ટૅક્સ પ્લાનિંગઃ પેનકાર્ડના નવા નિયમોની ચર્ચા

30મી ડિસેમ્બર 2015ના દિવસે આ મહત્ત્વનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
ના રોજ પ્રકાશિત Sat, 09, 2016 પર 12:40  |  સ્ત્રોત : Moneycontrol.com

30મી ડિસેમ્બર 2015ના દિવસે આ મહત્ત્વનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ખરીદી કે રોકાણ અથવા તો નાણાંકીય વ્યવહાર કરતાં હોય તેમના માટે જાણવું ખાસ જરૂરી છે. નાણાંકીય વ્યવહાર કરતાં હોય તેમની સાથે વ્યવહાર સ્વીકારને પણ. આ નવી જોગવાઇ સમજવી ખાસ જરૂરી છે. આવકવેરાના નિયમ 114Bથી 114F સુધીના જે નિયમો મુજબ. નિયત નાણાંકીય વ્યવહારોમાં પાન નંબર ટાંકવા ફરજિયાત હતા જ. આ નિયમો જોઇએ તો સ્થાવર મિલકતના વ્યવહારમાં રૂપિયા 5લાખની મર્યાદા હતી. તે વધારીને રૂપિયા 10 લાખથી ઉપરના વ્યવહાર ઉપર પાન નંબર આપવો ફરજિયાત છે. શેર્સ-સિક્યોરિટી ખરીદી માટે પાન કાર્ડ ફરજિયાત છે.


જો પાન કાર્ડ ન હોય તો ફોર્મ-60 ફરજિયાત કરવામાં આવ્યું હતું. પાન કાર્ડ વગર વ્યવહાર કરવા લગભગ અશક્ય કરવામાં આવ્યા છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટે પાન કાર્ડ અનિવાર્ય છે. 50 હજારથી વધુની રકમ બેન્કમાં જમા કરાવવા કે પે ઓર્ડર-ડ્રાફ્ટ માટે. પાન કાર્ડ ફરજિયાત છે. અગાઉ હોટેલમાં રૂપિયા 25 હજારથી વધુના ખર્ચ માટે પાન ફરજિયાત છે જેમાં. નવી જોગવાઇમાં મર્યાદા વધારીને રૂપિયા 50 હજાર કરવામાં આવી છે.


વિદેશ પ્રવાસ માટે જાવ છો તો રૂપિયા 50 હજારથી વધુના ખર્ચ માટે પણ પાન નંબર ફરજિયાત છે. આ બધાની સાથે 1 જાન્યુઆરી 2016થી વધુ એક નિયમનો ઉમેરો થાય છે. જે મુજબ રૂપિયા 2 લાખથી ઉપરની કોઇપણ ખરીદી કરો તો તેના ઉપર પાન નંબર આપવો ફરજિયાત છે. આ ખરીદી રોકડ સિવાયના માધ્યમથી કરશો તો પણ પાન નંબર આપવો ફરજિયાત છે.

 પાન નંબરના આધારે નાણાંકીય વ્યવહારનું ટ્રેકિંગ શક્ય બનશે. સરકાર અને આવકવેરા વિભાગનો આશય પેરેલલ ઇકોનોમી કે બ્લેકમનીના વ્યવહારોને અટકાવવાનો છે. કોઇપણ હાઇ વેલ્યુ વ્યવહારો અંગેનો ખુલાસો રિટર્નમાં આપવામાં ન આવ્યો હોય તો આવકવેરા વિભાગ તેને ટ્રેક કરી શકે તેના માટે પાન નંબર મહત્ત્વનો રહે છે. ન સમજાવી શકાય તેવા ખર્ચ કે રોકાણ ઉપર 30.9 ટકાના દરે ફ્લેટ કર વસુલવામાં આવે છે. સરકારનો આશય આ પ્રકારના ટ્રેકિંગના આધારે કાળા નાણાંના વ્યવહારોને નાથવાનો પ્રયાસ કરી રહી છે.

હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શન અને હવે ખર્ચના સંદર્ભમાં રૂપિયા 2 લાખની જોગવાઇ આવી છે તે ખર્ચ કરનારના વ્યવહાર પર અંકુશ રહેશે. ખર્ચ કરનારનાની સાથે વ્યવહાર કરનારને પણ અંકુશમાં લાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. બેન્ક મિલકત, કાર, મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ-સિકયોરિટીઝ જેવા સંગઠિત ધંધાદારીઓ માટે પાન નંબરની વિગત લેવી-રાખવી ફરજિયાત છે.


પરંતુ હવે રૂપિયા 2 લાખથી વધુની ખરીદીના કિસ્સામાં ઉપરોક્ત સંગઠિત ધંધાદારીઓ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વેપારીઓને પણ પાનની વિગત લેવી-રાખવી ફરજિયાત રહેશે. જો કોઇ કિસ્સામાં ખરીદનાર કે ખર્ચ કરનાર પાસે પાન નંબર નથી તો તેમની પાસેથી ફોર્મ -60 અંતર્ગત વિગત લેવાની રહેશે. જેમની પાસેથી પાન નંબર લેવામાં આવ્યા છે. તેની માહિતી અને વિગત ફોર્મ-61A હેઠળ રિપોર્ટ કરવી પડશે. જો કે રૂપિયા 1 કરોડથી ઓછો વકરો ધરાવતાં વેપારીઓને આ રિપોર્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.


જે ટેક્સ ઓડિટને પાત્ર છે તેવા વેપારીઓને તો ફોર્મ-61A રિપોર્ટ કરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત જે પાન નંબર આપવામાં આવે છે તે સાચો છે કે ખોટો તેની ચકાસણી પણ વેપારીએ જ કરવાની રહેશે. કોઇ કિસ્સામાં ફોર્મ-60 અંતર્ગત વ્યવહાર કર્યો હોય તો તેની વિગત 6 વર્ષ સુધી સાચવી રાખવાની રહેશે. તેમજ રિપોર્ટીંગની વિગત માટેનું રિટર્ન ભરવામાં વિલંબ થશે તો તેના ઉપર દિવસના રૂપિયા 100 લેખે દંડ ભરવાનો રહેશે. જો રિટર્ન ભરવામાં જાણીજોઇને ચૂક થઇ છે તો તેવા કિસ્સામાં રૂપિયા 50 હજાર સુધીનો દંડ થઇ શકે છે.