બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોની સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2016 પર 08:51  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ દર્શકોના સવાલ પર. આપણી સાથે જોડાઈ રહ્યાં છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલઃ મારી આવક 35000 છે. મે ઈએલએસએસની સ્કીમમાં રોકાણ કરેલુ છે મારે જાણવું છે કે એ રોકાણ યોગ્ય છે કે નહીં? અને બીજે ક્યાં પૈસા રોકવા જોઈએ.

જવાબઃ ભૌમિકભાઈને સલાહ છે કે ઈએલએસએસમાં રોકાણ ટેક્સ ફ્રિ થઈ શકે. બિરલા સનલાઈફમાં રોકાણ કરી શકાય. કોઈપણ 1 ફંડમાં રોકાણ કરશો તો પણ ચાલશે.

સવાલઃ ઈમેઈલ દ્વારા આપણને પ્રશ્ન પુછવા માંગે છે મૌલિકભાઈ ઝવેરી. તેમનો સવાલ છે, મારી ઉંમર 21 વર્ષની છે, હું રૂપિયા 5000 થી 6000 કમાઉ છું, મારા પાસે 2 રૂપિયા 1000 ની એસઆઈપી માટેના પ્લાન છે, મારે આવનારા 20 વર્ષમાં રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે, તો મારે મારૂ આયોજન કેવી રીતે કરવું જોઈએ?

જવાબઃ મૌલિકભાઈને સલાહ છે કે આ રોકાણની આદત ચાલુ જ રાખવી જોઈએ. જેમ આવક વધે તેમ રોકાણ વધારવું જોઈએ.

સવાલઃ કેસરબેનનો ઈમેઈલ આવ્યો છે આપણને, તેઓ પુછવા માંગે છે મારી ઉંમર 70 વર્ષ છે, મારી પાસે રૂપિયા 30 લાખ છે જે મે ઘર વેચ્યુ ત્યારે મળ્યા છે. મારે આ રકમ પર ઓછામાં ઓછુ 12%નું ઈન્ટરેસ્ટ જોઈએ છે, જે સંપૂર્ણ સિક્યોર્ડ સ્કીમમાં હોય, તો મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબઃ કેસરબેનને સલાહ છે કે તમારે રોકાણ એવી જગ્યાએ કરવું જ્યાં તમારી સંપત્તીને જોખમ ઓછું હોય. તમારે રોકાણ 50% રકમ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા જોઈએ. બાકીના 50% ઈક્વિટી ફંડમાં રોકવા જોઈએ.

સવાલઃ મે મારો પોર્ટફોલીયો શૅર કરેલો છે અરાઉન્ડ 50 હજારનો છે. મારૂ હોલ્ડીંગ પિરિયડ 8 મહીનાનું છે. હાલમાં જે છે તેમાં મારે કંઈ ફેરફાર કરવો જોઈએ તેની મને સલાહ આપો.

જવાબઃ અરૂણભાઈને સલાહ નવા રોકાણકાર માટે ટર્મપ્લાન આવશ્યક છે. રૂપિયા 2 થી 5 લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ.

સવાલઃ ધીમંતભાઈ રાવલે આપણને ઈમેઈલ કર્યો છે અમદાવાદથી, તેઓ પુછે છે, મારી ઉંમર 65 વર્ષની છે. મારે રૂપિયા 1 લાખ 70 હજારનું રોકાણ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં. મારી માસિક આવક રૂપિયા 15,000 છે.

જવાબઃ ધીમંતભાઈને સલાહ છે કે તમારી ઉંમરને ધ્યાનમાં રાખતા 70% ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય.