બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ પ્રશ્નોનું નિવારણ રૂબરૂ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2016 પર 17:24  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોેની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર. આજે ફરી કંઈક નવા પ્રશ્નો અને સલાહો સાથે હાજર છીએ. મની મેનેજરમાં આજે ચર્ચા કરીશુ મની મૅનેજરના 200માં એપિસોડની ઉજવણી, ગુજરાતભરના દર્શકો મની મૅનેજર સાથે અને રૂબરૂ બની મેળવશે તેમના પ્રશ્નોનું નિવારણ.

આ સપ્તાહ આપણે મનાવીએ છીએ સેકન્ડ સેન્ચુરી, મની મૅનેજરની. તમારા સપોર્ટ અને પ્રેમથી મની મૅનેજરે આજે 200 એપિસોડ પુરા કર્યા છે અને તેના માટે જ અમે આજે અમારા દર્શકોને અમારા સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યુ છે, આજે તમે તમારા સવાલ તમારા પસંદગીના એક્સપર્ટ્સને પુછી શકો છો રૂબરૂમાં.


તો આજના એપિસોડમાં જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલાનું, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર ત્યારે બાદ ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી, અને આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા

સવાલઃ મારા કાકા હાલમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે એમને 10 લાખ રૂપિયા મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા છે તો ક્યાં રોકાણ કરવાની સલાહ આપશે?

જવાબઃ પંકજભાઈને સલાહ તેઓ એફડી કરાવી શકો છો તથા કોર્પોરેટ ડિપોઝીટમાં રોકાણ કરી શકો છો. કોર્પોરેટ બોન્ડમાં ઈન્ડેક્સેસનનો લાભ મળે જેથી ટેક્સ ખુબ ઘટી જાય છે. ઈક્વિટીમાં પણ રોકાણ કરી શકાય. બોન્ડ ફંડમાં રોકાણ તમારા માટે સારૂ રહે.

સવાલઃ ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ કો નહીં?

જવાબઃ લીનાબેનને સલાહ સોનામાં રોકાણ 2 રીતે જોઈ શકાય સામાન્યરીતે કહેવાય કે તમારા પોર્ટફોલિયોમાં સોનું થોડા પ્રમાણમાં જોઈએ. સોનામાં રોકાણ ક્યાં ધ્યેયથી કરવામાં આવે છે તે જોવાનું રહે છે. સોનાની સાઈકલ ઘણી લાંબી હોય છે. સોનાના ભાવ માત્ર ઉપર જ જાય છે તે સાચુ નથી. સોનાની ડાઉન સાઈકલ કેટલી ચાલે છે તે કહી ન શકાય જો ધ્યેય નક્કી હોય તો સોનામાં રોકાણ કરી શકાય. સતત લાંબાગાળા સુધી સોનામાં રોકાણ કરો તો ફાયદાકારક બની શકે. દાગીનાની ખરીદી સોનામાં રોકાણ ન કહી શકાય.

સવાલઃ મારી ઉંમર 35 વર્ષ છે મારે દર મહિને 5 હજારનું રોકાણ કરવું છે મારી નિવૃત્તીના પ્લાનીંગ માટે?


જવાબઃ યોગેન્દ્રભાઈને સલાહ લાંબો સમયગાળો છે તો ઈક્વિટીમાં રોકાણ કરી શકાય. હાલ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી શકાય. ઈન્ડેક્સ ફંડ, લાર્જકેપ કે મિડકેપમાં રોકાણ કરી શકાય. એકસાથે જાજી સ્કીમમાં રોકાણ ન કરવું.


સવાલઃ હું દર મહિને 7000 રૂપિયાની એસઆઈપી ભરી રહ્યો છું. મારી 60ની ઉંમરે ત્યાર સુધી મારા પોર્ટફોલિયોની એસઆઈપી 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે તો શેમાં રોકાણ કરવું?


જવાબઃ ચિરાગભાઈને સલાહ રૂપિયા 7 હજારની રકમ યોગ્ય છે. લાંબાગાળા માટેનું રોકાણ છે માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. આ રકમમાં સમયાંતરે વધારો કરતા રહેવું જોઈએ. ફૂગાવાનો દર સતત વધતો રહે છે. માટે રોકાણ ધીરે-ધીરે વધારવું જોઈએ.

સવાલઃ હિતેન્દ્રભાઈ ડેલિવાડા, મુંબઈ શૅરમાં વધુ વળતર મળે છે, મ્યુચ્ચ્યુઅલ ફંડમાં ઓછું વળતર મળે છે, તો ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ?

જવાબઃ ઈક્વિટી અને ડેટ રોકાણની સરખામણી ન કરી શકાય. ઈક્વિટી રોકાણમાં આપણે જે રિસર્ચ કરીએ તે આપણી યોગ્યતા પ્રમાણે છે. તમારા રોકાણના શૅર્સ હાલની ઈકોનોમીના શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઈકોનોમી પરનો વિશ્વાસ સારી વાત છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તેના નિષ્ણાંત દ્વારા થાય છે. આપણે નિષ્ણાંતો પર વિશ્વાસ રાખી રોકાણ કરવું જોઈએ. એસઆઈપીના માદ્યમથી મોટુ કોર્પસ એકઠું થઈ શકે છે. મિડકેપ, બ્લુચિપ, સ્મોલકેપ દરેકમાં રોકાણ થઈ શકે છે.

સવાલઃ મે સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધુ છે, મારે દર મહિને 5 હજારનું રોકાણ કરવું છે 15 વર્ષ સુધી તો કંઈ સ્કીમમાં રોકાણ કરી શકાયय़

જવાબઃ તમારે રોકાણ બે ભાગમાં કરવું જોઈએ. લાર્જ કેપમાં રોકાણ કરી શકાય. 2 સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે.

સવાલઃ  મે છેલ્લા 6 વર્ષથી 4 લાખ જેટલું રોકાણ મ્યુચ્ચ્યુઅલ ફંડમાં કર્યું છે જેમા લોસ રહ્યો છે, તો આ નુકસાનને કવર કરવા માટે કેવી રીતે રોકાણ કરવું જોઈએ, આગળના 1 થી 2 વર્ષ સુઘી હું રોકાણ કરી શકું છું.

જવાબઃ ઈક્વિટીમાં રોકાણ કરીએ તો 7 થી 9 વર્ષનો સમયગાળો આપવાનો રહે છે.