બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ ટેક્સ પ્લાનિંગ અંગે ચર્ચા

જે મની મેનેજરમાં આજે ચર્ચા કરીશું ટેક્સ પ્લાનિંગ અંગે ચર્ચા, ક્યારે કરવું જોઇએ ટેક્સ પ્લાનિંગલ અને કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ના રોજ પ્રકાશિત Tue, 29, 2015 પર 08:29  |  સ્ત્રોત : Moneycontrol.com

સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હંમેશા વેલ્થી અને તેની સાથેજ તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજન માટે તમને આપીશું તમામ વિકલ્પો આજે મની મેનેજરમાં આજે ચર્ચા કરીશું ટેક્સ પ્લાનિંગ અંગે ચર્ચા, ક્યારે કરવું જોઇએ ટેક્સ પ્લાનિંગલ અને કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જેમ આપણે જાણીએ છીએ કે માર્ચ મહિનો ફાયનાન્શિયલ યરનો લાસ્ટ મહિનો હોય છે અને એ નજીક આવતા જ ટેક્સને લઇને લોકો ચિતિંત થઇ જતા હોય છે પછી એ પગારદાર હોય કે બિઝનેસમેન હોય તે બધા વિચારતા થઇ જાય છે ટેક્સ કપાત, ટીડીએસની ગણતરી, રોકાણનાં ડીક્લેરેશન અંગે અને બધામાં આપણે ઘણી મુંઝવણો પણ અનુભવતા હોઇએ છીએ.


પંરતુ આમ છેલ્લી ઘડીએ ટેક્સ પ્લાનિંગ કરવા કરતા, જો સમયસર ટેક્સ પ્લાનિંગ શરૂ કરીએ તો આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ છીએ. તો આજે આવી જ રસપ્રદ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

કલ્પેશ આશરનું કહેવું છે કે મોટા ભાગે માર્ચ મહિનામાં ટેક્સ પ્લાનિંગ થતું હોય છે. ઉતાવળમાં ખોટા ટેક્સ સેવિંગ પ્રોડક્ટ ખરીદાતા હોય છે. ડિસેમ્બરથી ટેક્સ પ્લાનિંગની શરૂઆત કરી દેવી જોઈએ. પગારદાર વર્ગ માટે કંપની ટેક્સ રિટર્ન ફાઈલ થતા હોય છે.પગારદાર વર્ગે પોતાના એચઆર સાથે વાત કરી જરૂરી માહિતી આપવી જોઈએ. પગાર સિવાયની અન્ય આવક હોય તો તેની જાણકારી એચઆરને આપવી જોઈએ.

કલ્પેશ આશરના મતે વર્ષમાં બે વાર સીએ અથવા ફાઈનાન્શિયલ પ્લાનરને માહિતી આપવી જોઈએ. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં એડવાન્સ ટેક્સ ભરી શકાય છે. વરિષ્ઠ નાગરિકોએ પોતાની એફડીમાં કપાતા ટીડીએસની માહિતી મેળવી લેવી જોઈએ. પગારદાર અને બિઝનેસમેનવમાટે ટેક્સના સ્લેબ અલગ છે. પીપીએફમાં રોકાણ કરી ટેક્સ બચત થઈ શકે છે.

હોમલોન ઈએમઆઈ, સુકન્યા સમૃધ્ધી યોજનામાં ટેક્સ બચત થઈ શકે છે. સેક્શન 80ડીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પર કર બચત થઈ શકે છે. પ્રોપર્ટી પોતાના ઉપયોગ માટે લીધી હોય તો વ્યાજ પર કર બચત થઈ શકે. દાન થયેલી રકમ પર કપાત મળી શકે. હાઉસ અલાઉન્સ ન મળતું હોય તો ઘર ભાડા પર કર બચત થઈ શકે. ઘણી વાર ખોટી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી લેવાતી હોય છે. ભારે પ્રીમિયમ વાળી પોલિસીની પસંદગી ન કરવી જોઈએ.