બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ મેળવો તમારી સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Wed, 30, 2015 પર 08:01  |  સ્ત્રોત : Moneycontrol.com

સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હંમેશા વેલ્થી અને તેની સાથેજ તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજન માટે તમને આપીશું તમામ વિકલ્પો મની મૅનેજર શોમાં.

મની મૅનેજરમાં આજે આપણે મેળવીશું દર્શકોના પ્રશ્નોનાં જવાબ. દર્શક મિત્રો, તમારા ઘણા બધા સવાલ અમને મળી રહ્યાં છે અને આપના વધુમાં વધુ પ્રશ્નોનાં જવાબ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છે. અને આજે આપના પ્રશ્નોનાં જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલઃ ટર્મ ઈન્શ્યોરન્સ જે ઓનલાઈન લેવામાં આવે તેમાં ક્લેમ કરતી વખતે કઈ મુશ્કેલી થઈ શકે?

જવાબઃ ટર્મ ઈન્શ્યોરન્સએ બેઝિક ઈન્શ્યોરન્સ છે. દરેક ઈન્શ્યોરન્સ કંપની આઈડીઆરટી હેઠળ કામ કરે છે. ઈન્શ્યોરન્સ આપતા પહેલા કંપનીને સાચી માહિતી આપવી જોઈએ. જ્યારે માહિતી છુપાવાઈ હોય ત્યારે જ ક્લેમ રદ્દ થાય છે.

સવાલઃ મારે શૅર બજારમાં એકાઉન્ટ ખોલવું છે. મને આ અંગે સલાહ આપશો. શૅર બજારમાં રોકાણની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી કરવી?

જવાબઃ સ્ટોક માર્કેટમાં રોકાણની શરૂઆત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવી જોઈએ. બ્રોકર પાસે જઈ શકાય અથવા ડિ મેટ અકાઉન્ટ ખોલી શકાય. બ્લૂ ચીપ કંપનીનું એનાલિસિસ કરી રોકાણ કરવું જોઈએ.

સવાલઃ  હુ 30 વર્ષનો છુ, મારો પગાર રૂપિયા 15 હજાર છે અને મારી પત્ની સરકારી નોકરી કરે છે.તેનો પગાર રૂપિયા 20 હજાર છે. અમારે બાળકો નથી. મારા કુટુંબની સુરક્ષા માટે મારે ક્યા રોકાણ કરવું જોઇએ?

જવાબઃ બેલેન્સફંડમાં રોકાણ કરી શરૂઆત કરી શકાય છે. તમે 60% લાર્જકેપમાં રોકાણ કરી શકો છો અને 40% રોકાણ બોન્ડફંડમાં કરી શકાય છે.

સવાલઃ મે એસઆઈપીમાં રોકાણ કર્યું છે. તો ભવિષ્યમાં એનો શું ફાયદો થશે અને કેટલો થશે?

જવાબઃ મ્યુચ્યુઅલ ફંડના એનાલિસિસ માટે એક બિઢનેસ સાઈખલનો સમય આપવો જોઈએ. માર્કેટ નીચે જતુ હોય ત્યારે રોકાણ અટકાવવું નહીં જોઈએ.