ઉપર કોઇ વ્યાજ મળતું નથી. પરંતુ ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર 8 ટકા સુધીનું વ્યાજ મળે છે આ ઉપરાંત વિકાસશીલ દેશોમાં રોકાણ માટે ભારત ફેવરિટ રહે છે. તેમજ પોતાના મૂળ દેશમાં ભારતીયોને પોતાનું કોઇ રોકાણ કે મિલક્ત રાખવી સલામતીની દ્રષ્ટ્રીએ પણ પસંદ કરે છે. કારણ કે ઇદી અમીનના સમયે થયેલી એનઆરઆઈની ક્રાઇસિસને એનઆરઆઈ યાદ રાખી રહ્યા છે.


કોઇપણ એનઆરઆઈ ભારતમાં ખેતીની જમીન સિવાય અને પ્લાન્ટેશન સિવાય અન્ય કોઇપણ ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે. કોઇ પણ સ્થાવર કે જંગમ મિલકતમાં રોકાણ કરી શકે છે જેને અલગ અલગ રીતે વગીકૃત કરવામાં આવ્યું છે. એનઆરઆઈ થયા પહેલાંની જો કોઇ ખેતીની જમીન હોય કે વારસાઇ અંતર્ગત મળતી ખેતીની જમીન ધારણ કરી શકો છો. એનઆરઆઈ ખેતીની જમીન ખરીદી કે બક્ષિસમાં મેળવી શકતાં નથી. ટેક્સ ફ્રી બોન્ડ, ગર્વમેન્ટ સિક્યોરિટીઝ, ભાગીદાર અને શેર્સ જેવા અલગ અલગ રોકાણના દરેક સાધનમાં એનઆરઆઈ રોકાણ કરી શકે છે.

એક સમય હતો જ્યારે આપણી પાસે વિદેશી નાણાંની તંગી હતી ત્યારે વિદેશી હુંડિયામણમાં ખરીદેલા મિલકત કે રોકાણને પરત લઇ જવામાં મુશ્કેલી થતી હતી. પરંતુ સમય જતાં ભારતમાં વિદેશી હુંડિયામણની તંગી દૂર થયા અપ્રત્યક્ષ રીતે ભારતમાંથી વિદેશી નાણા પરત લઇ જવામાં હવે કોઇ બાધ નથી. હાલની જોગવાઇ અનુસાર વર્ષોવર્ષ દસ લાખ ડૉલર એનઆરઆઈ ભારતમાંથી પરત લઇ જઇ શકે છે.


એનઆરઓ એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા બાદ તમે 15સીએ અને 15સીબી ફોર્મના સર્ટીફિકેટના આધારે વાર્ષિક 1 મિલિયન ડૉલરની લિમિટમાં નાણાં પરત લઇ જઇ શકો છો. જો એનઆરઇ એકાઉન્ટમાં જે નાણાં છે તેને આપ ગમે ત્યારે રિપેટ્રીએટ કરી શકો છો. આ ઉપરાંત કરવેરા અંગેની રાહત મેળવવા માટે આપ એનઆરઓથી એનઆરઇ એકાઉન્ટમાં પણ વાર્ષિક 1 મિલિયન ડૉલરનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

એનઆરઓ ખાતામાંથી એનઆરઇ ખાતામાં ટ્રાન્સફર કરવાની જોગવાઇઓ વિસ્તૃત સમજીએ. તમારૂ એનઆરઓ ખાતાના નાણાંને એનઆરઇ ખાતામાં ટ્રાન્સફર કરો તો તેના ઉપરનું વ્યાજ ભારતમાં કરમુક્ત રહે. એનઆરઓ ખાતામાં તમારે કર ચૂકવવો પડે અને તેના અંગેનું ટેક્સ રિફંડ લેવાની પ્રોસેસ કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે એનઆરઇ ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ થતી વ્યાજની આવકનું ભારત સિવાયના દેશમાં જ્યાં આપ કરદાતા છો ત્યાં તે આવક ગણાય છે.

જ્યારે આપણે ઉદારીકરણ શરૂ કર્યું તે પહેલાં પરદેશની મિલકતોને સંપૂર્ણ પરત લાવો અથવા તો આરબીઆઇ સમક્ષ મિલકતોની વિગત આપો અને ત્યારબાદ માઇગ્રેશન માટેનો નિર્ણય લેવામાં આવતો હતો - જ્યારે હાલના તબક્કે ભારતમાં માઇગ્રેટ થઇ રહ્યા હોય તેમ છતાં વિદેશમાં આપની મિલક્ત જાળવી શકો છો - પરંતુ એટલું જરૂર ખ્યાલ રાખશો કે પરદેશમાં મિલકત હોવા છતાં આવક ઉપરની છૂટનો લાભ ફક્ત એનઆરઆઈ છો ત્યાં સુધી જ મળશે.


જો તમે ભારતમાં સ્થાયી થશો તો આપની વિદેશની મિલકત અને આવક અંગેની આવકવેરા જવાબદારી રહેશે - તેમજ જો આપ વિદેશમાં પણ ટેક્સ ભરો છો તો ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટીનો લાભ મળી શકશે અને ટેક્સ રિફંડ ક્લેઇમ કરી શકશો

એનઆરઆઈ 1 મિલિયન ડૉલર સુધીની રકમ રિપેટ્રીએટ કરવાનો લાભ મળે છે તો ભારતીયોને વિદેશમાં રોકાણ કરવા અને રકમ પરત લાવવા માટેની છૂટ મળવી જ જોઇએ ને.આજે સુધારાઓ સાથે વ્યક્તિદીઠ ફરવા માટે પણ તમે વર્ષના અઢી લાખ ડૉલર પરદેશ સાથે લઇ જઇ શકો છ. હવે અભ્યાસ કે મેડિકલ સુવિધા માટે આપને શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલના સર્ટીફિકેટના આધાર કોઇપણ મર્યાદા વિના નાણાં વિદેશ લઇ જઇ શકો છો.


કુલ અઢી લાખ ડૉલરની વિદેશી હુંડિયામણની મર્યાદા એક નાણાંકીય વર્ષ માટે રહેશે. પ્રેકટીકલી કોઇપણ પ્રકારની મર્યાદા વિના રિપેટ્રીએટ અને રેમિટન્સ માટેના ઓલાભ બેન્કને ડિક્લેરશન આપ્યાના આધારે કરી શકો છો. ખર્ચ અને રોકાણ સિવાય સગા-સંબંધી બક્ષિસ કે સંસ્થાને દાન આપવા માટે પણ અઢી લાખ ડૉલરની મર્યાદામાં વ્યક્તિ રેમિટન્સ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ ચૂકવણી આપ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકો છો, જે પ્રતિબંધિત ટ્રન્ઝેક્શન સિવાયના તમામ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકો છો.