બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શોકોના સવાલોનું નિવારણ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2016 પર 17:28  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર. મની મેનેજરમાં આજે મની મૅનેજરના 200માં એપિસોડની ઉજવણી. ગુજરાતભરના દર્શકો મની મૅનેજર સાથે. રૂબરૂ બની મેળવશે તેમના પ્રશ્નોનું નિવારણ.

આ સપ્તાહ આપણે મનાવીએ છીએ સેક્ન્ડ સેન્ચુરી, મની મૅનેજરની. તમારા સપોર્ટ અને પ્રેમથી મની મૅનેજરે આજે 200 એપિસોડ પુરા કર્ર્યા છે અને તેના માટે જ અમે આજે અમારા દર્શકોને અમારા સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યુ છે, આજે તમે તમારા સવાલ તમારા પસંદગીના એક્સપર્ટ્સને પુછી શકો છો રૂબરૂમાં. તો આજના એપિસોડમાં હું સ્વાગત કરૂ છું સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલાનું, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર ત્યાર બાદ ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી, અને આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

સવાલઃ બૅન્ક સિવાય જે માર્કેટિંગ કંપની એફડી કરે છે તેમા રોકાણ કરી શકાય? અને તેનો સમયગાળઓ 5 થી 7 વર્ષનો હોય તો સારૂ કે નહિં?

જવાબઃ નીમાબેનને સલાહ છે કે બૅન્કની એફડીનું વળતર નક્કી હોય છે. જ્યારે કોઈ જાહેરાતો આવે તો તેની કોઈ ગેરન્ટી નથી હોતી. અનિશ્ચિત વળતર પર ગેરન્ટી ન આપી શકાય અને તે ગુનો છે. કોઈ અજાણા સ્થાને રોકાણ કરવા કરતા બૅન્કમાં જ રોકાણ કરવું.

સવાલઃ એફડીના રેઈટ અત્યારે ઓછા છે, તો એફડી કરવી યોગ્ય છે કે નહિં, અને કેટલા ગાળા માટે એફડી કરી શકાય?

જવાબઃ ભાવિકાબેનને સલાહ હાલ બૅન્ક કરતા કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરી શકાય. કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા પુરતી માહિતી મેળવવી જઝ્રરી. કોઈપણ સ્કીમના વિવિધ ફાયદાઓ હોય છે. કોઈપણ સરકારી બોન્ડમાં પણ રોકાણ કરી શકાય. મ્યુચ્યુઅલ ફંડના બોન્ડમાં રોકાણ કરી શકાય. આવી સ્કીમમાં રોકાણ કરતા 3 વર્ષે ટેક્સમાં ફેર પડે છે. આજના બજારમાં રિટર્ન મળે છે પણ નિશ્ચિત નથી હોતું.

સવાલઃ મારે શેરબજારમાં રોકાણ કરવું છે. મારે 25000 નું રોકાણ કરવું છે. તો હું શેમાં રોકાણ કરૂ?

જવાબઃ પ્રકાશભાઈને સલાહ જ્યારે રોકાણ કરવું હોય ત્યારે પહેલા સમયગાળો નક્કી કરવામાં આવે છે. ઈક્વિટી બેઝ્ડ મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ ઉપાય છે.

સવાલઃ મારી દિકરી 8 વર્ષની છે. મારે 5000 નું હજુ રોકાણ કરવુ છે. તો હું શેમાં રોકાણ કરૂ?

જવાબઃ નાયકભાઈને સલાહ ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય્.

સવાલઃ એસઆઈપી અને મ્યુચ્ચ્યુઅલ ફંડમાં શું ફર્ક છે? ઓનલાઈન લેવું સારૂ કે એજન્ટ પાસેથી?

જવાબઃ સરોજબેનને સલાહ દર 3 કે 6 મહિને આવતા આંકડાનો અભ્યાસ કરવો. મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ કે એસઆઈપી બન્ને દ્વારા રોકાણ કરી શકાય. ઈન્શ્યોરન્સ એ રોકાણ ન કહેવાય. ઈન્શ્યોરન્સને સુરક્ષાના માદ્યમથી જ ઉપયોગમાં લઈ શકાય. ઈન્શ્યોરન્સને લમસમ ન કરી શકાય.

સવાલઃ કરિયર સ્ટાર્ટ કરનારે રોકાણ ક્યાં કરવું જોઈએ?

જવાબઃ પુજાબેનને સલાહ યુવાઓએ ડેટમાં રોકાણ કરી શકાય. યુવાનો પાસે રોકાણના ઘણા માદ્યમો છે. યુવાઓએ રિસ્ક ઓછું લેવાની ઈચ્છાથી રોકાણ ન કરવું જોઈએ. રોકાણ એસઆઈપીના માદ્યમથી કરી શકાય છે. યુવાઓ પાસે સમય વધારે છે જેથી રોકાણમાં રિસ્ક લઈ શકાય. એક ફિક્સ ઈનકમ ચાલુ કરવા માટે ઘણી તક છે.

સવાલઃ હું નિવૃત છું, મારે 5 લાખનું રોકાણ કરવું છે તો ક્યાં કરી શકાય?

જવાબઃ મહેશભાઈને સલાહ રોકાણ ક્યા ઉદ્દેશ્યથી કરવું છે તે પહેલા નક્કી કરવું જોઈએ. કોર્પોરેટ એફડી માં રોકાણ કરી શકાય. લાર્જ કેપ ફંડ કે બેલેન્સ્ડ ફંડમાં પણ રોકાણ કરી શકાય.

સવાલઃ એસઆઈપીમાં રોકાણ કેવી રીતે કરવું જોઈએ? અને એસઆઈપીમાં ક્યાં રોકાણ કરવું જોઈએ.

જવાબઃ મનીષભાઈને સલાહ એસઆઈપીના માદ્યમથી રોકાણ કરી શકાય છે જેનો સમયગાળો લાંબો રાખવો જોઈએ. લાર્જકેપ ફંડમાં રોકાણ કરી શકાય.