બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના પ્રશ્નોનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2015 પર 17:17  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર. આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ દર્શકોના સવાલ પર. અને તેના જવાબ આપણે જાણીશું સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિકવેલ્થના લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી.

સવાલઃ પોર્ટફોલિયોમાં એચડીએફસી 200 અને એચડીએફસી ઈક્વિટીમાં રોકાણ કરૂ છું. તો લાંબા ગાળા માટે આ ફંડ માં લાંબા ગાળામાં રોકાણ કરૂ તો બરાબર છે? 10 વર્ષ સુધી આમા રોકાણ કરૂ અને 7 લાખ રૂપિયા જેવા રોક્યા હોય મે અને તેનો ગ્રોથ થઈને 10 લાખ રૂપિયા જેવુ હોય અને તે બધા હું ફંડમાંથી એકસાથે ઉપાડુ તો મારે ઈન્કમટેક્સ ભરવાનો આવે કે નહીં તે મને જણાવશો.

જવાબઃ ચિંતનભાઈને સલાહ છે કે એસઆઈપીમાં રોકાણ ચાલુ રાખવું. કોઈપણ રોકાણ જે વર્ષમાં કર્યું હોય તેના પ્રમાણે ટેક્સ લાગે.

સવાલઃ મારે છ મહિનાનો બાબો છે મારે તેના માટે ચાઈલ્ડ પોલિસી લેવી છે તો કેવી લેવી કે પછી મ્ચ્યુઅલફંડમાં એસઆઈપી લવ કે જેથી તેનો બધો ભણવાનો ખર્ચ આવી જાય.

જવાબઃ ગણેશભાઈને સલાહ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અમુક સમય બાદ કાઢિ શકાય અથવા બદલી શકાય.

સવાલઃ મેડિકેલેમ છે હું 10 વર્ષમાં રિટાયર્ટ થઈશ. મેં હાલમાં એસઆઈપી ચાલુ કરી છે. મે 10 એસઆઈપી લીધી છે. હુ દરેકમાં 2000-2500 જેવુ દર મહીને રોકાણ કરૂ છું. મારૂ સ્વપન છે મારી રિટાર્યમેન્ટ અને મારા નવુ ઘર લેવાનું  છે.

જવાબઃ ચંદ્રેશભાઈને સલાહ છે કે ઈક્વિટીમાં 2 થી 3 ફંડ રાખી શકાય. લાર્જ કેપ કે સ્મોલકેપમાં રોકાણ કરી શકાય. વેલ ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફંડ બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત પણ રોકાણ કરી શકાય.

સવાલઃ  મે હાલમાં ઈન્શ્યોરન્સમાં રોકાણ કર્યુ છે મે બેલેન્સ ફંડમાં રોકાણ કર્યુ છે મે જે રોકાણ કર્યુ છે તે બરાબર છે?

જવાબઃ કિરણભાઈને સલાહ ઈન્શ્યોરન્સમાં રોકાણ લોક ઈન હોય તો ચાલુ જ રાખવું. હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. હાલના સમયમાં ટર્મ પ્લાન ઈન્શ્યોરન્સની દ્રષ્ટિએ સારો.

સવાલઃ દર મહીને હુ 12000 રોકાણ કરૂ છુ, 2011 થી અલગ અલગ 6 એસઆઈપી છે, 2035 સુધીમાં 80 થી 90 લાખ એકઠા કરવા છે, હાલ એસઆઈબી, એક્સિસ બેન્ક, યૂટીઆઈ, એચડીએફસી ટોપ 200, આઈસીઆઈસીઆઈ ની એસઆઈપી માં રોકેલા છે. તો મારો ટ્રાર્ગેટ પૂરો થાશે કે નહીં મને યોગ્ય સલાહ આપશો.

જવાબઃ રામજીભાઈને સલાહ છે કે તમારા રોકાણમાં 15 થી 18% વળતર મળી શકે. આ રોકાણમાં રૂપિયા 60 લાખ સુધી વળતર મળી શકે છે.

સવાલઃ મારૂ મહિનાનું રોકાણ 30000 છે. હુ રોકાણ કરવા માગુ છું. હું મારુ સેવિંગ ને શેમાં રોકાણ કરૂ છે. મારે 2-3 વર્ષમાં ઘર લેવુ છે તો મને રોકાણ કરવાની સલાહ આપશો?

જવાબઃ વિજયેન્દ્રભાઈને સલાહ તમારા ધ્યેયના આધારે તમે એફડીમાં રોકાણ કરી શકો છો. એસઆઈપી પ્યોર ડેટ ફંડ અથવા મંથલી ઈનકમ પ્લાનમાં રોકી શકાય. ઘર લેવા માટે બાકીની ઘટતી રકમમાં હોમ લોન લઈ શકાય.

સવાલઃ હિરેનભાઈ બારૈયાનો, તેમનો સવાલ છે કે તેમને માસિક રૂપિયા 15,000નું રોકાણ કરવું છે, 10 વર્ષ માટે, તો ક્યો વિકલ્પ તેમનો માટે યોગ્ય રહેશે?

જવાબઃ હિરેનભાઈને સલાહ 10 વર્ષ માટે ઈક્વિટીમાં રોકાણ કરી શકાય. ગોલ્ડ ફંડમાં પણ રોકાણ કરી શકાય.