ટેક્સ પ્લાનિંગઃ દર્શકોની સમસ્યાનું નિરાકરણ

ના રોજ પ્રકાશિત Sat, 26, 2015 પર 13:22  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે ટેક્સ પ્લાનિંગમાં દર્શકોની સમસ્યાનું સમાધાન કરશું.

સવાલઃ મારા પિતાજી ગુજરી ગયા છે અને તેમનું એચયુએફ ખાતુ છે તો હવે એમના એચયુએફના કર્તા કોણ રહેશે?

જવાબઃ હિન્દુ લૉ પ્રમાણે કુંટુંબની સૌથી વરિષ્ઠ પુઝ્રષ વ્યક્તિ એચયુએફના કર્તા ગણાય છે. કાયદા હેઠળ સ્ત્રી સભ્યને એચયુએફના ટેકનિકલી કર્તા ગણી શકાતાં નથી, જ્યાં સુધી પુઝ્રષ સભ્ય હોય ત્યાં સુધી તેમને જ એચયુએફના કર્તા ગણી શકાય છે. આપના કેસમાં આપના પિતા નથી તો હવે આપ અથવા આપના ભાઇ હવે એચયુએફના કર્તા ગણાય. જો કે સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે સ્ત્રી સભ્યોનું જ કુુંટુંબ હોય તેવા કિસ્સામાં માતા પણ એચયુએફના કર્તા રહી શકે છે.    

સવાલઃ મારૂ અને મારા ભાઇનું પણ એચયુએફ ખાતું છે તો આવા કિસ્સામાં એક જ વ્યક્તિ બે એચયુએફના કર્તા બની શકે?

જવાબઃ તમારા કેસમાં તમારા પિતાનું એચયુએફ છે તમારા પિતાની ગેરહાજરીમાં એચયુએફ ચાલુ રહી શકે છે પરંતુ તેના કર્તા બદલાય છે. કાયદાની પરિભાષામાં બિગર એચુયએફ અને સ્મોલર એચયુએફ તરીકે ઓળખાય છે. અર્થાત આપના પિતાનું એચયુએફ બિગર એચયુએફ ગણાશે અને આપનું જે એચયુએફ છે એ સ્મોલર એચયુએફ ગણાશે. એટલે કે આપ એક સાથે બે એચયુએફના કર્તા બની શકો છો.

સવાલઃ મારા પિતાના એચયુએફના નામે રોકાણ, ફિક્સ્ડ ડિપોઝીટ અને શેર્સ સિક્યોરિટીઝ વગેરે છે તેનું શું થશે?

જવાબઃ જ્યાં સુધી બિગર એચયુએફમાં બે સભ્યો છે ત્યાં સુધી આ એચયુએફ ચાલુ રહેશે. જ્યારે બે સભ્યો ન રહે ત્યારે બિગર એચયુએફને સ્મોલર એચયુએફ સાથે મર્જ કરી શકાય છે. હાલના તબક્કે આપના કિસ્સામાં આપના પિતાના એચયુએફનો પાન નંબર ચાલુ રહેશે. આપને બેન્કમાં સહી કરવાની સત્તામાં બેન્કને જાણ કરવાની રહેશે કે આપના પિતાના અવસાન બાદ આપ હવે આ એચયુએફના કર્તા છો. તેથી આપને સિગ્નેચર ચેન્જ કરાવવાની જે પ્રક્રિયા છે તે કરવી પડશે.

સવાલઃ મારા શોર્ટ ટર્મનો ગેઇન હું ઇન્ટ્રા-ડે કે ફ્યુચર એન્ડ ઓપ્શનનો લોસ રાઇટ-ઓફ કરી શકો?

જવાબઃ ઇન્ટ્રા-ડે કે ફ્યુચર એન્ડ ઓપ્શનનો લોસ બિઝનેસ લોસ છે. બિઝનેસ લોસમાં બે પ્રકારના લોસ છે સ્પેક્યુલેશન લોસ અને નોન સ્પેક્યુલેશન લોસ. થોડા વર્ષો પહેલાં એફ એન્ડ ઓ લોસને સ્પેક્યુલેશન લોસ ગણવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ કાયદામાં સુધારો કરીને એફ એન્ડ ઓના લોસને નોન સ્પેક્યુલેશન લોસ ગણવામાં આવે છે. ઇન્ટ્રા-ડેનું ટ્રાન્ઝેક્શન ડિલેવરી સિવાયનું હોય તો તે સ્પેક્યુલેશન લોસ ગણવામાં આવશે. આવકવેરાના કાયદા અંતર્ગત જે લોસ સ્પેક્યુલેશન લોસ છે તેને ફક્ત સ્પેક્યુલેશન પ્રોફિટ સામે જ સેટ ઓફ કરી શકાશે. ડિલીવેરી બેસ ઇન્ટ્રા-ડે કે એફ એન્ડ ઓ લોસને વાર્ષિક પગાર સિવાયની અન્ય કોઇપણ આવકની સામે સેટ ઓફ કરી શકાય છે. આપના કિસ્સામાં આપ શોર્ટ ટર્મનો ગેઇન ઇન્ટ્રા-ડે કે ફ્યુચર એન્ડ ઓપ્શનના લોસ સામે સેટ ઓફ કરી શકો છો.

સવાલઃ હું એનઆરઓ એકાઉન્ટ ધરાવું છે તો હું મારા એનઆરઓ ખાતામાંથી મારા મિત્રો કે સંબંધીઓને ભારતમાં બક્ષિસ આપું છું તો તેના ઉપર કરવેરાની જોગવાઇ શું રહેશે?

જવાબઃ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટમાં રૂપી ટર્મમાં જે નાણાં અને રોકાણ છે તેને આપ તેમાં જમા કરો છો. એનઆરઓ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટની જેમ કામ કરે છે પરંતુ એનઆરઆઇનું એકાઉન્ટ હોય તો તેને એનઆરઓ એકાઉન્ટના નિયમ લાગુ પડે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન અનુસાર કોઇપણ વ્યક્તિને એનઆરઓ એકાઉન્ટમાંથી બક્ષિસ આપવા ઉપર કોઇ મર્યાદા નથી. પરંતુ તે આપના લોહીના સંબંધના સંબંધીઓને બક્ષિસ આપતાં હોય તો તેના ઉપર મર્યાદા નથી. જો તમે નોન રિલેટીવને બક્ષિસ આપતાં હોય તો બક્ષિસ લેનારને રૂપિયા 50 હજારથી વધુની બક્ષિસ હશે તો તેના માટે કરપાત્ર આવક ગણાશે.

સવાલઃ અભિષેકભાઇ ભારતીય નાગરિક છે તે ભારતમાંથી યુકે માર્ચ 2015માં જાય છે ત્યાં તેઓ નોકરી મેળવે છે જેમાં તેમનો વાર્ષિક પગાર 36 હજાર ડૉલર છે, પરંતુ તેઓ ભારત છોડે છે ત્યારે તેમની કરપાત્ર વ્યાજની આવક થઇ છે તો તેમને જે રિટર્ન ફાઇલ કરતાં સમયે ફક્ત ભારતની આવક દર્શાવવાની રહેશે કે યુકેની આવક પણ દર્શાવવી પડશે?

જવાબઃ તે આખા નાણાંકીય વર્ષ દરમિયાન ભારતની બહાર રહ્યા છે અને અનુમાન કરીએ કે તે 180થી વધુ દિવસ દેશની બહાર રહ્યા છે. તો આવકવેરાના કાયદાની પરિભાષામાં તેમનું સ્ટેટસ એનઆરઆઇ ગણાશે. તેથી એનઆરઆઇના કિસ્સામાં તેમની ભારતની આવક છે તેના ઉપર જ કરપાત્રતા લાગુ પડે અને ભારત બહાર થયેલી આવક દેશમાં કરપાત્ર નથી. આકારણી વર્ષ 2016-17માં આપ જ્યારે રિટર્ન ફાઇલ કરો તેમાં આપને ભારતમાં રૂપિયા 2.5 લાખ કરતાં વધુની આવક થાય તો તેના ઉપર કરપાત્રતા અમલી બનશે.

સવાલઃ મારૂ એક એનઆરઓ એકાઉન્ટ છે તેમાં હું યુકેની કમાણીને ટ્રાન્સફર કઝ્રં છું તો તેના ઉપર ભારતમાં કોઇ કરપાત્રતા બને મારી વિદેશની જોબમાં ટીડીએસ થાય છે?

જવાબઃ આપના માટે સરળ અને ટેક્સ બચાવવાનો રસ્તો એનઆરઓ એકાઉન્ટ નહીં પરંતુ એનઆરઇ એકાઉન્ટ ખોલાવીને અપનાવી શકો છો. આ બંને એકાઉન્ટમાં વ્યાજનો દર એક સમાન જ છે. એનઆરઇ એકાઉન્ટમાં નાણાં કે રોકાણો છે તેના ઉપર વ્યાજ મળે તે આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ કરમુક્ત રહે છે.

સવાલઃ મને હાલમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો છે તેને લિક્વિડ ફંડની કરપાત્રતા શું રહે?

જવાબઃ આવકવેરાના કાયદા અનુસાર મ્ચુચ્યુઅલ ફંડની આવક બે પ્રકારે ગણવામાં આવે છે. લિક્વિડ ફંડ અને ઇક્વિટી ફંડ પ્રકારના બે ભાગ રહે છે. ઇક્વિટી ફંડમાં એસટીટી ચૂકવવાનો થતો હોવાથી તેના ઉપર લોગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કરપાત્રતા રહેતી નથી અને તેની સમયસીમા 12 મહિના રહે છે. પરંતુ લિક્વિડ ફંડમાં 36 મહિના પહેલાં જો આપે વેચાણ કર્યુ હોય તો તેને શોર્ટ ટર્મમાં ગણવામાં આવે છે. આ લિક્વિડ ફંડ ઉપર એસટીટી ચૂકવવને પાત્ર રહેતો ન હોવાથી શોર્ટ ટર્મનો ગેઇન કન્સેશન રેટ ઉપર નહીં લાગે. તેમજ લોંગ ટર્મમાં ઇક્વિટી ફંડમાં કરમુક્તિ મળે છે તે આપને લિક્વિડ ફંડમાં નહીં મળે અલબત્ત ઇન્ડેક્સેશનનો લાભ મળશે.